ETV Bharat / state

Jamnagar News: પીવાનું પાણી પુરાતો રણજીતસાગર ડેમ છલાકાયો, સેલ્ફી નહીં પાડી શકો

author img

By

Published : Jul 3, 2023, 9:42 AM IST

જામનગર શહેરને પીવાનુ પાણી પુરાતો ડેમ રણજીત સાગર છલાકલો
જામનગર શહેરને પીવાનુ પાણી પુરાતો ડેમ રણજીત સાગર છલાકલો

જામનગરની જીવાદોરી સમાન ગણાતો રણજીતસાગર ડેમ ઓટલો થયો છે. જામનગર પંથકમાં 13 ઇંચ જેટલો વરસાદ થાપ થયો છે. જેના કારણે મોટાભાગના જળાશયોમાં નવા નીર આવ્યા છે. ચારથી પાંચ જેટલા ડેમો ઓવરફ્લો થયા છે.

જામનગર શહેરને પીવાનુ પાણી પુરાતો ડેમ રણજીત સાગર છલાકલો

જામનગર: રાજાશાહી વખતથી બનેલો રણજીતસાગર ડેમ જામનગર વાસીઓની પ્યાસ બુજાવે છે. ત્રણ મહિના ચાલે એટલું રણજીતસાગર ડેમમાં પાણી આવી ગયું છે. ભારે વરસાદ પડવાના કારણે એક જ રાતમાં 10 ફૂટ જેટલું પાણી રણજીસાગર ડેમમાં ભરાયું છે. રણજીતસાગર ડેમ 27 ફૂટની ઊંચાઈથી ઓવર ફ્લો થાય છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં નદીઓ ગાંધી હતી અને વેચાણ વાળા વિસ્તારના તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

સેલ્ફી લેવાની મનાઈ: જામનગર જિલ્લા કલેકટર દ્વારા રણજીતસાગર ડેમ પર સેલ્ફી લેવાની મનાઈ ફરવામાં આવી છે. કારણ કે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.સેલ્ફીની સાથે-સાથે રણજીસાગર ડેમમાં નાહવાની પણ મનાઈ કરવામાં આવી છે.વરસાદ પડવાના કારણે મોટાભાગના જામનગર વાસીઓ રવિવારના દિવસ હોવાના કારણે આજે રણજીતસાગર ડેમ ખાતે પહોંચ્યા હતા. તેના કારણે અહીં લોકોની ભારે એકઠી થઈ હતી. તેમજ લોકો સેલ્ફી ન લઈ શકે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

રણજીતસાગર ડેમ ઓવરફ્લો : ગત વર્ષે પણ ભારે વરસાદ પડવાના કારણે જામનગરના જીવાદોરી સમાન ગણાતા રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયો હતો. તો આ વર્ષે પણ સારો વરસાદ પડશે ત્યારે ડેમ ઓવરફ્લો થશે તેવી શહેરીજનો આશા રાખી રહ્યા છે, કારણ કે રણજીતસાગર ડેમ ઓવરફ્લો થાય તો અને ગામડાઓને પીવાનું પાણી મળી રહે છે અને શહેરીજનોને તમામ ઋતુમાં રણજીતસાગર ડેમ પીવાનું પાણી પૂરું પાડે છે.

રણજીતસાગર ડેમમાં મૃત માછલા : જામનગરની જીવાદોરી સમાન ગણાતા રણજીતસાગરમાં ડેમમાં હજુ પણ મૃતક માછલાઓ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા મૃત અવસ્થામાં મળેલા માછલાઓ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. વાવાઝોડા બાદ રણજીતસાગર ડેમમાં એકાએક માછલાઓ મૃત્યુ પામી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર મોટી સંખ્યામાં મૃત અવસ્થામાં આ માછલા કાંઠે તણાઈ આવે છે અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા સાધનમાં ભરી અને અહીંથી દૂર લઈ જવામાં આવે છે.

  1. Jamnagar Monsoon Update : અનરાધાર વરસાદના પગલે જામનગર પથંક જળબંબાકાર
  2. Jamnagar Rain : જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમમાં નવા નીરની આવક શરૂ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.