ETV Bharat / state

Ganesh Chaturthi in Junagadh : જૂનાગઢનું અનોખું ઇગલ ગણપતિ મંદિર, દાનપેટી વગર ભક્તો કરે છે ગણપતિની પૂજા

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 19, 2023, 5:50 PM IST

Ganesh Chaturthi in Junagadh : જૂનાગઢનું અનોખું ઇગલ ગણપતિ મંદિર, દાનપેટી વગર ભક્તો કરે છે ગણપતિની પૂજા
Ganesh Chaturthi in Junagadh : જૂનાગઢનું અનોખું ઇગલ ગણપતિ મંદિર, દાનપેટી વગર ભક્તો કરે છે ગણપતિની પૂજા

ગણેશ ચતુર્થીના પાવન દિવસે જૂનાગઢના ઇગલ ગણપતિ મંદિરે દર્શનાર્થી ભક્તોની મોટી મોટી કતારો લાગી હતી. આ મંદિરમાં ગણપતિની મૂર્તિ સ્વયંભૂ પ્રગટેલી માનવામાં આવે છે અને અહીં કોઇપણ પ્રકારની દાનપેટી રાખવામાં આવતી નથી. ત્યારે ભગવાન ગણપતિના આશીર્વાદ મેળવી ભક્તો ધન્ય બની રહ્યાં છે.

ગણપતિની મૂર્તિ સ્વયંભૂ પ્રગટેલી માનવામાં આવે છે

જૂનાગઢ : આજે ગણેશ ચતુર્થીનું પાવન પર્વ છે ત્યારે જૂનાગઢમાં આવેલા ઇગલ ગણપતિ મંદિરોમાં અનોખું ધાર્મિક મહાત્મ્ય ધરાવે છે તેને યાદ કરી લઇએ. વર્ષો પૂર્વે અહીંથી ખોદકામ બાદ જમીનમાંથી પ્રગટેલી ગણપતિની મૂર્તિ મંદિર સ્વરૂપે પૂજાઈ રહી છે. મંદિરના સંચાલકો દ્વારા અહીં કોઈ પણ પ્રકારનું દાન ભેટ પૂજા સ્વીકારવામાં આવતી નથી. અહીંથી માત્ર ગણપતિના આશીર્વાદ પ્રાપ્ત કરીને સૌ ગણેશ ભક્તો ભાવવિભોર થાય છે.

આજે ગણેશ ચતુર્થીનું પાવન પર્વ : આજે ગણેશ ચતુર્થીનો તહેવાર ભારે ધામધૂમ અને ધાર્મિક આસ્થા તેમજ વિશ્વાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે જૂનાગઢમાં આવેલા ઇગલ ગણપતિ અનોખું ધાર્મિક મહત્વ ધરાવે છે. વર્ષો પહેલા અહીં કરવામાં આવેલા ખોદકામ બાદ જમીનમાંથી ગણપતિ મહારાજની પ્રતિમા પ્રાપ્ત થઈ હતી. ત્યારથી જમીનના માલિક દ્વારા અહીં ગણપતિ મહારાજનું મંદિર બનાવવામાં આવ્યું. જે ઇગલ ગણપતિ તરીકે સમગ્ર પંથકમાં ખૂબ જ ખ્યાતિ પામી ચૂક્યું છે. વહેલી સવારથી ગણેશ ચતુર્થીનો તહેવાર હોવાને કારણે ખૂબ મોટી સંખ્યામાં ભક્તોએ કતારબદ્ધ ઊભા રહીને ગણપતિ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે મંદિરે પહોંચ્યા હતાં અને સ્વયંભૂ ગણપતિ મહારાજના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી.

ઇગલ ગણપતિ સ્વયંભૂ જમીનમાંથી પ્રગટેલા ગણપતિ છે. જેથી અહીં મંદિરનું નિર્માણ કરાયું છે ત્યારથી સૌ ભક્તોને ગણપતિ દાદા દર્શન અને મનોકામના પૂરી કરી રહ્યા છે. પરંતુ મંદિરમાં આવનાર કોઈપણ ભક્ત પાસેથી દાન ભેટ પૂજા લેવામાં આવતી નથી. આ મંદિરની વિશેષ પરંપરા છે. આશિષભાઈ સેવક (ઇગલ ગણપતિ મંદિરના સેવાર્થી )

દાનપેટી વગરનું મંદિર : ઇગલ ગણપતિ મંદિર તમામ મંદિરોમાં સૌથી અલગ મંદિર તરીકે તરી આવે છે. અહીં ભક્તો ગણપતિ મહારાજના દર્શન કરીને વિઘ્નહર્તા દેવના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ મંદિરમાં એક પણ જગ્યાએ દાન પાત્ર રાખવામાં આવ્યું નથી. મંદિરમાં ઘણી જગ્યા પર દાન નહીં સ્વીકારવા બદલ માફ કરશો તેવી સૂચનાઓ પણ લગાવવામાં આવી છે. જે ભક્તો મંદિરમાં ગણપતિ દાદાને તેમની આસ્થા અનુસાર ભોગ કે પ્રસાદ ધરાવવા માટે આવે છે. તે પણ જે તે વ્યક્તિને ગણપતિ દાદાના ચરણોમાં રાખીને પરત આપવામાં આવે છે. જે પ્રસાદ લાવનાર વ્યક્તિની ઈચ્છા અનુસાર તે કોઈ પણ જગ્યા પર જઈને ગણપતિ દાદાના પ્રસાદ તરીકે તેનું વિતરણ કરે. આ પ્રકારની અલગ વ્યવસ્થા ધરાવતું જૂનાગઢનું ઇગલ ગણપતિ એકમાત્ર ગણપતિ મંદિર સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતમાં જોવા મળે છે.

ભગવાન ગણપતિના આશીર્વાદ મેળવી ભક્તો ધન્ય
ભગવાન ગણપતિના આશીર્વાદ મેળવી ભક્તો ધન્ય

આજે અનોખો સંયોગ : આજે અનોખો ત્રિવેણી સંગમ પણ સર્જાયો છે. ગણેશ ચતુર્થીનું પાવન પર્વ છે સાથે સાથે આજે અંગારકી ચોથ અને મંગળવારનો પવિત્ર દિવસ છે. ધર્મના ત્રિવેણી સંગમ સમાન સમયે આવેલી ગણેશ ચતુર્થીના દિવસે દુંદાળા દેવના દર્શન કરવાથી ખૂબ જ ધાર્મિક લાભ પણ પ્રાપ્ત થતો હોય છે. જેથી આ પ્રકારના ધાર્મિક ત્રિવેણી સંગમ સમાન અવસરે ગણપતિ મહારાજના દર્શન કરવાનું પણ ખૂબ જ મહત્વ જોડાયેલું છે.

ભક્તે આપ્યો પ્રતિભાવ : જ્યારથી ગણપતિ મંદિર બન્યું છે ત્યારથી સતત ઇગલ ગણપતિ દાદાના દર્શન કરવા માટે વર્ષાબેન લાઠીયા અચૂક આવે છે. વિઘ્નહર્તા દેવ પર તેમની અનન્ય શ્રદ્ધા અને વિશ્વાસ આજે તેમને ગણપતિ દાદાના દર્શન કરવા માટે અચૂકપણે ખેંચી લાવે છે. જેને ગણપતિના એક ચમત્કાર સમાન તેઓ માને છે.

  1. Angarki Chaturthi in Junagadh : જૂનાગઢમાં અંગારકી ચોથ નિમિત્તે ઈગલ ગણપતિ મંદિરમાં ભક્તોની ભીડ
  2. Ganesh festival 2023 : બપ્પાને પ્રિય છે આ પાંચ પ્રકારના મોદક, જાણો કયા
  3. ગુજરાતના ગણપતિ મંદિરો, જાણો કઈ રીતે થઈ તેની સ્થાપના અને કેમ થયા બપ્પા પ્રસન્ન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.