ગુજરાત

gujarat

Shravani Lok Mela: જામનગરમાં શરૂ થયો શ્રાવણી લોકમેળો, સાંસદ, મેયર, કોર્પોરેટરોએ માણી રાઈડ્સની મોજ

By ETV Bharat Gujarati Team

Published : Aug 27, 2023, 12:02 PM IST

Updated : Aug 27, 2023, 12:17 PM IST

જામનગર મહાનગરપાલિકા દ્વારા શ્રાવણી લોકમેળો શરૂ ગયો છે. મેયર બીનાબેન કોઠારીના હસ્તે ઉદ્ઘાટન  કરવામાં આવ્યું હતું. આ શ્રાવણી લોકમેળામાં વિવિધ પ્રકારની મશીન મનોરંજન રાઈડસ, ચિલ્ડ્રન માટેની રાઈડસ, વિવિધ પ્રકારના રમકડાના સ્ટોલ, જામનગરની સ્વાદપ્રિય જનતા માટે ફુડના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે.

જામનગરમાં શ્રાવણી લોકમેળાનું આયોજન
જામનગરમાં શ્રાવણી લોકમેળાનું આયોજન

જામનગરમાં શરૂ થયો જન્માષ્ટમી મેળો

જામનગર: દર વર્ષે શ્રાવણ મહિનામાં જામનગરમાં શ્રાવણી લોકમેળો યોજવામાં આવે છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા સાત રસ્તા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું વિધિવત ઉદ્ઘાટન શહેરના પ્રથમ નાગરિક મેયર બીનાબેન કોઠારીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દર વર્ષે શ્રાવણી મેળો શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શરૂ થતો હોય છે, જોકે આ વર્ષે પરફોર્મન્સ લાઇસન્સના હિસાબે મેળો મોડો શરૂ થયો છે.

મેયર બીનાબેન કોઠારીના હસ્તે ઉદ્ઘાટન

વિવિધ પ્રકારના સ્ટોલ: આ શ્રાવણી લોકમેળામાં વિવિધ પ્રકારની મશીન મનોરંજન રાઈડસ, ચિલ્ડ્રન માટેની રાઈડસ, વિવિધ પ્રકારના રમકડાના સ્ટોલ, જામનગરની સ્વાદપ્રિય જનતા માટે ફુડના સ્ટોલ તેમજ જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત UCD વિભાગના સ્વસહાય જૂથના બહેનો દ્વારા પણ હસ્તકલાના વિવિધ સ્ટોલમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. સુવાસીની સ્વસહાય જૂથના બહેનો દ્વારા ગાય માતાના ગૌમૂત્ર અને છાણમાંથી બનતી વિવિધ પ્રોડક્ટ, અગરબત્તી, ઇકો ફ્રેન્ડલી ગણપતિ અને ઘર સુશોભનની વિવિધ વસ્તુઓનું વેચાણ પણ અહીં કરવામાં આવી રહ્યું છે.

રાઈડ્સની મોજ માણી:મેળાની શરૂઆત થતા જ જામનગરના સાંસદ પૂનમ માડમ, જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી તેમજ ભાજપના તમામ કોર્પોરેટરે રાઈડ્સમાં બેસી મેળાની મોજ માણી હતી. મનપાના સર્વે પદાધિકારીઓ અધિકારીઓ સાંસદ ધારાસભ્યો લોકમેળાની વિવિધ રાઈટ્સમાં ઉત્સાહભેર જોડાયા હતા. આજ રોજ યોજાયેલા મેળામાં સાંસદ પૂનમબેન લોકોને આ લોકમેળાની મોજણી કરવા આવાહન કર્યું હતું.

કોણ ઉપસ્થિત રહ્યા: આ કાર્યક્રમમાં શહેર મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી ,સાંસદ પૂનમબેન માડમ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા, એસ્ટેટ વિભાગના અધિકારી મુકેશભાઈ વરનવા, આસિસ્ટન્ટ કમિશનર કોમલબેન પટેલ સહિત તમામ મ્યુનિસિપલ સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

  1. Somnath Mahadev: સોમનાથ મહાદેવને ગંગા દર્શન શણગારથી કરાયા શોભાયમાન, શિવ ભક્તોએ કર્યા મા ગંગાની સાથે મહાદેવના દર્શન
  2. Shravan 2023 : પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવને ફળ, ફૂલ અને દ્રવ્યથી પૂજાનું છે મહત્વ, કાળો ધતુરો મહાદેવને અતિપ્રિય
Last Updated :Aug 27, 2023, 12:17 PM IST

ABOUT THE AUTHOR

...view details