ગુજરાત

gujarat

Somnath News : CMએ સૌરાષ્ટ્ર અને તમિલનાડુની ધરોહર બાંધણીથી બનેલી પાઘ સોમનાથ મહાદેવને અર્પણ કરી

By

Published : Apr 26, 2023, 8:17 PM IST

સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં દસ દિવસથી ચાલી રહેલા સૌરાષ્ટ્ર તમિળ સંગમમ કાર્યક્રમ આજે સંપન્ન કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સોમનાથ આવેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મહાદેવને ખૂબ જ વિશેષ એવી પાઘ અર્પણ કરી હતી.

Somnath News : સીએમે સૌરાષ્ટ્ર અને તમિલનાડુની ધરોહર બાંધણીથી બનેલી પાઘ સોમનાથ મહાદેવને અર્પણ કરી
Somnath News : સીએમે સૌરાષ્ટ્ર અને તમિલનાડુની ધરોહર બાંધણીથી બનેલી પાઘ સોમનાથ મહાદેવને અર્પણ કરી

તમિલનાડુની ડીડીગુલ અને ગુજરાતની બાંધણી સાડીથી બની પાઘ

સોમનાથ: સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ આજે વિવિધ રીતે વડાપ્રધાન મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં પૂર્ણ થયો છે ત્યારે સૌરાષ્ટ્ર અને તમિલ સંસ્કૃતિની ધરોહર સમાન તમિલનાડુની ડીડીગુલ અને ગુજરાતની બાંધણી સાડીથી બનાવાયેલી નૂતન પાઘ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મહાદેવને અર્પણ કરીને તમિલ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમની સંસ્કૃતિ સોમેશ્વર મહાદેવને અર્પણ કરીને પૂર્ણાહુતિ કરી હતી.

સૌરાષ્ટ્ર અને તમિલ સંસ્કૃતિની ધરોહર મહાદેવને કરાઈ અર્પણ : સોમનાથ ખાતે પાછલા દસ દિવસથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ ચાલી રહ્યો હતો જેની આજે વડાપ્રધાન મોદીની વર્ચ્યુઅલ હાજરીની વચ્ચે પૂર્ણાહુતિ થઈ છે. ત્યારે સમગ્ર કાર્યક્રમની વિશેષ ઓળખ સોમેશ્વર મહાદેવને પાઘના રૂપમાં અર્પણ કરાઈ હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રધાન મનુભાઈ બેરા સહિત અધિકારીઓની હાજરીની વચ્ચે સોમનાથ મહાદેવ સમક્ષ નૂતન પાઘની ધાર્મિક વિધિ વિધાન સાથે પૂજન કરીને વિધિવત રીતે સોમનાથ મહાદેવને અર્પણ કરાઈ હતી

આ પણ વાંચો: STSangamam Concludes : પદ્મશ્રી હીરબાઈ લોબીએ પીએમ મોદી સમક્ષ રાખી તમિલ સૌરાષ્ટ્ર સંગમની વાત

પાઘમાં ગુજરાત અને તમિલનાડુનું વસ્ત્ર : આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જે નૂતન પાઘ સોમનાથ મહાદેવને અર્પણ કરી છે તેમાં પણ સૌરાષ્ટ્ર અને તમિલનાડુની સંસ્કૃતિના દર્શન થાય છે. તમિલનાડુની પ્રખ્યાત ડીડીગુલ કોટન સાડી અને જામનગરની પ્રખ્યાત બાંધણીનો ઉપયોગ કરીને પ્રથમ વખત બનાવાયેલી વિશેષ પાઘ સોમનાથ મહાદેવને અર્પણ કરાઈ હતી.

આ પણ વાંચો: ST Sangamam : સંગમ કાર્યક્રમની યાદમાં આવનારી પેઢી માટે 113 સંસ્કૃત શ્લોક બુકનું વિમોચન

કેવી છે સોમનાથ મહાદેવને અર્પણ પાઘ : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જે નૂતન પાઘ સોમનાથ મહાદેવને અર્પણ કરી છે તેમાં લાલ અને પીળા રંગની ડીડીગુલ સાડી બે દિવસમાં તૈયાર થઈ છે. તેમજ લીલા રંગની પ્રખ્યાત જામનગરની બાંધણી વડે આ વિશેષ પાઘ તૈયાર કરાઈ હતી. જે સોમનાથ મહાદેવને સૌરાષ્ટ્ર અને તમિલનાડુની સંસ્કૃતિના ભાગરૂપે અર્પણ કરાઈ હતી. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ સહભાગી બન્યા હતાં.

બંને સંસ્કૃતિના સંગમ સમી પાઘ : સોમનાથ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર તમિલ સંગમમના સમાપન સમારોહના અતિથિ વિશેષ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હાજરી આપી હતી. તેમણે આ સંગમમને એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ અવસર ગણાવી હતી. સાથે ગુજરાતની સંસ્કૃતિ અને પ્રણાલીને જાળવી રાખી દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા સૌરાષ્ટ્રિયન તમિલવાસીઓને તેમના પૂર્વજોના વતનમાં લાવીને-ગુજરાતમાં સ્વાગત સન્માન આતિથ્યભાવ આપીને બે રાજ્યો વચ્ચેના સાંસ્કૃતિક અનુબંધને ઉજાગર કર્યું છે.જે ભારતની એકતા માટે ગૌરવશાળી અવસર છે. 1200 વર્ષ પહેલા આક્રાંતાઓના આક્રમણથી સંસ્કૃતિ બચાવવા ગુજરાતમાંથી તમિલનાડુ વસેલા લોકોને પોતાના બાંધવો ગણીને તમિલનાડુવાસીઓએ આશ્રય આપ્યો અને આ મૂળ સૌરાષ્ટ્રના લોકોએ સદીઓ પછી પણ ગુજરાતની કલા સંસ્કૃતિ અને પ્રણાલી જાળવી રાખી ગુજરાતની ખમીરતાના પણ દર્શન કરાવ્યા છે તેમ સગૌરવ જણાવ્યું હતું. તમિલનાડુ અને ગુજરાતના સદીઓ જૂના સંબંધો સૌરાષ્ટ્ર તમિલ સંગમથી વધુ મજબૂત બન્યા છે. ત્યારે તેમણે બંને સંસ્કૃતિના સંગમ સમી પાઘ સોમનાથ મહાદેવને અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details