ગુજરાત

gujarat

જાલીયાદેવાણી શોકના સાગરમાં ડુબ્યું, જાડેજા પરિવારના હસતા ચહેરાં પર ફાટ્યું આભ

By

Published : Nov 1, 2022, 9:09 PM IST

મોરબીમાં 30 ઓક્ટોબર રવિવારના રોજ સાંજે 6.30 કલાકે મચ્છુ નદી પરનો કેબલ બ્રિજ (Morbi Hanging Bridge Tragedy) તૂટી પડતાં દુર્ઘટના સર્જાઈ હતી. મોરબીના કેબલ બ્રિજ પર 400થી વધુ લોકો ફરવા આવ્યા હતા. એટલે મોરબીવાસીઓ કેબલ બ્રિજ પર ફરવા માટે આવ્યા હતા. કેબલ બ્રિજની ક્ષમતા કરતાં વધુ લોકો બ્રિજ પર હતા. જેમાં જાલીયાદેવાણી ગામના જાડેજા પરિવારના 7 લોકો (Jadeja family of Jaliadevani village in Dhrol) મોરબીના ઝુલતા પુલ પર ગયા હતા. જે દુર્ઘટના ઘટી જેમાં સાત લોકોના મોત નીપજ્યા છે.

જાલીયાદેવાણી શોકના સાગરમાં ડુબ્યું, જાડેજા પરિવારના હસતા ચહેરાં પર ફાટ્યું આભ
જાલીયાદેવાણી શોકના સાગરમાં ડુબ્યું, જાડેજા પરિવારના હસતા ચહેરાં પર ફાટ્યું આભ

જામનગરમોરબીમાં મચ્છુ નદીના કિનારે કેબલ બ્રિજે રવિવારે 400થી વધારે વધુ લોકો ફરવા આવ્યા હતા. આ દરમિયાન અચાનક કેબલ બ્રિજ તૂટી પડ્તા (Morbi cable bridge accident) 135 લોકોના મોત થયા છે, જેમાં તો 56 બાળકો છે. સમગ્ર બચાવ કાર્ય લશ્કરી રીતે હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે 135 લોકોના મોત થયા છે. 17 વ્યક્તિઓ હાલમાં ઉપચાર મેળવી રહ્યા છે, જ્યારે 152 લોકોને સારવાર બાદ મુક્ત કરવામાં આવ્યા છે. લગભગ 2 લોકો ગુમ છે. શોધ અને બચાવ કાર્ય ચાલુ છે. મુખ્યપ્રધાન રાહત ફંડે (Chief Minister Relief Fund) મૃત્યુ પામેલા 135 લોકોના વારસદારોને 4 લાખ રૂપિયાની સહાય ચૂકવવાનું સમાપ્ત કર્યું છે. 1 અન્ય રાજ્યો (પશ્ચિમ બંગાળ)માં જન્મેલા લોકોના વારસદારોને ચકાસવા માટે પ્રક્રિયાગત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જાલીયાદેવાણી ગામના જાડેજા પરિવારમાં બાળકો સહિતના સાત લોકોના મૃત્યુ નિપજતા આખું ગામ હીબકે ચડ્યું છે

જાડેજા પરિવાર પર આભ ફાટવા જેવી સ્થિતિ મોરબી હોનારતમાં (Morbi Hanging Bridge Tragedy) ધ્રોલના જાલીયાદેવાણી ગામના જાડેજા પરિવાર (Jadeja family of Jaliadevani village in Dhrol) પર આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાઇ હતી. પરિવારના બાળકો સહિતના સાત લોકોના મૃત્યુ નિપજતા આખું ગામ હીબકે ચડ્યું છે અને કોણ કોને છાનું રાખે? એવી ગમગીની છવાઇ ગઇ હતી, આજે જાલીયાદેવાણી ગામે સજ્જડ બંધ પાડીને જાડેજા પરિવારના સાત હતભાગીના સામુહિક અંતિમ સંસ્કાર કરવામાં આવતા ચિતામાંથી દુ:ખનો ચીતકાર ઉઠ્યો હતો. આ અંગેની હ્યદયદ્વાવક તસ્વીરોમાં સળગતી ચિતા, સ્મશાન ખાતે એકત્ર થયેલા ગ્રામજનો, વાહનોમાં લાવવામાં આવેલા મૃત્તદેહો તેમજ દુર્ઘટનામાં મોતને ભેટેલા બાળકો સમગ્ર ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.

જાલીયાદેવાણી ગામ હિબકે ચડ્યુંજાલીયાદેવાણી ગામના જાડેજા પરિવારના 7 લોકો મોરબીના ઝુલતા પુલ પર ગયા હતા. અહીં જે દુર્ઘટના ઘટી જેમાં સાત લોકોના મોત નીપજ્યા છે. તહેવાર બાદ લોકો જુદી જુદી જગ્યાએ ફરવા (Cable Bridge over Machu River) માટે જતા હોય છે. જાડેજા પરિવાર મોરબીમાં ફરવા ગયો હતો. આ ઘટનામાં જીવ ગુમાવ્યા છે. જાલીયાદેવાણી ગામ હિબકે ચડ્યું હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે. 7 શબને ટેક્ટરની ટોલીમાં શમશાન ખાતે લઈ જવાયા હતા અને બાદમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે

ABOUT THE AUTHOR

...view details