ગુજરાત

gujarat

ગાંધીનગરમાં 82 ઇન્ડિયન રોડ કોંગ્રેસ યોજાઇ, દેશના સિવિલ એન્જીનિયરોને કેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરીનો મોટો સંદેશ

By ETV Bharat Gujarati Team

Published : Dec 3, 2023, 6:32 PM IST

ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં 82 ઇન્ડિયન રોડ કોંગ્રેસનું વાર્ષિક સેશન યોજાયું હતું. જેમાં કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરી ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમમાં ઉપસ્થિતો સાથે તેમણે દેશમાં રોડ નિર્માણને લગતી અનેક મહત્ત્વની બાબતો શેર કરી હતી. જેમાં દેશના સિવિલ એન્જીનિયરોને ખાસ અપીલ કરી હતી.

ગાંધીનગરમાં 82 ઇન્ડિયન રોડ કોંગ્રેસ યોજાઇ, દેશના સિવિલ એન્જીનિયરોને કેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરીનો મોટો સંદેશ
ગાંધીનગરમાં 82 ઇન્ડિયન રોડ કોંગ્રેસ યોજાઇ, દેશના સિવિલ એન્જીનિયરોને કેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરીનો મોટો સંદેશ

સિવિલ એન્જીનિયરોને ખાસ અપીલ

ગાંધીનગર : છેલ્લા 81 વર્ષથી દેશના અલગ અલગ રાજ્યો અને શહેરોમાં કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ડિયન રોડ કોંગ્રેસનું વાર્ષિક અધિવેશનનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજે 82 ઇન્ડિયન રોડ કોંગ્રેસનું વાર્ષિક સેશન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગના પ્રધાન નીતિન ગડકરી અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યાં હતાં. ત્યારે દેશમાં જે રીતે એક્સિડન્ટનું પ્રમાણ વધી રહ્યું છે અને એક્સિડન્ટ થઇ રહ્યા છે તેમાં ડ્રાઇવરની ભૂલના કારણે નહીં પરંતુ રોડ એન્જિનિયરિંગના કારણે એકસીડન્ટની ઘટના બનતી હોવાનું નિવેદન ગડકરીએ આપ્યું હતું.

સિવિલ એન્જીનીયર દેશના વિશ્વકર્મા : કેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરીએ પોતાની સ્પીચ દરમિયાન નિવેદન આપ્યું હતું કે દેશના સિવિલ એન્જિનિયર કે જે રોડ અને બિલ્ડીંગ બનાવવાનું કામ કરી રહ્યા છે તેઓ આધુનિક ભારતના વિશ્વકર્મા છે. તેઓએ કરેલું કામ જનતા ક્યારેય ભૂલતી નથી અને હંમેશા જનતા તમને યાદ રાખે તેવું કામ કરીને જોબ સેટિસ્ફેક્શન લેવું જોઈએ. આ તકે તેમણે ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચન સાથેની એક મુલાકાતને વાગોળી હતી.

2014માં અનેક પ્રોજેક્ટ નીતિઓને કારણે પડતર હતાં : રાજ્યમાં અને દેશમાં એવા અનેક કરોડો રૂપિયાના પ્રોજેક્ટ હોય છે કે જે ફક્ત ફાઈલ ઉપર જોવા મળે છે પરંતુ હકીકતલક્ષી હોતા નથી. ત્યારે આ મુદ્દે પણ નીતિન કરીએ નિવેદન આપ્યું હતું.

વર્ષ 2014માં હું જ્યારે પ્રથમ વખત પ્રધાન બન્યો ત્યારે સમગ્ર દેશમાં કુલ 406 જેટલા પ્રોજેક્ટ કે જેની કિંમત ત્રણ લાખ કરોડ રૂપિયાની હતી તે તમામ પ્રોજેક્ટ પેન્ડિંગ હતાં. જેમાં આ તમામ પેન્ડિંગ કામોની સમીક્ષા કરતા અમુક પ્રોજેક્ટોમાં જમીન મળી ન હોય ફોરેસ્ટ વિભાગનું ક્રિયરેન્સ મળ્યું ન હોય અને જો બધું મળ્યું હોય તો એ રેલવે વિભાગની પરમિશન મળી ન હોય આવા અનેક મુદ્દાથી મહત્વના પ્રોજેક્ટ પેન્ડિંગમાં રહેતા હતાં. પરંતુ હવે તમામને એક સાથે સાંકળીને પ્રોજેક્ટ વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય તે રીતનું પણ કામ કેન્દ્ર સરકાર કરી રહી છે...નીતિન ગડકરી ( કેન્દ્રીયપ્રધાન )

રોડ બનાવવામાં કચરાનો ઉપયોગ : તેમણે જણાવ્યું હતું કે જે રીતે સમયમાં ફેરફાર થાય છે તે રીતે ટેકનોલોજીમાં પણ ફેરફાર કરવો જોઈએ અને આ રીતે જ અમે અમુક પ્રોજેક્ટમાં ફેરફાર કર્યો હતો. જ્યારે અમદાવાદ ધોલેરા હાઇવે જે તૈયાર કરવામાં આવ્યો છે તેમાં 20 લાખ ટન કચરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને દિલ્હી મુંબઈમાં પણ અમદાવાદના કચરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમ આ રીતના પ્રોજેક્ટના કારણે ખર્ચમાં પણ ઘટાડો થાય છે અને દેશની તિજોરીની રકમ પણ બચે છે.

ગુજરાતના 2 હજાર કરોડના કામ મંજૂર : કેન્દ્રીયપ્રધાન તરીકે નીતિન ગડકરી જ્યારે પણ ગુજરાત આવે ત્યારે કંઈકની કંઈક જાહેરાત કરતાં હોય છે. ત્યારે આજે જાહેર મંચ ઉપરથી તેમણે નિવેદન આપ્યું હતું કે હું ગુજરાત આવું અને ગુજરાતને કંઇ આપું નહીં તે ચાલે નહીં. ત્યારે 2000 કરોડ રૂપિયાની મહત્વની જાહેરાત કરી હતી જેમાં 1,000 કરોડ રૂપિયા ગુજરાતમાં બ્રિજ માટેના કામો માટે અને 1000 કરોડ રૂપિયા રોડ રસ્તાના કામો માટે મંજૂર કરવામાં આવ્યા છે.

બાજપાઇના ' સડક હૈ તો ગતિ હૈ, ગતિ હૈ તો વિકાસ ' ને યાદ કર્યાં : રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમ દરમિયાન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈને યાદ કર્યા હતાં અને તેમની લાઈનો પણ કહી હતી કે અટલ બિહારી બાજપાઈ ભૂતકાળમાં કહેતા હતાં કે સડક હૈ તો ગતિ હે ગતિ હે તો પ્રગતિ હૈ. ત્યારે આ જ વાક્યને હાલમાં વર્તમાન સમયમાં આપણે અમલ કરી રહ્યા છીએ. જ્યારે બદલાતા સમયમાં વાહનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે અને બદલાતા વાતાવરણમાં રોડ નિર્માણની પ્રક્રિયા પણ બદલાતી રહી છે. ગુજરાતમાં રોડરસ્તા માટે 20,600 કરોડ રૂપિયા બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે જે ગત વર્ષ કરતાં 21 ટકા વધુ છે. સાથે જ રાજ્ય સરકાર માર્ગ અને બ્રિજના નિર્માણમાં નીતિ અપનાવી રહી છે.

  1. ગાંધીનગરમાં કેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરીએ ભાજપની જીત વધાવી, કહ્યું જનતાએ કર્યું દૂધનું દૂધ પાણીનું પાણી
  2. Nitin Gadkari Biopic : મંત્રી નીતિન ગડકરી પર બનવા જઇ રહી છે બાયોપિક, આ તારીખના થશે રિલીઝ

ABOUT THE AUTHOR

...view details