ETV Bharat / bharat

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રવિવારે હૈદરાબાદમાં રામાનુજાચાર્યની પ્રતિમાનું અનાવરણ કરશે

author img

By

Published : Feb 12, 2022, 9:36 PM IST

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રવિવારે હૈદરાબાદમાં રામાનુજાચાર્યની પ્રતિમાનું અનાવરણ કરશે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રવિવારે હૈદરાબાદમાં રામાનુજાચાર્યની પ્રતિમાનું અનાવરણ કરશે

રાષ્ટ્રપતિ રા નાથ કોવિંદ 13 ફેબ્રુઆરીએ 'સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી' (Statue Of Equality) સંકુલ પાસે શ્રી રામાનુજાચાર્યની સુવર્ણ પ્રતિમાનું અનાવરણ (Unveil golden deity of Ramanujacharya) કરશે.

હૈદરાબાદ: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ram Nath Kovind) 13 ફેબ્રુઆરીએ અહીં 'સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી' (Statue Of Equality) સંકુલ પાસે શ્રી રામાનુજાચાર્યની સુવર્ણ પ્રતિમાનું (Ram Nath Kovind Visit Hyderabad) અનાવરણ કરશે. આયોજકોએ શનિવારે આ માહિતી આપી હતી, તેમણે જણાવ્યું કે, રામનાથ કોવિંદ (Ram Nath Kovind Visit Statue Of Equality) રવિવારે બપોરે 3.30 વાગ્યે 'જીવા' આશ્રમ પહોંચશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 5 ફેબ્રુઆરીએ અહીં 11મી સદીના સંત શ્રી રામાનુજાચાર્યની 216 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું, જેને 'સ્ટેચ્યુ ઑફ ઇક્વાલિટી' તરીકે ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો: Statue of Equality : PM મોદી આજે હૈદરાબાદમાં 'સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી' રાષ્ટ્રને કરશે સમર્પિત

'સ્ટેચ્યુ ઑફ ઇક્વાલિટી સમાનતા અને 'સનાતન' ધર્મનો સંદેશ આપશે

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને બાબા રામદેવે પણ 'સ્ટેચ્યુ ઑફ ઇક્વાલિટી'ને જોઈ ચુક્યાં છે. આ પહેલા અમિત શાહે મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે, રામાનુજાચાર્યની સમાનતાની પ્રતિમા આવનારા વર્ષોમાં સમગ્ર વિશ્વને 'વિશિષ્ટાદ્વૈત', સમાનતા અને 'સનાતન' ધર્મનો સંદેશ આપશે. રામાનુજાચાર્યની પ્રતિમા ઘણા વર્ષો સુધી કામ કરવા માટે ચેતના અને ઉત્સાહ પ્રદાન કરશે.

પ્રતિમાને જોઈને મન શાંતિ અને પ્રસન્નતાથી ભરાઈ જાય છે

શાહે 11મી સદીના સંતના બધા માટે સમાનતાના સંદેશ પર ભાર મૂકતા કહ્યું હતું કે, રામાનુજાચાર્ય ખૂબ જ નમ્ર હતા અને તેમણે અનેક દુષણોને દૂર કરવાનું કામ કર્યું હતું. આ પ્રતિમાને જોઈને મન શાંતિ અને પ્રસન્નતાથી ભરાઈ જાય છે. મને ખાતરી છે કે, તે રામાનુજાચાર્યના સમાનતા અને 'સનાતન' ધર્મના સંદેશને સમગ્ર વિશ્વમાં આગળ વધારશે. જ્યારે ભારતમાં 'આક્રમણખોરો'એ હુમલો કર્યો અને મંદિરોને તોડી પાડ્યા, ત્યારે રામાનુજાચાર્યએ ઘરોમાં ભગવાનની પૂજા કરવાની પરંપરા શરૂ કરી, જેના કારણે 'સનાતન' ધર્મ આજ સુધી અસ્તિત્વમાં છે.

આ પણ વાંચો: Statue of Equality Inauguration : વડાપ્રધાન મોદીએ 'સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટી'નું કર્યુ અનાવરણ

'પંચધાતુ'થી બનેલી છે સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટીની પ્રતિમા

શ્રી રામાનુજાચાર્યના સમાનતાના સંદેશની પ્રશંસા કરતા વડાપ્રધાને કહ્યું કે, તેમની સરકાર 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ'ની સમાન ભાવના સાથે દેશના નવા ભવિષ્યનો પાયો નાંખી રહી છે. આજે એક તરફ સરદાર વલ્લભભાઈ પટેલની 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' (Statue Of Unity)એકતાના શપથનું પુનરાવર્તન કરી રહી છે અને રામાનુજાચાર્યની 'સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી' સમાનતાનો સંદેશ આપી રહી છે. એક રાષ્ટ્ર તરીકે ભારતની આ વિશેષતા છે. વડાપ્રધાને ત્રિદંડી ચિન્ના જયાર સ્વામીના આશ્રમની પણ મુલાકાત લીધી હતી. આ આશ્રમમાં શ્રી રામાનુજાચાર્યની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.