ગુજરાત

gujarat

દ્વારકાધીશ જગત મંદિર ખાતે પહોંચ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

By

Published : Apr 9, 2022, 11:00 PM IST

Updated : Apr 10, 2022, 1:23 PM IST

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે માધવપુરના લોકમેળાને ખુલ્લો મુકીને સોમનાથમાં (Ramnath Kovid visit Somnath) તેમના પરિવાર સાથે રાત્રિ રોકાણ કરશે. જેને લઇને વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ આજે સોમનાથમાં નવા બનાવાયેલા સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ સોમનાથમાં કરશે રાત્રિ રોકાણ, સોમવારે મહાદેવની કરશે પૂજા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ સોમનાથમાં કરશે રાત્રિ રોકાણ, સોમવારે મહાદેવની કરશે પૂજા

સોમનાથ: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે માધવપુરના લોકમેળાને (Lokmelo of Madhavpur) ખુલ્લો મુકીને સોમનાથમાં તેમના પરિવાર સાથે રાત્રિ રોકાણ કરશે જેને લઇને વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ આજે સોમનાથમાં (Ramnath Kovid visit Somnath) નવા બનાવાયેલા સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે. ત્યાર બાદ સોમવારે સવારના 9થી 10 વાગ્યાના અરસામાં રાષ્ટ્રપતિ તેમના પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા (Ramnath Kovind Somnath Mahadev Darshan) કરીને તેમના પૂર્વનિર્ધારિત કાર્યક્રમ માટે રાજકોટ તરફ રવાના થશે.

આ પણ વાંચો:Ramnath Kovind visit Jamnagar:રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 25 માર્ચે જામનગરની મુલાકાતે

તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અગાઉ બિહારના રાજ્યપાલ હતા, ત્યારે પ્રથમ વખત સોમનાથની મુલાકાત કરી ચુક્યા છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ વર્ષ 2017માં તેઓ સોમનાથ મહાદેવના દર્શન માટે આવ્યા હતા. ત્યાર બાદ તેમની સોમનાથની આ બીજી મુલાકાત છે. જેને લઇને સોમનાથ વહીવટીતંત્ર એ રાષ્ટ્રપતિના આગમનની તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

આ પણ વાંચો:રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રવિવારે હૈદરાબાદમાં રામાનુજાચાર્યની પ્રતિમાનું અનાવરણ કરશે

સોમનાથ મહાદેવના દર્શન:સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન વી રમન્ના પણ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવી રહ્યા છે. તેને લઈને પણ વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાથે સાથે સિક્કિમ સહિત પૂર્વ ભારતના રાજ્યના કેટલાક મુખ્ય પ્રધાનો પણ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવી રહ્યા છે. આ બધા મહાનુભાવો માધવપુરના લોક મેળામાં હાજરી આપવા માટે માધવપુર આવી રહ્યા છે. તે તમામ મુખ્યપ્રધાન અને અગ્રણી નેતાઓ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પણ આવી શકે છે. જેને લઇને સોમનાથમાં તૈયારીઓ ધમધમી રહી છે.

Last Updated : Apr 10, 2022, 1:23 PM IST

ABOUT THE AUTHOR

...view details