ETV Bharat / state

Hospital Golf Car : ગોલ્ફ કારથી દર્દીઓ અવરજવર કરી શકશે, આગામી દિવસોમાં 93 હોસ્પિટલમાં લાગુ થશે સરળ સુવિધા

author img

By

Published : Jul 5, 2023, 3:39 PM IST

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી HPCIM હેઠળ પાયલટ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. જેમાં હોસ્પિટલમાં આવનાર દર્દીઓ અને સગા સંબંધીઓને સારી સુવિધાઓ પ્રાપ્ત થશે. આ પ્રોજેકેટને લઈને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ત્રણ ગોલ્ફ કારનો શુભારંભ કરીને દર્દીઓની સેવામાં સમર્પિત કરી હતી. જે આવનાર દિવસોમાં ગુજરાતની તમામ હોસ્પિટલોમાં લાગુ કરાશે.

Hospital Golf Car : ગોલ્ફ કારથી દર્દીઓ અવરજવર કરી શકશે, આગામી દિવસોમાં 93 હોસ્પિટલમાં લાગુ થશે સરળ સુવિધા
Hospital Golf Car : ગોલ્ફ કારથી દર્દીઓ અવરજવર કરી શકશે, આગામી દિવસોમાં 93 હોસ્પિટલમાં લાગુ થશે સરળ સુવિધા

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ત્રણ ગોલ્ફ કારનો શુભારંભ

ગાંધીનગર : ગુજરાતની સરકારી હોસ્પિટલમાં આવનાર દર્દીઓ અને સગા સંબંધીઓને સારી સુવિધાઓ પ્રાપ્ત થાય તેને ધ્યાનમાં લઈને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખાસ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જેમાં હોસ્પિટલ અને પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશન (HPCIM) હેઠળ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી પાયલટ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. જેમાં હવે આવનારા દિવસોમાં રાજ્યની તમામ સરકારી સિવિલ હોસ્પિટલમાં આ સીસ્ટમ લાગુ કરવામાં આવશે.

ખાનગી કંપનીના CSR ફંડનો ઉપયોગ : આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ દ્વારા હોસ્પિટલ અને પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશન હેઠળ(HPCIM)ના પાયલટ પ્રોજેક્ટનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી શુભારંભ કરવામાં આવ્યું હતુ. આ મિશન હેઠળ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દી અને સગાઓ માટે નવનિર્મિત બે હેલ્પ ડેસ્ક અને CSR હેઠળ મળેલ ત્રણ ગોલ્ફ કારનો શુભારંભ કરીને દર્દીઓની સેવામાં સમર્પિત કરી હતી. દર્દી-કેન્દ્રીય આરોગ્ય સારવાર અને સંભાળની સાથે હોસ્પિટલમાં ઉપલબ્ધ સેવા-સુવિધાઓની ઉપલબ્ધતા હોસ્પિટલમા આવતા દર્દી અને તેમના સગાઓને આ હેલ્પ ડેસ્ક અંતર્ગત 24*7 સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટર અને ઓ.પી.ડી. સેન્ટરમાં રાઉન્ડ ધ ક્લોક આ હેલ્પ ડેસ્ક કાર્યરત કરવામાં આવ્યા છે. આ ત્રણેય ગોલ્ફકાર એક સેવાભાવી સંસ્થા દ્વારા સી.એસ.આર. અંતર્ગત હોસ્પિટલમાં દર્દીઓના સેવાર્થે આપવામાં આવી છે.

હોસ્પિટલમાં ગોલ્ફ કારથી દર્દીઓ અવરજવર કરી શકશે
હોસ્પિટલમાં ગોલ્ફ કારથી દર્દીઓ અવરજવર કરી શકશે

ગુજરાતમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જે હેલ્થ શરૂ કરવામાં આવ્યો છે. તે હેલ્પર દિવસમાં ગુજરાતની તમામ સરકારી જેટલી હોસ્પિટલોમાં આ સુવિધા શરૂ કરવામાં આવશે. જેમાં લોકોના મંતવ્ય અને વિચારો પણ લેવામાં આવશે. જેથી હોસ્પિટલમાં લોકો કઈ રીતના સુધારો ઈચ્છવી રહ્યા છે. તે બાબતે પણ સરકાર અભ્યાસ કરશે અને જરૂરી છે તો લોકોની માંગણી મુજબ સરકારી હોસ્પિટલમાં સુવિધા અને કામગીરી બાબતે પણ સુધારો વધારો કરવામાં આવશે. - ઋષિકેશ પટેલ (આરોગ્ય પ્રધાન)

તમામ હોસ્પિટલમાં સિસ્ટમ લાગુ થશે : રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યની 93 આરોગ્ય સંસ્થાઓમાં આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે, ઉપરાંત 6 સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, 8 GMERS મેડિકલ કોલેજ, 21 જિલ્લા હોસ્પિટલ અને 58 પેટા જિલ્લા હોસ્પિટલમાં આ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ હાથ ધરાશે. દર્દી અને તેમના સગાઓની હોસ્પિટલમાં અવર-જવર માટે ગોલ્ફ કારની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. ઋષિકેશ પટેલે આ ત્રણેય સેવાઓને ખુલ્લી મુકતા જણાવ્યું કે, પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશન ગાંધીનગરથી શરૂ કરાયેલા પાયલટ પ્રોજેક્ટ બાદ રાજ્યની કુલ 93 જેટલી આરોગ્ય સંસ્થાઓમાં આ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે.

  1. Medical Technology News : ખાસ ટેક્નોલોજીથી મળ્યું 33 વર્ષીય મહિલાને નવજીવન, સ્ટર્લિંગ હોસ્પિટલનો આ કિસ્સો જાણો
  2. Vadodara News : 9 કરોડથી વધુ ખર્ચે અપાયેલા એમઆરઆઈ મશીનનું એસએસજી હોસ્પિટલમાં સીએમ દ્વારા લોકાર્પણ થશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.