ગુજરાત

gujarat

Gujarat Assembly: રાજ્યમાં એક મહિનામાં એક લાખથી વધુ રસીના ડોઝનો બગાડ

By

Published : Sep 28, 2021, 1:37 PM IST

રાજ્યમાં આરોગ્ય વિભાગની બેદરકરીને લઇને કોરોના રસીનો બગાડ થયો છે તે મુદ્દાને લઇને વિધાનસભા (Gujarat Assembly) પ્રશ્નોત્તરી કાળમાં ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશએ આરોગ્ય વિભાગને રસીના ડોઝનો કેટલો અને ક્યા કારણોસર બગાડ થયા છે તેની વિગત પૂછી હતી. પ્રશ્નોત્તરીકાળમાં આપેલા જવાબમાં જણાવ્યું હતું, જો કે તેમને એ પણ કહ્યું હતું કે મે અને જુલાઇ માસ દરમિયાન મળેલી રસીના વાયલ સામે 10 લાખ 63 હજાર લાભાર્થીઓનું વધુ રસીકરણ કરવામાં આવ્યું છે.

Gujarat Assembly: રાજ્યમાં એક મહિનામાં એક લાખથી વધુ રસીના ડોઝનો બગાડ
Gujarat Assembly: રાજ્યમાં એક મહિનામાં એક લાખથી વધુ રસીના ડોઝનો બગાડ

  • કોવિશિલ્ડના 5,13,761 ડોઝનો બગાડ થયો
  • કો-વેક્સિના 3,19,705 રસીના ડોઝનો બગાડ થયો
  • વિધાનસભા પ્રશ્નોત્તરી કાળમાં પૂછાયો પ્રશ્ન
  • આરોગ્ય વિભાગના મેનેજમેન્ટના અભાવે રસીના ડોઝનો બગાડ

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વેક્સિન આપવા મામલે ગુજરાત અગ્રેસર ભલે રહ્યું હોય પરંતુ ગુજરાતમાં એક મહિનામાં એવરેજ એક લાખથી વધુ રસીના ડોઝનો બગાડ પણ થઈ રહ્યો છે. આરોગ્ય વિભાગની આ પ્રકારની બેદરકારી પણ સામે આવી છે.કોવિશિલ્ડઅને આ વર્ષના જાન્યુઆરીથી જુલાઈના કોવેક્સિનના આંકડા જોઈએ તો કોવિશિલ્ડના 5,13,761 ડોઝનો જ્યારે કોવેક્સિના 3,19,705 રસીના ડોઝનો બગાડ થયો છે. આ બંને રસીના ડોઝનો બગાડ થઇ રહ્યો છે. ત્યારે એક મહિનામાં એવરેજ લાખ ડોઝથી વધુનો બગાડ થાય છે.

આ પણ વાંચો:Gujarat Assembly : વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યએ આજે 10 ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા

આરોગ્ય વિભાગને રસીના ડોઝનો કેટલો અને ક્યા કારણોસર બગાડ

એક બાજુ ગુજરાતમાં એક સમય એવો પણ હતો કે, જ્યાં રસીના ડોઝ લેવા માટે લોકોએ લાઈનો લગાવી પડતી હતી, ધક્કા ખાવા પડતા હતા તે છતાં પણ તેમને રસીના ડોઝ મળતા ન હોતા અને ધરમના ધક્કો ખાવો પડી રહ્યો હતો, ત્યારે જાન્યુઆરીથી લઇ જુલાઈ માસ સુધીમાં મોટી સંખ્યામાં રસીના ડોઝનો બગડ થયો છે.
વિધાનસભા પ્રશ્નોત્તરી કાળમાં ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશએ આરોગ્ય વિભાગને રસીના ડોઝનો કેટલો અને ક્યા કારણોસર બગાડ થયા છે તેની વિગત પૂછી હતી.

8,33,466 રસીના ડોઝનો બગાડ આ વર્ષના 7 મહિનામાં થયો

આ વર્ષના સાત જ મહિનામાં 8,33,466 રસીના ડોઝનો બગાડ થયો છે. જેમાં આરોગ્ય વિભાગ તરફથી અપાયેલ જવાબમાં મુખ્ય કારણ તેમણે આપ્યું હતું કે, એક જ વાયલમસ 10 લાભાર્થીઓને ડોઝ આપવામાં આવે છે. એક રસીનો વાયલ ખુલ્યા બાદ રસીનો ઉપયોગ મહત્તમ 4 કલાક સુધી જ કરી શકાય છે. જે રસીનો ડોઝનો બગાડ અંગેનું કારણ છે તેવું તેમને પ્રશ્નોત્તરીકાળમાં આપેલા જવાબમાં જણાવ્યું હતું, જો કે તેમને એ પણ કહ્યું હતું કે મે અને જુલાઇ માસ દરમિયાન મળેલી રસીના વાયલ સામે 10 લાખ 63 હજાર લાભાર્થીઓનું વધુ રસીકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:Gujarat Assembly : ચોમાસા સત્રના બીજા દિવસે ગૃહમાં શું થશે ચર્ચા

મહિનાઓ મુજબ કોરોના રસીનો બગાડની વિગતો

માસ કોવિશિલ્ડ કોવેક્સિનન
જાન્યુઆરી 2021 00 00
ફેબ્રુઆરી 2021 47,422 33,969
માર્ચ 2021 3,75,586 69,874
એપ્રિલ 2021 90,753 69,874
મે 2021 00 68,142
જૂન 2021 00 4,441
જુલાઈ 2021 00 36,060
કુલ 5,13,761 3,19,705

જાન્યુઆરી 2021થી જુલાઇ સુધીમાં 3,32,65,975 લોકોને રસી અપાઈ

જાન્યુઆરી 2021થી જુલાઈ 2021ના આ સાત મહિનાના સમયગાળામાં ગુજરાત સરકારને 3,19,54,590 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા જ્યારે જાન્યુઆરી 2021થી જુલાઇ સુધીમાં 3,32,65,975 લોકોને રસી અપાઈ છે. એક બાજુ ગુજરાત સરકારે રસી આપવામાં ઉતાવળ પણ કરી છે તો બીજી બાજુ લોકો રસી લેવા માટે સામેથી આવી લાઈનો લગાવી રહ્યા છે ત્યારે બેદરકારી પણ સામે આવી હતી. મેનેજમેન્ટના અભાવે આટલી મોટી સંખ્યામાં રસીના ડોઝ નો બગાડ થયો છે.

ABOUT THE AUTHOR

...view details