ગુજરાત

gujarat

Gandhinagar Education News : હવે બાળકો પણ વિમાન ઉડાવવાનો અનુભવ કરી શકશે

By

Published : Jul 5, 2023, 4:48 PM IST

ગુજરાતના બાળકો ઉડ્ડયન ક્ષેત્રમાં પણ દેશને ગૌરવ અપાવે તે આશયથી રાજ્ય સરકારના ઉડ્ડયન વિભાગ દ્વારા ખાસ બસ તૈયાર કરવામાં આવી છે. જેમાં વિમાન કઈ રીતે ઉડે તેની અનુભૂતિ કરાવવા આબેહૂબ સિમ્યુલેટર તૈયાર કરવામાં આવ્યું છે. રાજ્ય કેબિનેટ ઉડ્ડયન પ્રધાન બળવંતસિંહ રાજપૂત અને રાજ્યકક્ષાના પ્રધાન જગદીશ પંચાલે બસનું ફ્લેગ ઓફ કર્યું હતું.

Gandhinagar Education News : હવે બાળકો પણ વિમાન ઉડાવવાનો અનુભવ કરી શકશે
Gandhinagar Education News : હવે બાળકો પણ વિમાન ઉડાવવાનો અનુભવ કરી શકશે

હવે બાળકો પણ વિમાન ઉડાવવાનો અનુભવ કરી શકશે

ગાંધીનગર :ગુજરાતનું દરેક બાળક ભારત દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે. ત્યારે બાળક શાળામાં હોય ત્યારથી સારી દિશા તરફ આગળ વધે તે માતા-પિતાનું સ્વપ્ન હોય છે. સરકાર પણ દેશના બાળકોને જ્ઞાન અને નવી માહિતી મળે તે માટે આયોજન કરતું હોય છે. ત્યારે ગુજરાતના બાળકો ઉડ્ડયન ક્ષેત્રમાં પણ દેશને ગૌરવ અપાવે તે આશયથી રાજ્ય સરકારના ઉડ્ડયન વિભાગ દ્વારા ખાસ બસ તૈયાર કરવામાં આવી છે. જેમાં વિમાન કઈ રીતે ઉડે તેની અનુભૂતિ કરાવવા આબેહૂબ સિમ્યુલેટર તૈયાર કરવામાં આવ્યું છે.

ઉડ્ડયન મંત્રાલયની ખાસ બસ : રાજ્ય સરકારના ઉડ્ડયન વિભાગે આ ખાસ બસમાં એક સિમ્યુલેટર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર વિશ્વમાં પાયલોટ કઈ રીતે વિમાનનું સંચાલન કરે છે તેની અનુભવ કરી શકાશે. રાજ્ય કેબિનેટ ઉડ્ડયન પ્રધાન બળવંતસિંહ રાજપૂત અને રાજ્યકક્ષાના પ્રધાન જગદીશ પંચાલે બસનું ફ્લેગ ઓફ કર્યું હતું. આ તકે બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આજના બાળકોને એવીએશન બાબતે વધુ રસ જાગે તે માટે જ એક કરોડથી વધુના ખર્ચે આ બસ તૈયાર કરવામાં આવી છે.

અત્યાધુનિક સિમ્યુલેટર સિસ્ટમ : બસમાં વિમાન કઈ રીતે કાર્ય થાય છે તે તમામ બાબતો સાથેનો ઓડિયો વિઝ્યુઅલની માહિતી આપવામાં આવશે. ઉપરાંત વિમાન ઉડાવવાનો જાત અનુભવ કરાવતું અત્યાધુનિક સેમ્યુલેટર સિસ્ટમ પણ આ બસમાં કોકપીટ રૂપે બનાવવામાં આવી છે. આ બસ આવનારા દિવસોમાં રાજ્યની તમામ સરકારી શાળાઓમાં જઈ વિદ્યાર્થીઓને એવીએશન બાબતે વધુ રસ જાગે તે માટેનો પ્રયાસ કરવામાં આવશે. કુલ 1.43 લાખ કરોડના ખર્ચે બસ તૈયાર કરવામાં આવી છે.

ઉડ્ડયન પ્રધાન બળવંતસિંહ રાજપુત અને રાજ્યકક્ષાના પ્રધાન જગદીશ પંચાલ

વિમાનમાં કોકપીટની વ્યવસ્થા હોય અને કોકપીટમાંથી જ પાયલોટ વિમાનનું સંચાલન કરે છે. તેવી જ રીતની આ બસ તૈયાર કરવામાં આવી છે. આ બસમાં સિમ્યુલેટરમાં બે પાયલોટ માટેની બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સામે મોટી સ્ક્રીન પર રાખવામાં આવી છે. જેથી વિમાન કઈ રીતે આગળ વધી રહ્યું છે તેની પણ માહિતી અને જાણકારી મેળવી શકાય.-- બળવંતસિંહ રાજપૂત (રાજ્ય કેબિનેટ ઉડ્ડયન પ્રધાન)

વિદ્યાર્થીઓ માટે અદ્ભુત ભેટ : આ બસ ગુજરાતભરના વિદ્યાર્થીઓ માટે અદ્ભુત ભેટ છે. આજે ઉડ્ડયન વિભાગ દ્વારા એક ખાસ બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સિમ્યુલેટર બસમાં વિમાન અંગે પ્રદર્શન પણ હશે. આ બસને આવનારા દિવસોમાં ગુજરાતની તમામ સરકારી શાળા-કોલેજ અને લોકમેળામાં લઈ જવામાં આવશે. બાળકો વિજ્ઞાન અને ટેકનોલોજી તરફ દોરાય તેને હેતુથી રાજ્ય સરકાર આવા પ્રકલ્પનું આયોજન કરે છે. આજે રાજ્ય કક્ષાના પ્રધાન જગદીશ પંચાલ અને ઉડ્ડયન પ્રધાન બળવંતસિંહ રાજપૂતે પણ વિમાન ઉડાવવાનો જાત અનુભવ કર્યો હતો.

  1. Hospital Golf Car : ગોલ્ફ કારથી દર્દીઓ અવરજવર કરી શકશે, આગામી દિવસોમાં 93 હોસ્પિટલમાં લાગુ થશે સરળ સુવિધા
  2. Medical Technology News : ખાસ ટેક્નોલોજીથી મળ્યું 33 વર્ષીય મહિલાને નવજીવન, સ્ટર્લિંગ હોસ્પિટલનો આ કિસ્સો જાણો

ABOUT THE AUTHOR

...view details