ગુજરાત

gujarat

PGVCL raids in Jamnagar: ત્રીજા દિવસે ચેકીંગમાં 20.80 લાખની વીજ ચોરી ઝડપાઇ

By

Published : Dec 1, 2021, 8:44 PM IST

જામનગરના અનેક વિસ્તારોમાં વીજ ચોરીનું (PGVCL raids in Jamnagar)દુષણ ફુલયુફાલ્યું છે. જેને અટકાવવા જામનગરમાં આજે સતત ત્રીજા દિવસે પણ વીજ તંત્રની 35 ટુકડીઓ દ્વારા શહેરના જુદાજુદા વિસ્તારોમાં વીજ ચેકીંગ ઝુંબેશ (Jamnagar power checking campaign)હાથ ધરાઈ હતી. આજે ચેકીંગ દરમિયાન રૂ.20.80 લાખની પાવરચોરી ઝડપાઇ હતી.

PGVCL raids in Jamnagar: ત્રીજા દિવસે ચેકીંગમાં 20.80 લાખની વીજ ચોરી ઝડપાઇ
PGVCL raids in Jamnagar: ત્રીજા દિવસે ચેકીંગમાં 20.80 લાખની વીજ ચોરી ઝડપાઇ

  • જામનગરમાં PGVCLના સતત ત્રીજા દિવસે દરોડા
  • શહેરમાંથી 20.80 લાખની વીજ ચોરી ઝડપાઇ
  • વિવિધ વિસ્તારમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરાઈ

જામનગરઃ શહેરના અનેક વિસ્તારોમાં બરોબારથી વીજ જોડાણ મેળવી અને લંગરિયા નાખી વ્યાપક વીજ ચોરી કરી વીજ તંત્રને(PGVCL raids in Jamnagar ) ધુમ્બો મારવમાં આવતો હોવાની આશંકાને પગલે આજે સતત ત્રીજા દિવસે ચંપતા પોલીસ બંદોબસ્ત સાથે વીજ તંત્રની 35 ટીમો દ્વારા જામનગરના અનેક વિસ્તારમાં ચેકીંગ ઝુંબેશ (Jamnagar power checking campaign)હાથ ધરવામાં આવી હતી. જેને પગલે વીજ ચોરી કરનાર અસામીઓમાં ફફડાટ મચી જવા પમ્યો હતો.

હાપા અને પટેલ કોલોનીમાં વીજ ચેકીંગ

જામનગરના અનેક વિસ્તારોમાં વીજ ચોરીનું દુષણ ફુલયુફાલ્યું છે. જેને અટકાવવા જામનગરમાં આજે સતત ત્રીજા દિવસે (PGVCL raids in Jamnagar) પણ વીજ તંત્રની 35 ટુકડીઓ દ્વારા શહેરના જુદાજુદા વિસ્તારોમાં વિજચેકીંગ ઝુંબેશ હાથ ધરાઈ હતી. જામનગરમાં PGVCL ( Paschim Gujarat Vij Company Ltd ) ના અધિક્ષક ઇજનેર સી.કે. પટેલની સૂચનાથી શહેર અને જિલ્લામાં કોર્પોરેટ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. જેમાં આજે બુધવારે વીજ તંત્રની 35 ટીમો જામનગર સર્કલ હેઠળ આવતા પટેલ કોલોની, હાપા સહિતના વિસ્તાર હેઠળ આવતા જામનગર શહેરના બેડી, થારી, બેડી બંદર રોડ,ધરારનગર, સચાણા, બાલાચડી ગામ સહિતના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ચેકીંગ દરમિયાન રૂ.20.80 લાખની વીજ ચોરી ઝડપાઇ

મહત્વનું છે કે વીજ ચેકીંગ દરમિયાન કોઈ અણબનાવ ન બને તે માટે 19 જેટલા સ્થાનિક પોલીસ અને 14 જેટલા એસઆરપી જવાનોને સાથે રાખવામાં આવ્યા હતા.આ ઉપરાંત ચેકીંગની કામગીરીનું રેકોર્ડીંગ કરવા માટે 4 વિડીયો ગ્રાફરને પણ સાથે રાખવામાં આવ્યા હતા. આજે ચેકીંગ દરમિયાન રૂ.20.80 લાખની પાવરચોરી ઝડપાઇ હતી.

આ પણ વાંચોઃવડોદરા આયુર્વેદિક સિરપની આડમાં નશાનો સામાન સપ્લાય કરતી ફેક્ટરી પર PCB ના દરોડા

આ પણ વાંચોઃStartup Fair in Ahmedabad: વિદ્યાર્થીઓએ બનાવેલાં ઈ-વ્હિકલ અને ટ્રેડમિલ ડિસ્પ્લે થયાં, પ્રતિસાદ કેવો રહ્યો જાણો

ABOUT THE AUTHOR

...view details