ગુજરાત

gujarat

વાઈબ્રન્ટ ગુજરાતને લઈને CMની ફાઇનલ બેઠક દિલ્હીમાં; 12 લાખ લોકોને રોજગારી આપશે: ઋષિકેશ પટેલ

By ETV Bharat Gujarati Team

Published : Dec 20, 2023, 7:24 PM IST

કેબિનેટ બેઠકમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આજે બેઠક પૂર્ણ કર્યા બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પર દિલ્હી જવા રવાના થયા હતા. આજે સાંજે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરીને વાઇબ્રન્ટ ગુજરાતની તમામ તૈયારીઓ બાબતનું પ્રેઝેન્ટેશન કરી શકે છે.

ઋષિકેશ પટેલ
ઋષિકેશ પટેલ

વાઈબ્રન્ટ ગુજરાત 12 લાખ લોકોને રોજગારી આપશે: ઋષિકેશ પટેલ

ગાંધીનગર: રાજયના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમીક્ષા બેઠક અને તૈયારીઓ બાબતે ચર્ચાઓ કરી હતી. ત્યારે કેબિનેટ બેઠક બાદ ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત કુલ 24 જેટલા દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા છે.

'10મો ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ ઇન્વેસ્ટર સમિટ ઐતિહાસિક રહેશે. જેમાં કુલ 25 જેટલા દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા છે. 21 જેટલા દેશોએ પાર્ટનર કન્ટ્રી તરીકે લેખિતમાં મંજૂરી આપી છે અને હજુ 4 જેટલા દેશો દ્વારા મૌખિક મંજૂરી આપવામાં આવી છે. વાઇબ્રન્ટ શરૂઆત થાય તે પહેલા હજુ વધુમાં વધુ દેશો પણ પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાઈ શકે છે. આ ઉપરાંત 16 જેટલી સંસ્થાઓ પાર્ટનર ઓર્ગેનાઈઝેશન તરીકે જોડાઈ રહી છે જ્યારે અત્યાર સુધીમાં 72 દેશમાંથી 75 હજાર જેટલા ડેલિગેશન ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ ઇન્વેસ્ટર સમિટમાં હાજર રહેશે.' - ઋષિકેશ પટેલ (પ્રવક્તા પ્રધાન)

3.37 લાખ કરોડના MOU: ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ યોજાય તે પહેલા રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. જેમાં અત્યાર સુધીમાં કુલ 3.37 લાખ કરોડના MOU કરવામાં આવ્યા છે. આજે વધુ 47 MOU સીએમ ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યા હતા. આમ 3.37 લાખ કરોડના MOUમાં 12 લાખથી વધુની રોજગારી પ્રાપ્ત થશે. જ્યારે તમામ MOU સફળ થાય તે માટે પણ સતત કામગીરી કરવામાં આવશે. વાઇબ્રન્ટ પહેલા ગુજરાતમાં કુલ 2747 જેટલા MOU કરવામાં આવ્યા છે.

  1. ગુજરાતમાં કોરોના નવા 13 કેસ, વિદેશી ડેલીગેશનને જો લક્ષણ હશે તો ટેસ્ટિંગ થશે: ઋષિકેશ પટેલ
  2. ગુલામીની માનસિકતા દૂર કરવા મોદી સરકાર પ્રતિબદ્ધઃ અમિત શાહ

ABOUT THE AUTHOR

...view details