ETV Bharat / state

ST Sangamam : સંગમ કાર્યક્રમની યાદમાં આવનારી પેઢી માટે 113 સંસ્કૃત શ્લોક બુકનું વિમોચન

author img

By

Published : Apr 25, 2023, 8:40 PM IST

સોમનાથમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમની યાદમાં શ્લોકની બુક તૈયાર કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. આવનારી પેઢી બે રાજ્યની પરંપરા જાળવી શકે તે માટે સંસ્કૃત શ્લોક બુકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 113 જેટલા સંસ્કૃત શ્લોકની બુકનું વિમોચન લગભગ કાલે થઈ શકે છે.

ST Sangamam : સંગમ કાર્યક્રમની યાદમાં આવનારી પેઢી માટે 113 સંસ્કૃત શ્લોક બુકનું વિમોચન
ST Sangamam : સંગમ કાર્યક્રમની યાદમાં આવનારી પેઢી માટે 113 સંસ્કૃત શ્લોક બુકનું વિમોચન

આવતીકાલે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમની સંસ્કૃત શ્લોક બુકનું થશે લોકાર્પણ

ગીર સોમનાથ : સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમની યાદ સાહિત્ય અને દસ્તાવેજના રૂપમાં રહે તે માટે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના અધ્યાપકો અને સંસ્કૃત ભાષાના કવિઓ દ્વારા 113 જેટલા શ્લોકની બુક તૈયાર કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. જેમાં સંસ્કૃતની સાથે તમામ શ્લોકોનું હિન્દીમાં અનુવાદ કરાશે. જેનું આવતીકાલે લોકાર્પણ થવાની શક્યતાઓ છે. શ્લોક બુકને લઈને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ ડો લલિતકુમાર પટેલે સમગ્ર વાત કરી હતી.

આ પણ વાંચો : ST Sangamam : સંગમ કાર્યક્રમમાં સ્મૃતિ ઈરાનીના જવાબથી હાસ્યનું મોજું ફરી વળ્યું

તમિલ સંગમ સાહિત્ય સંસ્કૃત ભાષામાં રખાશે યાદ : સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન થયું છે, પાછલા આઠ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને તમિલનાડુની ધાર્મિક સામાજિક અને પારિવારિક સંસ્કૃતિનું મિલન થઈ રહ્યું છે, ત્યારે સોમનાથ ખાતે આયોજિત આ કાર્યક્રમની યાદ સદાય સાહિત્ય અને દસ્તાવેજના રૂપમાં કાયમ રહે તે માટે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી કામ કરી રહી છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના અધ્યાપકો અને સંસ્કૃત ભાષાના મૂર્ધન્ય કવિઓ દ્વારા સમગ્ર કાર્યક્રમને લઈને 113 જેટલા શ્લોકોની રચના કરવામાં આવી છે. જેનું દસ્તાવેજી કરણ કરવામાં આવશે તમામ શ્લોકને હિન્દી ભાષામાં અનુવાદ કરીને તેને કાર્યક્રમની યાદના ભાગરૂપે દસ્તાવેજમાં સાચવવાની કામગીરી પૂર્ણતા તરફ આગળ વધી રહી છે.

આ પણ વાંચો : ST Sangamam : સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ પૂર્ણતા તરફ, સંઘવીએ પ્રવાસીઓને પુષ્પથી આવકાર્યા

બુકનું વિમોચન : વર્ષ 2005માં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના રાજ્યના વડાપ્રધાન પદે રહેલા નરેન્દ્ર મોદીના મુખ્યપ્રધાન કાર્યકાળમાં થઈ હતી. સંસ્કૃતિ યુનિવર્સિટી સ્થાપવા પાછળનું એકમાત્ર કારણ શાસ્ત્રોનો વિકાસ થાય અને ભારતનું પ્રાચીન શાસ્ત્ર લોકોને જાણવા જોવા સમજવા માટે મળી રહે તે માટે કરવામાં આવી હતી. સંસ્કૃત યુનિવર્સિટીને આજે સંસ્કૃત સાહિત્યના પર્યાય તરીકે જોવામાં આવી રહી છે, ત્યારે આવતીકાલે તમિલ સંગમ કાર્યક્રમની યાદના રૂપમાં લખાયેલા 113 જેટલા શ્લોકની બુકનું વિમોચન થશે. જેના થકી આવનારી અનેક પેઢીઓ સોમનાથ ખાતે આયોજિત બે રાજ્યની સંસ્કૃતિ અને તેની ધાર્મિક અને પારિવારિક પરંપરાને વર્ષો સુધી જાળવી શકે. આવનારી નવી પેઢી આ સંસ્કૃતિને સાહિત્ય અને દસ્તાવેજના રૂપમાં જોઈ વાંચી જાણી શકે તે માટે આ ગ્રંથનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું આવતીકાલે લોકાર્પણ થઈ શકે તેવી શક્યતા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.