ETV Bharat / state

મોરબી બ્રિજ દુર્ઘટનામાં પરિવાર સામે સુરેન્દ્રનગરના 2 લોકોના મોત, 6 મહિના પહેલા થયા હતા લગ્ન

author img

By

Published : Nov 1, 2022, 4:18 PM IST

Updated : Nov 16, 2022, 12:24 PM IST

મોરબીમાં ઝૂલતા પૂલ (Morbi Bridge Collapse) તૂટવાની દુર્ઘટનામાં સુરેન્દ્રનગરના પરિવારના જમાઈ અને સાળાનું મોત (Surendranagar Family death) થયું હતું. હજી તો 6 મહિના પહેલાં જ પ્રભુતામાં પગલા પાડનારી યુવતીની નજર સામે જ પતિ અને નણંદોઈ પાણીમાં ગરકાવ થઈ જતા પરિવાર આઘાતમાં જોવા મળી રહ્યો છે.

મોરબી બ્રિજ દુર્ઘટનામાં પરિવાર સામે સુરેન્દ્રનગરના 2 લોકોના મોત, 6 મહિના પહેલા થયા હતા લગ્ન
મોરબી બ્રિજ દુર્ઘટનામાં પરિવાર સામે સુરેન્દ્રનગરના 2 લોકોના મોત, 6 મહિના પહેલા થયા હતા લગ્ન

સુરેન્દ્રનગર મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી જવાના (Morbi Bridge Collapse) કારણે 130થી વધુ લોકોના મૃત્યુ થયા છે. ત્યારે આ દુર્ઘટનામાં સુરેન્દ્રનગરના એક પરિવારના જમાઈ અને સાળાનું પણ મોત થયું (Surendranagar Family death) હતું. અહીં વઢવાણ રોડ પર રહેતા યુવક અને તેના બનેવીનું મોત થતાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. હજી તો 6 માસ પહેલા જ યુવકના લગ્ન થયાં હતા અને બહેનના ઘરે ફરવા ગયાં હતાં, જ્યાં બહેન અને પત્નિની નજર સામે જ યુવક અને તેના બનેવીનું મોત થતાં પરિવારજનો પર આભ તુટી પડ્યું છે.

ભાણેજ ડરતો હોવાથી મૃતકના બહેન અને પત્ની પૂલની બહાર ઊભા હતાં

ભાણેજ ડરતો હોવાથી મૃતકના બહેન અને પત્ની પૂલની બહાર ઊભા હતાં વઢવાણ રોડ પર શક્તિનગર વિસ્તારમાં (Shaktinagar Surendranagar) રહેતા આનંદભાઈ મનસુખભાઈ સિંધવના લગ્ન 6 મહિના પહેલા જીનલબેન સાથે થય‍ાં હતાં. આનંદભાઈના બહેન નિરૂપમાબેન રાહુલભાઈ વાઘેલા મોરબી રહેતા હોવાથી આનંદભાઇ અને તેમના પત્નિ જીનલબેન નવા વર્ષમાં મોરબી બહેનને મળવા ગયાં હતાં. અહીંથી જ્યાંથી સાંજે બહેન બનેવી સાથે પ્રથમ મોરબી મણીમંદીર અને ત્યારબાદ ઝુલતા પૂલ પર ફરવા ગયાં હતાં. તમામ લોકો ઝૂલતા પુલ પર જવાના હતા, પરંતુ આનંદભાઈનો ભાણેજ નાનો હોવાથી તેને ઝૂલતા પૂલ (Morbi Bridge Collapse) પર ડર લાગતો હતો. એટલે આનંદભાઈના બહેન નિરૂપમાબેન અને તેમનાં પત્ની જીનલ ભાણેજ સાથે નીચે ઉભા હતાં.

આંખોની સામે પરિવારને મોતના મુખમાં જતા જોયો જ્યારે આનંદભાઈ અને તેમના બનેવી રાહુલભાઇ વાઘેલા ઝૂલતા પૂલ પર ગય‍ા હતાં. ત્યારે આ દૂર્ઘટના સર્જાતા પળવારમાં જ જીનલબેન અને નિરૂપમાબેન બંન્નેની નજર સામે તેમના પતિ પાણીમાં ગરકાવ થઇ ગય‍ાં હતાં. તો પૂલ (Morbi Bridge Collapse) તૂટવાની ઘટના અંગે તેમણે તાત્કાલિક સુરેન્દ્રનગર પરિવારજનોને (Surendranagar Family death) જાણ કરતા સુરેન્દ્રનગરથી પરિવારજનો મોરબી દોડી ગય‍ાં હતાં, જ્યાં રાત્રિના લગભગ 2 વાગ્યે સાળા બનેવી બંનેના મૃતદેહો મળી આવ્યા હતાં. એક જ પરિવારમાં બે યુવાનોના મોત થતાં પરિવારજનો સહીત સમગ્ર સમાજમાં શોકની લાગણી ફેલાઇ છે. ત્યારે દુર્ઘટના માટે દોષિતોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી પરિવારજનોની માંગ છે.

Last Updated :Nov 16, 2022, 12:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.