ગુજરાત

gujarat

Ganesh Chaturthi in Jamnagar : આયુર્વેદિક યુનિવર્સિટીમાં આયુર્વેદ કા રાજાનું સ્થાપન, વિદેશી વિદ્યાર્થી પણ ભક્તિમાં બન્યાં લીન

By ETV Bharat Gujarati Team

Published : Sep 19, 2023, 9:29 PM IST

જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીમાં દર વર્ષે ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. જામનગરની ખ્યાતનામ આયુર્વેદિક યુનિવર્સિટીમાં આયુર્વેદ કા રાજાની સ્થાપના કરવામાં આવી છે. અહીં ભણતાં વિદેશી વિદ્યાર્થીઓ શોભાયાત્રામાં જોડાયાં હતાં.

Ganesh Chaturthi in Jamnagar : આયુર્વેદિક યુનિવર્સિટીમાં આયુર્વેદ કા રાજાનું સ્થાપન, વિદેશી વિદ્યાર્થી પણ ભક્તિમાં બન્યાં લીન
Ganesh Chaturthi in Jamnagar : આયુર્વેદિક યુનિવર્સિટીમાં આયુર્વેદ કા રાજાનું સ્થાપન, વિદેશી વિદ્યાર્થી પણ ભક્તિમાં બન્યાં લીન

આયુર્વેદ કા રાજાની શૌભાયાત્રા

જામનગર : જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીમાં દર વર્ષે ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. આજરોજ સમગ્ર દેશમાં ગણપતિ ઉત્સવની શુભ શરૂઆત થઈ છે ત્યારે જામનગરની ખ્યાતનામ આયુર્વેદિક યુનિવર્સિટીમાં આયુર્વેદ કા રાજાની સ્થાપના કરવામાં આવી છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગણપતિ બાપાની પધરામણીની શોભાયાત્રામાં જોડાયા હતાં. આયુર્વેદિક યુનિવર્સિટીમાં 50 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યા છે જેમાંના મોટાભાગના વિદ્યાર્થીઓ ગણપતિ બાપાની સ્થાપનામાં જોડાયા હતાં. આ વિદ્યાર્થીઓ ડીજેના તાલે ઝૂમતાં નજરે પડ્યાં હતાં.

ગણપતિ બાપાની પધરામણીની શોભાયાત્રા : વહેલી સવારે જામનગરના ધનવંતરી ગ્રાઉન્ડ ખાતેથી આ ગણપતિ બાપાની પધરામણીની શોભાયાત્રા શરૂ થઇ હતી. જેમાં 300 જેટલા વિદ્યાર્થીઓ રંગેચંગે જોડાયા હતાં. આ વિદ્યાર્થીઓએ ગણપતિ બાપાની હરખભેર સ્થાપના કરી છે. ધન્વંતરી ગ્રાઉન્ડથી શરુ થયેલી ગણેશજીની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ડીજેના તાલે ઝૂમીને બાપાની પધરામણી કરાવી છે.

અલગ અલગ થીમ : જામનગર શહેરમાં દર વખતની જેમ બેડીના નાકે આવેલ કડીયા બજારમાં દગડુ શેઠ ગણપતિ સાર્વજનિક મંડળ દ્વારા વિવિધ અનોખા કાર્યક્રમો કરાય છે, આ વખતે ઇકો ફ્રેન્ડલી ગણપતી સમક્ષ 22 ફુટની બોલપેન દ્વારા શિક્ષણનો સંદેશ આપવામાં આવશે. દરિયાઇ રેતી, કંતાન, સફેદ કાપડ, પુઠા, વાંશ, સુતળી, દોરા, રંગીન પથ્થર, છીપલા, શંખલા દ્વારા ગણપતિજીની પ્રતિમા બનાવવામાં આવી રહી છે, આ ઉપરાંત એઇટ વન્ડરર્સ ગૃપ દ્વારા આ વખતે ચંદ્રયાન-3 મિશનની સફળતાને સાથે રાખીને 22 ફુટની બોલપેન બનાવવામાં આવી છે. અગાઉ 145 કીલોની ભાખરી, 1111 લાડુ, 51.6 ફુટની ગણપતિ, ગણેશજીની પેઇન્ટીંગ, સાત ધાનનો વિક્રમી ખીચડો, શહેરના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અને સાંજે પ્રસાદ વિતરણ પણ કરવામાં આવશે.

વિર્સજન માટે ચાર ઉંડા કુંડ બનાવવામાં આવ્યાં : જામનગર મહાપાલિકા દ્વારા ગણેશજીના વિર્સજન માટે હાપામાં તેમજ લાલપુર બાયપાસ ચોકડી પાસે વિશાળ ચાર ઉંડા કુંડ બનાવવામાં આવ્યા છે, જેમાં ગણેશજીનું વિર્સજન કરવામાં આવશે. ડીએમસી ભાવેશ જાનીએ લોકોને આ કુંડમાં વિર્સજન કરવા અપીલ કરી છે. આ ઉપરાંત પંચવટી નજીક શિવનંદન ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 17માં વર્ષે સતત આયોજન થઇ રહ્યું છે,

દરરોજના કાર્યક્રમ દરરોજ સવારે 8 વાગ્યે અને સાંજે 7:30 વાગ્યે આરતી અને લાડુનો પ્રસાદ, મંગળવાર તા. 19ના રોજ શોભાયાત્રા સવારે 8:30 વાગ્યે, ગણેશ સ્થાપના 11 વાગ્યે, તા.21 ના રોજ સાંજે 4 વાગ્યે સત્યનારાયણની કથા, તા.22 ના રોજ સાંજે 6 વાગ્યે અન્નકુટ (56 ભોગ), તા. 23 ના રોજ સવારે 9 વાગ્યે 1001 લાડુનો મહાયજ્ઞ અને બપોરે 12.30 વાગ્યે પૂર્ણાહુતિ તેમજ બપોરે 2 વાગ્યે ગણેશ વિર્સજન કરાશે. નવાનગર બેંકની બાજુમાં જય માતાજી ગૃપ પંચવટી દ્વારા દર વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

  1. Ganesh Chaturthi 2023 : નવસારીનું ઐતિહાસિક ગણેશ વડ મંદિર, જેના માટે ઔરંગઝેબે આપી જમીન દાન
  2. Ganesh Chaturthi 2023 : શું તમે જાણો છો ? સૌપ્રથમ ગણેશોત્સવની શરૂઆત પાટણમાં થઈ હતી, જુઓ 146 વર્ષ જૂની પરંપરા...
  3. Ganesh Chaturthi in Junagadh : જૂનાગઢનું અનોખું ઇગલ ગણપતિ મંદિર, દાનપેટી વગર ભક્તો કરે છે ગણપતિની પૂજા

ABOUT THE AUTHOR

...view details