ETV Bharat / state

MoU For Semiconductor: રાજ્યમાં 22 હજાર કરોડના ખર્ચે સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થપાશે, 20 હજાર નોકરીઓનું સર્જન થશે

author img

By

Published : Jun 28, 2023, 10:02 PM IST

ગુજરાત સરકાર અને અમેરીકન સેમિકન્ડક્ટર માઇક્રોન ટેક્નોલોજી વચ્ચે MoU થયા છે. સેમિકન્ડક્ટર મેમરી ચિપ તૈયાર કરવા તથા ટેસ્ટીંગ,પેકેજીંગ અને માર્કઅપ માટે એમઓયુ કરવામાં આવ્યા છે. માઈક્રોન ગુજરાતના સાણંદમાં પ્લાન્ટ સ્થાપશે. જેના હેઠળ 5,000 સીધી નોકરીઓ અને 15,000 પરોક્ષ નોકરીઓનું સર્જન કરશે.

MoU
MoU

માઈક્રોન ગુજરાતના સાણંદમાં પ્લાન્ટ સ્થાપશે

ગાંધીનગર: ભારત દેશમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન કંપની દેશમાં આવીને સેમિકન્ડક્ટર ચીફનું ઉત્પાદન કરે તે માટે છેલ્લા 40 વર્ષોથી કેન્દ્ર સરકાર સતત મહેનત કરી રહી હતી. પરંતુ કોઈ પણ કંપની ભારત દેશમાં આવવા તૈયાર ન હતી ત્યારે 40 વર્ષ બાદ ગાંધીનગરમાં ગુજરાત સરકાર અને અમેરિકન ચીપ મેકર માઇક્રોન કંપની વચ્ચે આજે અમદાવાદના સાણંદ ખાતે આવેલ 50000 સ્ક્વેર ફૂટ જમીનમાં પ્લાન્ટ સ્થાપવાના MoU થયા છે. જેમાં કુલ 22,500 કરોડનું રોકાણ કંપની તરફથી કરવામાં આવશે.

ગુજરાત સરકાર અને અમેરીકન સેમિકન્ડક્ટર માઇક્રોન ટેક્નોલોજી વચ્ચે MoU
ગુજરાત સરકાર અને અમેરીકન સેમિકન્ડક્ટર માઇક્રોન ટેક્નોલોજી વચ્ચે MoU

કેન્દ્ર સરકારે 40 વર્ષમાં 3 વખત પ્રોસેસ: કેન્દ્રીય પ્રધાને એમઓયુ દરમ્યાન નિવેદન આપ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ વખત 1980 માં ત્યારબાદ 1990 માં અને વર્ષ 2005-06ના સમય દરમિયાન સેમિકન્ડક્ટર કંપની ભારતમાં આવે અને સેમિકન્ડક્ટર ચીપનું ઉત્પાદન કરે તેવા પ્રયત્નો કર્યા હતા. ત્યારે છેક 40 વર્ષ બાદ 2023માં માઇક્રોન કંપની સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો સેમિકન્ડક્ટરનો ઉપયોગ તમામ જગ્યાએ થાય છે જેમાં ગાડીમાં 1000, મોબાઇલમાં 100 ચીપ, ટ્રેનમાં 10000 થી 15000 ચીપ લગાડવામાં આવે છે. આમ દર વર્ષે ભારત દેશ એક લાખ કરોડની ચીપનું ઈમ્પોર્ટ કરે છે. જે હવે આગામી સમયમાં કરવું નહીં પડે અને સેમિકન્ડક્ટર ચીપમાં ભારત આત્મનિર્ભર બનવાનું આ સૌથી મોટું સ્ટેપ છે.

ગુજરાત સરકાર અને અમેરીકન સેમિકન્ડક્ટર માઇક્રોન ટેક્નોલોજી વચ્ચે MoU
ગુજરાત સરકાર અને અમેરીકન સેમિકન્ડક્ટર માઇક્રોન ટેક્નોલોજી વચ્ચે MoU

અભ્યાસક્રમમાં ફેરફાર: અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે 650 બિલિયન ડોલરની હાલમાં આ ઇન્ડસ્ટ્રીઝ છે અને 10 લાખ ટેલેન્ટની જરૂરિયાત છે ત્યારે આવનારા દિવસોમાં ગુજરાતમાં જે કંપનીની સ્થાપના થશે તેને ધ્યાનમાં લઈને બીટેક અને એમટેકના અભ્યાસમાં પણ સુધારો વધારો કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ અભ્યાસક્રમમાં ફેરફાર કરશે. જેથી સારામાં સારા એન્જિનિયરો ભારત દેશમાં જ તૈયાર કરી શકાય.

1 વર્ષમાં સંપૂર્ણ આયોજન: ગુજરાત સરકારના વૈજ્ઞાન અને ટેકનોલોજીના સચિવ વિજયને રાય નિવેદન આપ્યું હતું કે ગુજરાત રાજ્ય એ પ્રથમ રાજ્ય છે કે જેમાં સેમી કંડકટર પોલિસી છે અને માઇક્રોન કંપનીને ગુજરાતમાં લાવવા માટે એક વર્ષમાં સતત 40થી વધુ મીટીંગ અને 50થી 60 જેટલા કલાકો ટેલીફોન વાતચીતમાં જ પસાર કરવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદના સાણંદ ખાતે તૈયાર થનારો આ પ્લાન્ટ એક સૌથી મોડલ પ્લાન્ટ સૌથી મોટો પ્લાન્ટ અને સૌથી જલ્દી કમિશન થનારો પ્લાન્ટ હશે જ્યારે 18 માસની અંદર જ કંપનીમાં ચીપનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે.

ભારત વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી આવશે: અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે ઓટોમોબાઈલથી લઈને મોબાઈલ ફોન અને રેલવેથી લઈને સંરક્ષણ સુધી, સેમિકન્ડક્ટર ચિપ્સ આધુનિક સમયના ઉત્પાદનોના હૃદય તરીકે કાર્ય કરે છે. વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગનું કદ 650 અબજ ડોલર છે.
ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન કરોડો રૂપિયાને પાર કરી ગયું છે. ગયા વર્ષે 8.25 લાખ કરોડ અને 25 લાખથી વધુ નોકરીઓ પૂરી પાડે છે. માત્ર મોબાઈલ મેન્યુફેક્ચરિંગે જ 3.5 લાખ કરોડ જેટલું ઉત્પાદન પાર કર્યું છે.

2.75 અબજ ડોલરનું રોકાણ: માઈક્રોન ગુજરાતના સાણંદમાં પ્લાન્ટ સ્થાપશે. આ પ્રોજેક્ટમાં કુલ 22,500 કરોડ (2.75 અબજ ડોલર)નું રોકાણ થશે. તે 5,000 સીધી નોકરીઓ અને 15,000 પરોક્ષ નોકરીઓનું સર્જન કરશે. સાણંદમાં ઉત્પાદિત સેમિકન્ડક્ટર ચિપ્સનો ઉપયોગ સમગ્ર ભારતમાં કરવામાં આવશે અને વૈશ્વિક સ્તરે નિકાસ કરવામાં આવશે. આ પ્લાન્ટમાંથી પ્રથમ ચિપ 18 મહિનાની અંદર અપેક્ષિત છે. જ્યારે 3 અઠવાડિયાના ટૂંકા ગાળામાં, ગુજરાત સરકારે પ્રોજેક્ટના અમલીકરણ માટે માઇક્રોન સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. ગુજરાત સરકારે પ્રોજેક્ટ મંજૂરી પત્ર અને જમીન ફાળવણી પત્ર પણ સોંપ્યા છે.

ગુજરાત જ કેમ પસંદ કરવામાં આવ્યું?: સેમિકન્ડક્ટર કંપની માટે ગુજરાત જ કેમ્પ પસંદ કરવામાં આવ્યું તે બાબતના જવાબમાં અશ્મિની વૈષ્ણવે જણાવ્યું હતું કે સેમિકન્ડક્ટર ચીપને પ્રોડક્શન કરવા માટે અમુક જરૂરી ગેસ અને કેમિકલ હોવા ખૂબ જ જરૂરી છે જ્યારે ગુજરાતમાં કેમિકલ અને ગેસ ઇન્ડસ્ટ્રીઝ પૂરતા પ્રમાણમાં છે અને જેથી ગુજરાતને પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવી છે આમ સરળતાથી મળી શકે તેવા ગેસ કેમિકલ ઉર્જા તમામ વસ્તુ હોવાના કારણે જ ગુજરાતને સેમિકન્ડક્ટર ચિપ પ્રોડક્શન માટે પસંદ કરવામાં આવ્યું છે.

  1. ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી જાહેર, જાણો શું છે પોલિસી
  2. વિશ્વમાં સિલિકોન વેલીની મોનોપોલી હવે તોડશે ગુજરાત, સરકાર અને વેદાંતા ગ્રૂપ વચ્ચે થયા MOU
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.