ગુજરાત

gujarat

Jamnagar News: પોલીસ પણ માથું ખંજવાળતી થઈ ગઈ, બુટલેગરોએ આઇસરમાં બનાવ્યું ચોરખાનું

By

Published : Jul 5, 2023, 10:35 AM IST

બુટલેગરોએ આઇસર ગાડીમાં ચોરખાનું બનાવ્યું હતું. જેમાં વિદેશી દારૂનો જથ્થો ઝડ઼પાયો હોવાનું સામે આવ્યું છે. અંદર ચોરખાનામાં સંતાડેલી 277 નંગ ઇંગ્લિશ દારની બાટલી અને 208 નંગ ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે દારૂ બિયરનો જથ્થો અને વાહન સહિત 436000ની માલમત્તા કબજે કરી છે. જયારે વાહનના ચાલક મૂળ પોરબંદરના નાગકા ગામના વતની રાજુભાઈ અમરાભાઇ કોડીયાતરની અટકાયત કરી લીધી છે.

બુટલેગરોએ આઇસર ગાડીમાં બનાવ્યું ચોરખાનું
બુટલેગરોએ આઇસર ગાડીમાં બનાવ્યું ચોરખાનું

બુટલેગરોએ આઇસર ગાડીમાં બનાવ્યું ચોરખાનું

જામનગર: બુટલેગરોએ આઇસર ગાડીમાં ચોરખાનું બનાવ્યું હોવાનું સામે આવ્યું છે. વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી. જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસેથી એક વાહનમાં ચોર ખાનું બનાવીને તેમાં દારુ અને બિયરનો જથ્થો જામનગર શહેરમાં ઘુસાડવામાં આવી રહ્યો છે.

કોડીયાતરની અટકાયત:જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન જીજે -25 યું 0144 નંબરનું અશોક લેલેન્ડ માલવાહક વાહન ત્યાંથી પસાર થતાં પોલીસે અટકાવ્યું હતું. તેની તલાશી લીધી હતી. જો કે સૌપ્રથમ વાહન ખાલી ખમ જણાયું હતું.પરંતુ પોલીસને મળેલી બાતમી ના આધારે વાહનની નંબર પ્લેટ ખોલાવી અને તેની પાછળ પતરા ની આડસ મુકાયેલી હતી. જે ખોલાવીને ચોર ખાના ને ખોલી દેવાયું હતું. અંદર ચોરખાનામાં સંતાડેલી 277 નંગ ઇંગ્લિશ દારની બાટલી અને 208 નંગ ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે દારૂ બિયરનો જથ્થો અને વાહન સહિત ચાર લાખ છત્રીસ હજારની માલમતા કબજે કરી છે. જયારે વાહનના ચાલક મૂળ પોરબંદરના નાગકા ગામના વતની રાજુભાઈ અમરાભાઇ કોડીયાતરની અટકાયત કરી લીધી છે.

"આ બુટલેગર હોય નવી ટ્રિક અપનાવી હતી.આઇસર ગાડીમાં ચોરખાનું બનાવ્યું હતું જેમાં 200 થી વધુ વિદેશી દારૂની બોટલો અને 200 જેટલી બીયરની બોટલો સંતાડી હતી. જેની બાતમી એલસીબીના કોન્સ્ટેબલને મળતા તેમણે આઇસર ગાડી રોકી અને તેની તપાસ કરતા સમગ્ર દારૂ પ્રકરણ નો પડદાફાશ થયો છે"-- ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ

બુટલેગરો સામે તવાઈ:પોલીસ પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂ બિયરનો જથ્થો જામનગરના દરેડ વિસ્તારમાં રહેતા આલુભાઇ રબારીએ મંગાવ્યો હોવાનું જયારે ભાણવડ તાલુકાના પાછતરડી ગામના મેરૂભાઈ રામાભાઈ નામના બુટલેગરે સપ્લાય કર્યો હોવાથી પોલીસે તે બંનેને ફરારી જાહેર કર્યા છે શોધ હાથ ધરી છે. ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવી ટ્રીક અપનાવતા હોય છે.ધોળા દિવસે ગુજરાતના વિવિધ શહેરોમાં વિદેશી દારૂ ટ્રક મારફતે અથવા તો અન્ય સાધનો મારફતે લાવવામાં આવી રહ્યા છે. જોકે પોલીસ દ્વારા મોટાભાગે વાહનો ચેકિંગ કરવામાં આવતા હોય છે. પોલીસને મળતી બાતમીના આધારે પણ આ બુટલેગરો સામે તવાઈ કરવામાં આવતી હોય છે.

  1. Jamnagar News: પીવાનું પાણી પુરાતો રણજીતસાગર ડેમ છલાકાયો, સેલ્ફી નહીં પાડી શકો
  2. Jamnagar Monsoon Update : અનરાધાર વરસાદના પગલે જામનગર પથંક જળબંબાકાર

ABOUT THE AUTHOR

...view details