ETV Bharat / bharat

ગુલામીની માનસિકતા દૂર કરવા મોદી સરકાર પ્રતિબદ્ધઃ અમિત શાહ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 20, 2023, 6:01 PM IST

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં કહ્યું કે, ગુલામીની માનસિકતાને દૂર કરવા માટે 3 ગુનાહિત કાયદાના સ્થાને નવું વિધેયક લાવવામાં આવ્યું છે. અમિત શાહ અનુસાર આઝાદી બાદ પહેલીવાર ગુનાહિત ન્યાય પ્રણાણિ સાથે સંકળાયેલ 3 કાયદાઓનું માનવીકરણ થશે. Home Minister Amit Shah Criminal Law Amendment Bills

Etv Bharat
Etv Bharat

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે લોકસભામાં કહ્યું કે 3 ગુનાહિત કાયદાના સ્થાને જે વિધેયક લાવવામાં આવી રહ્યું છે તે ગુલામીની માનસિકતા દૂર કરશે. જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમિત શાહે ભારતીય ન્યાય(દ્વિતીય) સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા (દ્વિતીય) સંહિતા 2023 અને ભારતીય સાક્ષ્ય (દ્વિતીય) વિધેયક 2023 પર સદનમાં થયેલ ચર્ચાના જવાબમાં જણાવ્યું કે, નાગરિકની સ્વતંત્રતા, નાગરિકનો અધિકાર અને સૌની સાથે સમાન વ્યવહાર સ્વરુપના 3 સિદ્ધાંતોના આધારે આ પ્રાસ્તાવિત કાયદા લાવવામાં આવ્યા છે.

અમિત શાહે કૉંગ્રેસનું નામ લીધા વિના કૉંગ્રેસ પર વાક પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, જો મન ઈટાલીનું હશે તો આ કાયદા ક્યારેય સમજાશે નહીં. જો મન ભારતનું હશે તો આ કાયદા સમજાશે. ગુનાહિત ન્યાય પ્રણાલિમાં આમૂલ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે જે ભારતની જનતાના હિતમાં છે. વડા પ્રધાન મોદીએ ગુલામીની માનસિકતાને દૂર કરવાની દિશામાં કામ કર્યુ છે. વડા પ્રધાને લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે બીનજરુરી કાયદાથી મુક્તિ મળવી જોઈએ. ત્યારથી જ ગૃહ વિભાગે કાયદાને બદલવાનું કામ શરુ કરી દીધું હતું. અમિત શાહે વધુમાં જણાવ્યું કે, આ વિધેયકોના માધ્યમથી સરકાર 3 ગુનાહિત કાયદાની ગુલામીવાળી માનસિકતામાંથી દેશને બહાર લાવવા માંગે છે. અગાઉના કાયદાઓએ બ્રિટિશ રાજની સલામતિને પ્રાથમિકતા આપી હતી, જ્યારે હવે નાગરિક અને દેશની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે.

  • #WATCH | Delhi: Home Minister Amit Shah in Lok Sabha says, "In CrPC there were 484 sections, now there will be 531 sections in it. Changes have been made in 177 sections and 9 new sections have been added. 39 new sub-sections have been added. 44 new provisions have been added..." pic.twitter.com/pqdN1O2Tmr

    — ANI (@ANI) December 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અમિત શાહે જણાવ્યું કે આ ઐતિહાસિક સદનમાં લગભગ 150 વર્ષ જૂના 3 કાયદા જેનાથી આપણી ગુનાહિત ન્યાય પ્રણાલિ ચાલી રહી છે. આ ત્રણેય કાયદાઓમાં પહેલીવાર વડા પ્રધાનના નેતૃત્વમાં ભારતીયતા, ભારતીય સંવિધાન અને ભારતની જનતાની ચિંતા કરીને આમૂલ પરિવર્તન લઈને હું આવ્યો છું. તેમણે કહ્યું કે, આતંકવાદની વ્યાખ્યા અત્યારસુધી એક પણ કાયદામાં હતી નહીં. પ્રથમવાર મોદી સરકાર આતંકવાદને વ્યાખ્યાયિત કરવા જઈ રહી છે.

  • #WATCH | Delhi: Home Minister Amit Shah in Lok Sabha says, "In CrPC there were 484 sections, now there will be 531 sections in it. Changes have been made in 177 sections and 9 new sections have been added. 39 new sub-sections have been added. 44 new provisions have been added..." pic.twitter.com/pqdN1O2Tmr

    — ANI (@ANI) December 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

તેમણે કહ્યું કે, સરકાર રાજદ્રોહને દેશદ્રોહમાં બદલવા જઈ રહી છે. ગૃહ પ્રધાને આગળ કહ્યું કે, મોબ લિંચિંગ એક ઘૃણિત ગુનો છે અને આ કાયદામાં મોબ લિંચિંગ માટે ફાંસીની સજાનું પ્રાવધાન કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, હું વિપક્ષને પુછવા માંગુ છું કે તમે વર્ષો સુધી દેશમાં શાસન કર્યુ છે, તમે શા માટે મોબ લિંચિંગ વિરુદ્ધ કાયદો ન ઘડ્યો? તમે મોબ લિંચિંગ શબ્દનો ઉપયોગ માત્ર અમને ગાળો આપવામાં કર્યો છે, પણ સત્તામાં હતા ત્યારે કાયદો બનાવવાનું ભૂલી ગયા.

અમિત શાહ અનુસાર આઝાદી બાદ પ્રથમ વાર ગુનાહિત ન્યાય પ્રણાલિ સાથે સંકળાયેલ ત્રણેય કાયદાઓનું માનવીકરણ થશે. ગૃહ પ્રધાન શાહે કહ્યું કે, નવા કાયદામાં મહિલાઓ અને બાળકો સાથે સંકળાયેલ કાયદાને પ્રાથમિકતા આપવામાં આવી છે, તેના બાદ માનવ અધિકારો સાથે સંકળાયેલ કાયદા અને દેશની સુરક્ષા સંબંધિત કાયદાઓને પ્રાથમિક્તા આપવામાં આવી છે. મેં ત્રણેય વિધેયકોનો ઊંડાણથી અભ્યાસ કર્યો છે અને તેની રચના માટેના 158 ચર્ચા બેઠકોમાં ભાગ લીધો છે.

  • #WATCH | Delhi: Home Minister Amit Shah in Lok Sabha says, "We said that in Ayodhya we will make Ram Mandir as soon as possible and on January 22 Lord Ram's idol will be installed there. This is PM Modi's government which delivers what they say. We said that we would give 33%… pic.twitter.com/kNYxFgUGF5

    — ANI (@ANI) December 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અમિત શાહે કહ્યું કે, લાંબા સમય બાદ દેશની જતનાએ એક એવી સરકાર ચૂંટી છે જેને પોતાના મેનિફેસ્ટોમાં દર્શાવેલા વચનોનું અક્ષરસઃ પાલન કર્યુ છે. તેમણે કહ્યું કે, અમે આર્ટિકલ 370 દૂર કરવાનું વચન આપ્યું હતું, જે હવે દૂર કરી છે. અમે રામ મંદિર નિર્માણનું વચન આપ્યું હતું, જે હવે બની રહ્યું છે. 22 જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે. અમે મહિલાઓને અનામત આપવાનું વચન આપ્યું હતું, જે પૂરુ કર્યુ. મુસ્લિમ માતા-બહેનોને ન્યાય અપાવવા 3 તલાકને રદ કર્યો.

  1. 'મહારાષ્ટ્ર સમાજ, અમદાવાદ'એ 100 વર્ષની યાત્રા પૂર્ણ કરી, અમિત શાહની હાજરીનો યોજાયો મહોત્સવ
  2. અમદાવાદના આંગણે માટી કલા મહોત્સવ યોજાયો, સ્થાનિક કલાકારોને મળ્યો સરકારનો સહયોગ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.