ગુજરાત

gujarat

Gandhinagar News : ભારતમાં બે સેટેલાઈટ નેટવર્ક પોર્ટલની સ્થાપના, પ્રથમ મહેસાણામાં, OneWeb India અને સરકાર વચ્ચે MoU

By

Published : Jul 19, 2023, 3:59 PM IST

મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં OneWeb India અને ગુજરાત સરકાર વચ્ચે MoU સંપન્ન થયા છે. OneWeb ગુજરાતમાં 100 કરોડથી વધુના રોકાણથી ભારતનું પ્રથમ પ્રાઈવેટ સેટેલાઇટ નેટવર્ક પોર્ટલ સેટઅપ કરાશે. સેટેલાઈટ નેટવર્ક પોર્ટલ સાઈટ પૈકીની એક સૌપ્રથમ ગુજરાતમાં મહેસાણાના જોટાણા તાલુકામાં સ્થપાશે.

નGandhinagar News : ભારતમાં બે સેટેલાઈટ નેટવર્ક પોર્ટલની સ્થાપના, પ્રથમ મહેસાણામાં, OneWeb India અને સરકાર વચ્ચે MoU
Gandhinagar News : ભારતમાં બે સેટેલાઈટ નેટવર્ક પોર્ટલની સ્થાપના, પ્રથમ મહેસાણામાં, OneWeb India અને સરકાર વચ્ચે MoU

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના યુવાનો અને ઉદ્યોગ સાહસિકોની સંભાવનાઓને સંપૂર્ણ રીતે અનલોક કરવા માટે, સ્પેસ સહિત તમામ હાઈ ટેકનોલૉજી સેક્ટર્સમાં ખાનગી ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારો કરવાનું વિઝન આપ્યું છે. વડાપ્રધાનના આ વિઝનને સાકાર કરવાની દિશામાં આજે ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં લંડન સ્થિત OneWeb કંપની અને રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલૉજી વિભાગ વચ્ચે ‘સેટેલાઈટ નેટવર્ક પોર્ટલ સાઈટ’ સ્થાપવા અંગે MoU કરવામાં આવ્યાં છે.

ક્યાં સ્થપાશે પોર્ટલ સાઈટ :સતાવાર માહિતી અનુસાર મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલી MoU હસ્તાક્ષર કાર્યક્રમમાં વન વેબ ઇન્ડિયા કમ્યુનિકેશન પ્રા. લિ.ના ડિરેક્ટર રાહુલ વેટ્સ અને રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલૉજી વિભાગના સચિવ વિજય નેહરાએ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં. વન વેબ દ્વારા ભારતમાં સ્થાપિત થનાર બે પ્રાઈવેટ ‘સેટેલાઈટ નેટવર્ક પોર્ટલ સાઈટ’ પૈકી એક ગુજરાતના મહેસાણા જિલ્લામાં સ્થપાશે. મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં શરૂ થનાર આ સેટેલાઈટ નેટવર્ક પોર્ટલ સાઈટથી સરકાર, વ્યાપાર, ગ્રાહકો, શાળાઓ વગેરેને high-speed, low-latency અને affordable કનેક્ટિવિટી મળી રહેશે. તેમજ દેશમાં પોસાય તેવા દરે સતત અને સુરક્ષિત સેટેલાઇટ ઇન્ટરનેટ ઍક્સેસ પ્રદાન થશે.

ભારતમાં બે સેટેલાઈટ નેટવર્ક પોર્ટલ્સ : ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત સમગ્ર ભારતના ગામડાઓ, જિલ્લા પંચાયતો સ્થાનિક વહીવટી સંસ્થાઓ, સરકારી વિભાગો વગેરેને પોસાય તે રીતે ઇન્ટરનેટ પૂરું પાડવા માટેનો આ એક પ્રતિષ્ઠિત અને અનોખો પ્રોજેક્ટ છે. તે અંતર્ગત વન વેબ દ્વારા ભારતમાં બે સેટેલાઈટ નેટવર્ક પોર્ટલ (SNP) ગુજરાત અને તમિલનાડુ ખાતે ઊભા કરવામાં આવી રહ્યાં છે.

રોજગારીની તકો : ગુજરાતના જોટાણા તાલુકાના કટોસણ અને તેજપુરા ખાતે ઊભું થનાર આ સેટેલાઈટ નેટવર્ક પોર્ટલ 2023માં શરૂ થશે. તેના ફેઝ-1માં સંભવિત 100 કરોડથી વધુનું રોકાણ થશે. તેમજ રાજ્યમાં અંદાજે 500 જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી કરશે. સ્પેસ એક્સપ્લોરેશન અને સ્પેસ એનેબલ્ડ સર્વિસીસ ભવિષ્યમાં શહેરી અને પ્રાદેશિક વિસ્તારોનું વધુ સારું આયોજન, આપત્તિ વ્યવસ્થાપન, લોજિસ્ટિક્સ સર્વિસીસ, કુદરતી સંસાધનોનું મેપીંગ વગેરે ક્ષેત્રો તથા રાષ્ટ્રીય સુરક્ષા જેવા સ્ટ્રેટેજિક મહત્વના ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા ભજવશે.

નેટવર્ક સેવા પૂરી પાડશે : ઉલ્લેખનીય છે કે, OneWeb લો અર્થ ઓરબિટ (LEO) સેટેલાઈટ કંપની છે, જે 648 જેટલા ઉપગ્રહો ધરાવે છે અને તેના દ્વારા ગ્લોબલ કમ્યુનિકેશન નેટવર્ક ઊભું કરવાનું લક્ષ્ય ધરાવે છે. વનવેબ વિષુવવૃત્તથી 36,000 કિમી પર સ્થિત ભૂ-સ્થિર ઉપગ્રહોનો ઉપયોગ કરવાની પરંપરાગત પદ્ધતિને બદલે બ્રોડબેન્ડ ઇન્ટરનેટ ઍક્સેસ પ્રદાન કરવા માટે LEO ઉપગ્રહોનો ઉપયોગ કરે છે. આથી 500-700 ms ધરાવતી જીઓસિંક્રોનસ વિષુવવૃત્તીય ભ્રમણકક્ષા (GEO) આધારિત નેટવર્કની સરખામણીમાં 100 ms કરતાં ઓછી લેટન્સી ધરાવે છે અને સુરક્ષિત, સ્થિતિસ્થાપક અને મલ્ટિ-ડોમેન નેટવર્ક સેવા પૂરી પાડવા સક્ષમ છે.

કોણ કોણ જોડાયું હતું : સુરક્ષિત ગણાતી આ ટેકનોલૉજી હાલ યુરોપ અને કેનેડામાં કાર્યરત છે. ભારતમાં OneWeb એ મોબાઇલ નેટવર્ક ઑપરેટર્સને અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને Cost-effective Mannerમાં ઉપગ્રહથી Connectivity Service પૂરી પાડવા ઇચ્છે છે. મુખ્યપ્રધાન સમક્ષ થયેલા આ MOU સાઈનીંગ અવસરે મુખ્યપ્રધાનના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, અધિક મુખ્યસચિવ પંકજ જોષી, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવ એસ. જે. હૈદર, સાયન્‍સ ટેકનોલોજી સચિવ વિજય નેહરા, ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે અને ઉદ્યોગકારો જોડાયાં હતાં.

  1. Surat News : વાંસીબોરસીમાં વર્લ્ડ ક્લાસ પીએમ મિત્ર પાર્ક બનાવવા એમઓયુ સંપન્ન, પીયૂષ ગોયલે ચોમુખી વિકાસનો લાભ ગણાવ્યો
  2. MoU For Semiconductor: રાજ્યમાં 22 હજાર કરોડના ખર્ચે સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થપાશે, 20 હજાર નોકરીઓનું સર્જન થશે
  3. Surat Textile Utsav 43: 200 કરોડના MOU થાય તેવી સંભાવના મંદી વચ્ચે એક્ઝિબિશનમાં 7000 વેપારીઓ એકત્ર થયા

ABOUT THE AUTHOR

...view details