ગુજરાત

gujarat

જામનગરમાં કોંગ્રેસે કોરોનામાં અવસાન પામેલ લોકો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો

By

Published : Jun 8, 2021, 7:14 AM IST

જામનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા કોરોનામાં મોત થયેલા લોકો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રદ્ધાંજલિ કાર્યક્રમ
શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

  • કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો
  • લીમડાલાઈન કાર્યાલય ખાતે સોમવારે 11 વાગ્યે કાર્યક્રમ યોજ્યો
  • કોંગ્રેસ દ્વારા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું

જામનગર :કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેરમાં લીમડાલાઈન કાર્યાલય ખાતે સોમવારે 11 વાગ્યે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોરોનાકાળમાં જામનગર જિલ્લામાં અનેક કોરોનાના દર્દીઓના મોત થયા છે. કોરોનાકાળમાં લોકડાઉન હોવાથી લોકોના ઘરે સાંત્વના આપવા જઈ શકાતું નથી.

શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

આ પણ વાંચો : જામનગરમાં એસટી વિભાગ દ્વારા કોરોનામા મૃત્યુ પામેલા કર્મચારીઓને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ ઉપસ્થિત રહ્યા

જિલ્લા અને શહેર કોંગ્રેસના સંયુક્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ ઉપસ્થિત રહ્યા હતા અને શહેર પ્રમુખ દિગુભા તેમજ જિલ્લા પ્રમુખ જીવણભાઇ પણ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

જી. જી. હોસ્પિટલ બ્લડબેંકના સ્ટાફ દ્વારા સમગ્ર બ્લડ કેમ્પનું આયોજન

કોરોનાના કેસ જામનગર જિલ્લામાં નોંધાઈ રહ્યા છે. જોકે, કોરોનાના દર્દીઓને રક્તની જરૂર પડતી હોય ત્યારે કોંગ્રેસ દ્વારા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરની જી. જી. હોસ્પિટલ બ્લડબેંકના સ્ટાફ દ્વારા સમગ્ર બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

આ પણ વાંચો : પાટણ ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલને અને કનોડિયા બેલડીને શ્રદ્ધાંજલિ અપાઈ

કોરોનામાં અવસાન પામેલા લોકોને શ્રધાંજલિ અર્પી

કોંગ્રેસના કાર્યકરોએ બે મિનિટનું મૌન પાળીને કોરોનામાં અવસાન પામેલા લોકોને શ્રધાંજલિ અર્પી હતી અને બાદમાં રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details