ગુજરાત

gujarat

Air Conditioned Public Toilet : ધોકડવામાં રાજ્યનું પ્રથમ વાતાનુકુલિત જાહેર શૌચાલય, ખજૂરભાઈએ ખુલ્લું મૂકતાં શું કહ્યું જૂઓ

By

Published : Feb 21, 2023, 7:36 PM IST

દીવ અને સાસણ જતાં પ્રવાસીઓને વચ્ચે આવતાં ધોકડવા ગામે રોકાવાનું મઝાનું કારણ મળી ગયું છે. અહીં વાજગેગાજતે ખજૂરભાઈ દ્વારા લોકાર્પિત શૌચાલયની મુલાકાત કરવી પડે એવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ધોકડવામાં રાજ્યના પ્રથમ વાતાનુકુલિત જાહેર શૌચાલયમાં અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

Air Conditioned Public Toilet : ધોકડવામાં રાજ્યનું પ્રથમ વાતાનુકુલિત જાહેર શૌચાલય, ખજૂરભાઈએ ખુલ્લું મૂકતાં શું કહ્યું જૂઓ
Air Conditioned Public Toilet : ધોકડવામાં રાજ્યનું પ્રથમ વાતાનુકુલિત જાહેર શૌચાલય, ખજૂરભાઈએ ખુલ્લું મૂકતાં શું કહ્યું જૂઓ

Air Conditioned Public Toilet : ધોકડવામાં રાજ્યનું પ્રથમ વાતાનુકુલિત જાહેર શૌચાલય, ખજૂરભાઈએ ખુલ્લું મૂકતાં શું કહ્યું જૂઓ

ગીર સોમનાથ : ધોકડવા ગામમાં રાજ્યનું પ્રથમ વાતાનુકુલિત જાહેર શૌચાલય બન્યું છે. દીવ અને સાસણ વચ્ચે આવતા ધોકડવા ગામમાં દર વર્ષે લાખો પ્રવાસીઓ પસાર થાય છે. ત્યારે તેમને શૌચાલયની આધુનિક અને સુખ સુવિધાવાળી વ્યવસ્થા મળે તે માટે ધોકડવાના પૂર્વ સરપંચ એભલ બામણીયાએ સરકારી સહયોગથી અને તેમના સહકારથી 6 લાખ રૂપિયાના ખર્ચે રાજ્યનું પ્રથમ વાતાનુકુલિત જાહેર શૌચાલય બનાવ્યું છે. જેને કલાકાર ખજૂરભાઈએ ખુલ્લું મૂકીને પ્રવાસીઓ માટે થયેલી સુવિધાને આવકારી છે.

શૌચાલયની આધુનિક અને વિશ્વસ્તરીય સુવિધા : ગુજરાતનું પ્રથમ જાહેર શૌચાલય મુકાયું ખુલ્લુ દીવ અને સાસણ વચ્ચે લાખો પ્રવાસીઓ વેકેશન અને રજાના દિવસોમાં પ્રવાસ કરતા હોય છે. ત્યારે પ્રવાસીઓને શૌચાલયની આધુનિક અને વિશ્વસ્તરીય સુવિધા સાથેની વ્યવસ્થા મળી રહે તે માટે ધોકડવા ગામના સરપંચ રેખાબેન બામણીયાએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી 50 ટકા રકમ તેમની ફાળવીને ગામમાં 6 લાખ રૂપિયાના ખર્ચે આધુનિક અને વિશ્વના દેશોમાં જોવા મળતું જાહેર શૌચાલયનું નિર્માણ કરીને આજે તેને ખુલ્લું મૂક્યું છે.

આ પણ વાંચો જેટકોએ ઉના નજીક ધોકડવામાં 220 કેવીનું રિસ્ટોરેશન કરી નવું માળખું ઉભું કર્યું

જાહેર શૌચાલય આટલી સુવિધાઓ મૂકાઇ : ગુજરાતના પ્રસિદ્ધ સમાજસેવક અને કલાકાર ખજૂરભાઈએ ગુજરાતનુ પ્રથમ વાતાનુકુલીત સુવિધા પૂરું પાડતા જાહેર શૌચાલયને આજે લોકોની સુવિધા માટે ખુલ્લું મૂક્યું છે. જાહેર શૌચાલય જેમાં વાતાનુકુલિત વ્યવસ્થા પંખા અને આરઓ સાથે પીવાનું ચોખ્ખું અને શુદ્ધ પાણી ધરાવતા જાહેર શૌચાલયની વ્યવસ્થા ઊભી કરાઈ છે. ધોકડવા ગામના સરપંચ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી લોકોની સુખાકારી માટે આ પ્રકારની જાહેર વ્યવસ્થા ઉભી કરાઈ છે.

6 લાખ રૂપિયાના ખર્ચે આધુનિક અને વિશ્વના દેશોમાં જોવા મળતું જાહેર શૌચાલયનું નિર્માણ

શૌચાલયનો લોકાર્પણ કાર્યક્રમ વાજતે ગાજતે થયો : ધોકડવા ગામમાં આજે સ્થાનિક કલાકાર અને સમાજસેવક ખજૂર ભાઈની હાજરીમાં જાહેર શૌચાલયનો લોકાર્પણ યોજાયું હતું. લોકાર્પણ પ્રસંગ પણ સૌથી અલગ અને અલભ્ય જોવા મળ્યો હતો જે પ્રકારે કોઈ પણ વ્યક્તિના ઘરમાં માંગલિક કાર્યો હોય અને તે પ્રકારનો ઉત્સાહ હોય તે રીતે વાજતે ગાજતે ઢોલ નગારાના તાલે સમગ્ર ધોકડવા ગામ અને અહીંથી પસાર થતા પ્રવાસીઓ લોકાર્પણના કાર્યક્રમમાં જોડાયા હતા અને રાજ્યના પ્રથમ જાહેર વાતાકુલિત શૌચાલયને પ્રવાસીઓ અને સામાન્ય લોકો માટે ખુલ્લુ મુક્યુ હતું. જાહેર શૌચાલય વાતાનુકુલીત હોય તેવા વિદેશમાં અનેક દાખલાઓ જોવા મળે છે પરંતુ આપણા રાજ્યમાં આજે પણ વિનામૂલ્ય અને તેમાં પણ વાતાનુકુલિત સુખ સુવિધા ધરાવતી વ્યવસ્થા પ્રથમ વખત મળી રહી છે જેને સૌ કોઈ આવકારી પણ રહ્યા છે.

આ પણ વાંચો Surat news: શિક્ષણ પ્રધાનની સરપ્રાઈઝ વિઝિટ, શાળામાં જાતે સાવરણો લઈને શૌચાલય સાફ કર્યું

પૂર્વ સરપંચે વિચાર કર્યો અને સફળ થયું જાહેર શૌચાલય : ધોકડવા ગામના પૂર્વ સરપંચ એભલ બામણીયા જે વર્તમાન સરપંચ રેખાબેન બામણીયાના પતિ છે તેઓ જ્યારે સરપંચ હતા ત્યારે આ પ્રકારની વ્યવસ્થા અંગે વિચાર કર્યો હતો. પરંતુ તેમના કાર્યકાળ દરમિયાન આ વિચાર ફળીભુત ન થતા તેમના પત્ની સરપંચ બનતા ફરીથી તેમણે વાતાનુકુલિત શૌચાલય બનાવવાને લઈને ખૂબ જ મકમપણે આગળ વધ્યા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને તેમના દ્વારા મળીને કુલ 6 લાખ રૂપિયાના ખર્ચે જાહેર શૌચાલયનું નિર્માણ કર્યું છે. જેના ત્રણ લાખ રૂપિયા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આપવામાં આવ્યા છે.

ઘણા વર્ષોથી વિચારેલું સપનું પૂરું થયું : એભલ બામણીયાએ જણાવ્યું છે કે ઘણા વર્ષોથી તેઓ વિચારતા હતા એ સપનું સાકાર થયું છે. તેઓ માને છે કે આધુનિક સમયમાં લોકો દોડભાગ અને કોલાહલનું જીવન જીવી રહ્યા છે. ત્યારે શૌચાલય વ્યક્તિના શરીરને સાફ કરવાની સાથે માનસિક શાંતિ પણ આપતું હોય છે. ત્યારે તેમાં વાતાનુકુલિત સુવિધા મળે તો કોઈ પણ વ્યક્તિ શારીરિક રીતે પોતાનો થાક અને માનસિક તાણ પણ દૂર કરી શકે છે. તેને લઈને તેઓએ આ વાતાનુકુલિત શૌચાલય તૈયાર કરીને આજે લોકહિત માટે પ્રજા માટે ખુલ્લું મૂક્યું છે.

ખજૂરભાઈએ સરપંચના કાર્યની કરી પ્રશંસા :સમાજસેવક અને સ્થાનિક કલાકાર ખજૂર ભાઈએ વાતાનુકૂળ જાહેર શૌચાલયના લોકાર્પણ પ્રસંગે આવીને સરપંચ દ્વારા જે કામ કરવામાં આવ્યું છે તેને વધાવ્યુ છે. જ્યારે તેઓને શૌચાલયના લોકાર્પણનું આમંત્રણ મળ્યું ત્યારે તેઓ પણ વિચારતા થઈ ગયા હતા કે શૌચાલયમાં એવું તો શું હશે કે જેનું લોકાર્પણ કરવું પડે. પરંતુ આજે જ્યારે ધોકડવા ગામના શૌચાલયનુ લોકાર્પણ કર્યા બાદ તેની સુખ સુવિધા અને વ્યવસ્થાઓ જોઈને મને યાદ આવે છે કે આ પ્રકારના શૌચાલય મેં વિદેશમાં જોયા છે. પરંતુ આપણા ગામડામાં આ પ્રકારનુ શૌચાલય બન્યું અને તેને ખુલ્લું મુકવાનું જે સદભાગ્ય મને મળ્યું છે તે માટે હું સમગ્ર ગામનો આભાર વ્યક્ત કરું છું. દરેક સરપંચ આ પ્રકારે ઈમાનદારીથી અને ખાસ કરીને ગામને જાહેર શૌચક્રિયા મુક્ત બનાવે તે દિશામાં આગળ વધે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details