ગુજરાત

gujarat

Fake Aadhar card: સોમનાથ પોલીસે નકલી આધાર કાર્ડ બનાવવાના કૌભાંડનો કર્યો પર્દાફાશ, અસલમ સબીર અને જાવેદની અટકાયત

By ETV Bharat Gujarati Team

Published : Dec 25, 2023, 9:29 PM IST

Updated : Dec 26, 2023, 2:56 PM IST

સોમનાથ પોલીસે ઉના શહેરમાંથી નકલી આધાર કાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સમગ્ર કૌભાંડમાં ઉનામાં રહેતા અસલમ સબીર અને જાવેદ નામના ત્રણ આરોપીની અટકાયત કરીને ઉના પોલીસે નકલી આધાર કાર્ડ બનાવવાના કૌભાંડમાં તપાસ શરૂ કરી છે.

સોમનાથ પોલીસે નકલી આધાર કાર્ડ બનાવવાના કૌભાંડનો કર્યો પર્દાફાશ, અસલમ સબીર અને જાવેદની અટકાયત
સોમનાથ પોલીસે નકલી આધાર કાર્ડ બનાવવાના કૌભાંડનો કર્યો પર્દાફાશ, અસલમ સબીર અને જાવેદની અટકાયત

સોમનાથ : નકલીઓની જાણે કે ભરમાર ફેલાઈ હોય તે પ્રકારનો માહોલ જોવા મળે છે. નકલી કર્મચારી અધિકારી ઓફિસ ધારાસભ્ય મંત્રીના પીએ અને તબીબ આ બધું નકલી પકડાઈ રહ્યું છે. તેની વચ્ચે સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ગંભીર કહી શકાય તે પ્રકારે સોમનાથ જિલ્લાના ઉનામાંથી નકલી આધાર કાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ ઉના પોલીસે કર્યો છે. ફરિયાદી સંજય વહાણેચીયાની ફરિયાદને આધારે પોલીસે નકલી આધાર કાર્ડ બનાવવાના કૌભાંડમાં શામેલ ઉનાના ત્રણ આરોપીને પકડી પાડીને તપાસ શરૂ કરી છે.

ઉના શહેરમાંથી ઝડપાયું નકલી આધાર કાર્ડ સેન્ટર :બે દિવસ પૂર્વે ઉના પોલીસે શહેરના એસ ટી ડેપો નજીક આવેલા વેલ દરબારી આધાર સેન્ટરમાં તપાસ કરતા અહીંથી કેટલીક ગતિવિધિ શંકાસ્પદ લાગી હતી. જેથી પોલીસે ઉના શહેરના અસલમ શેખ સબીર સુમરા અને જાવેદ મનસુરીની અટકાયત કરીને તપાસ કરતા આજે સમગ્ર મામલામાં નકલી અને બોગસ આધારકાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસ તપાસમાં આધાર કાર્ડ સેન્ટર 25 મી જુન 2022થી લઈને 25મી ડિસેમ્બર 2023 સુધીમાં કેટલા નકલી આધાર કાર્ડ ઇસ્યુ કર્યા છે તેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

ફરિયાદને આધારે તપાસ :નકલી આધારકાર્ડમાં મુખ્ય ફરિયાદી મૂળ કોડીનારના અને હાલ કેટલાક વર્ષથી ઉનામાં રહેતા સંજય વાહણેચીયાની ફરિયાદને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. આજથી એકાદ વર્ષ પૂર્વે સંજયે આધાર કાર્ડ બનાવવાને લઈને વેલ દરબારી આધાર સેન્ટરની મુલાકાત કરી હતી. પરંતુ તેમની પાસે જન્મ તારીખ સહિત અન્ય કોઈ આધાર પુરાવા ન હોવા છતાં પણ આધાર સેન્ટરના સંચાલકોએ તેમની પાસેથી 1200 રુપિયા જેટલી ફી લઈને ફરિયાદીના ખોટા અને નકલી જન્મ સહિત અન્ય દસ્તાવેજો ઉભા કરીને તેને આધાર કાર્ડ કાઢી આપ્યુ હતું.

મામલામાં ઉના પોલીસે હાથ ધરી તપાસ : નકલી આધાર કાર્ડમાં પોલીસ પકડમાં રહેલા અસલમ શેખ શબીર સુમરા અને જાવેદ મનસુરીને અટકાયત કરીને ઉના શહેર પીઆઇ નિલેશ પૂરી ગૌસ્વામી સમગ્ર મામલામાં તપાસ કરી રહ્યા છે. પકડાયેલા ત્રણેય આરોપી અત્યાર સુધી કેટલા ખોટા આધારકાર્ડ કાઢી આપ્યા છેં. અન્ય કોઈ શંકાસ્પદ ગતિવિધિ કરેલ છે કે કેમ તેને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે. નકલી આધાર કાર્ડ પર અન્ય કોઈ મામલામાં પોલીસ ખુલાસો કરે તેવી પણ પૂરી શક્યતાઓ જોવાઈ રહી છે.

  1. Fake Aadhar Card: ટ્રેનમાંથી બોગસ આધાર કાર્ડ સાથે ઝડપાઈ બે બાંગલાદેશી યુવતીઓ
  2. નકલી આધાર કાર્ડથી બાંગ્લાદેશી ગેંગ આવી રીતે ATM માંથી કરતી હતી ચોરી
Last Updated :Dec 26, 2023, 2:56 PM IST

ABOUT THE AUTHOR

...view details