ETV Bharat / state

જેટકોએ ઉના નજીક ધોકડવામાં 220 કેવીનું રિસ્ટોરેશન કરી નવું માળખું ઉભું કર્યું

author img

By

Published : May 31, 2021, 3:01 PM IST

ગીર સોમનાથ જિલ્લામાં તૌકતે વાવાઝોડાના કારણે અનેક વીજ લાઈન, વીજ પોલ પડી ભાંગ્યા હતા. ત્યારે ધોકડવા હેવી લાઈન પર 20 ટાવર પડી જતા થતા જેટકોના એન્જિનિયરોએ 7 દિવસની અંદર જ નવું માળખું ઉભું કર્યું હતું. જેટલોએ ઉના નજીક ધોકડવા 220 કેવીના રિસ્ટોરેશનનું પડકારજનક કામ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે.

જેટકોએ ઉના નજીક 220 કેવીના રિસ્ટોરેશન કરી નવું માળખું ઉભું કર્યું
જેટકોએ ઉના નજીક 220 કેવીના રિસ્ટોરેશન કરી નવું માળખું ઉભું કર્યું

  • ઉના નજીક ધોકડવા 220 કેવીના રિસ્ટોરેશનનું કામ પૂર્ણ કરાયું
  • જેટકોના એન્જિનિયરોએ 7 દિવસની અંદર નવું માળખું ઉભું કર્યું
  • તૌકતે વાવાઝોડાથી વીજલાઈનો, વીજપોલ અને સબસ્ટેશનને પહોંચ્યું હતું નુકસાન


ગીર સોમનાથઃ તાઉતે વાવાઝોડાને લીધે વીજ લાઈનો, વીજપોલ અને સબસ્ટેશનોને ભારે નુકસાન થયું છે. જિલ્લામાં વાવાઝોડાને લીધે ધરાશાયી થયેલા મોટા વીજ સબસ્ટેશનોના ટાવરોને ઉભા કરી જેટકો રાતદિવસની કામગીરી કરી રહી છે. ઉના નજીક 220 કેવી હેવી લાઈનનું સબસ્ટેશન વાવાઝોડામાં પડી ગયું હતું. આ કામ પડકારજનક હતું, જેટકોએ માત્ર 7 દિવસમાં આ કામગીરી પુર્ણ કરી છે.

ઉના નજીક ધોકડવા 220 કેવીના રિસ્ટોરેશનનું કામ પૂર્ણ કરાયું
ઉના નજીક ધોકડવા 220 કેવીના રિસ્ટોરેશનનું કામ પૂર્ણ કરાયું
આ પણ વાંચોઃ સૌરાષ્ટ્રમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરવા DGVCL કંપનીની 40 ટીમ રો-રો ફેરી ખાતેથી ઘોઘા જવા રવાના
તૌકતે વાવાઝોડાથી વીજલાઈનો, વીજપોલ અને સબસ્ટેશનને પહોંચ્યું હતું નુકસાન
તૌકતે વાવાઝોડાથી વીજલાઈનો, વીજપોલ અને સબસ્ટેશનને પહોંચ્યું હતું નુકસાન

ધોકડવાના સબ સ્ટેશનમાં 10 નવા ટાવર અને 11 E.R.S ટાવર ઉભા કરાયા

ઉનાના ધોકડવા 220 કેવી સબ સ્ટેશનમાં જેટકોના 20 મોટા ટાવર પડી ગયા હતા. ફક્ત 7 દિવસમાં ગઈકાલે 28 મેએ સાંજે 8.24 વાગ્યે આ સબસ્ટેશનમાં પુન:વીજ પૂરવઠો શરૂ થયો હતો. ધોકડવાના સબ સ્ટેશનમાં 10 નવા ટાવર અને 11 ઈ.આર.એસ. ટાવર ઉભા કરવામાં આવ્યા છે. આ સબ સ્ટેશનનું કામ વહેલાસર પૂર્ણ થાય તે માટે ઉર્જાપ્રધાન સૌરભ પટેલે મુલાકાત લઈ ભારત સરકારના પાવર ગ્રીડ કોર્પોરેશનને મદદ માટે મોકલી હતી.

જેટકોના એન્જિનિયરોએ 7 દિવસની અંદર નવું માળખું ઉભું કર્યું
જેટકોના એન્જિનિયરોએ 7 દિવસની અંદર નવું માળખું ઉભું કર્યું

આ પણ વાંચોઃ ખોરવાયેલા વીજ પૂરવઠાને કાર્યરત કરવા માટે 49 ટિમો ભાવનગર ખાતે આવી પહોંચી

જેટકોની 50, પાવરગ્રીડની 10 મળી કુલ 60 ટીમ કામ કરી રહી છે

આ તમામ કામગીરીનું પ્રત્યક્ષ અને પરોક્ષ મોનિટરીંગ માટે રાજ્ય સરકાર, ઉર્જા વિભાગ, ઉર્જા વિકાસ નિગમ, જેટકોના સચિવો, એમ.ડી. અને સિનીયર અધિકારીઓએ દેખરેખ રાખી મોટી સંખ્યામાં એન્જિનિયરોએ જહેમત ઉઠાવી હતી. આ કામ પૂર્ણ કરતા એક મહિનાથી વધારે સમય લાગે તેવું પડકારજનક કામ જેટકોએ ગીર સોમનાથના ધોકડવામાં 7 દિવસમાં પૂર્ણ કર્યું હતું. જિલ્લામાં મોટી લાઈનો માટે જેટકોની 50 ટીમો, પાવરગ્રીડની 10 મળી કુલ 60 ટીમોના 1,600નો મેનપાવર કામ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.