ગુજરાત

gujarat

Issues of water scarcity 2023 : ઉનાળામાં રહેશે પાણીનો કકળાટ? પાણીનો જથ્થો ઓછો છે? સરકાર કેવી રીતે કરશે વ્યવસ્થા જાણો

By

Published : Feb 17, 2023, 6:34 PM IST

ફેબ્રુઆરી મધ્યમાં પહોંચતાંમાં તો ગરમીનો પારો ચાળીસે પહોંચી ગયો છે. તેવામાં રાજ્યમાં આકરી ગરમીના આસાર મળી રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા ખરા ઊનાળાના સમયે પીવાના પાણીની અછતના પ્રશ્નો ઊભાં ન થાય તે માટે સરકારે અગમચેતીરુપે કયા વિશેષ આયોજન કર્યાં છે તે જાણો.

Issues of water scarcity 2023 : ઉનાળામાં રહેશે પાણીનો કકળાટ? પાણીનો જથ્થો ઓછો છે? સરકાર કેવી રીતે કરશે વ્યવસ્થા જાણો
Issues of water scarcity 2023 : ઉનાળામાં રહેશે પાણીનો કકળાટ? પાણીનો જથ્થો ઓછો છે? સરકાર કેવી રીતે કરશે વ્યવસ્થા જાણો

ગાંધીનગર : ગુજરાતમાં હવે ફેબ્રુઆરીના મધ્યાંતરથી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. લોકો ગરમીથી બચવા માટે પાણી પણ વધુ પીવાનું ચાલુ કર્યું છે. પણ ગુજરાતમાં ખરી ગરમી માર્ચ એપ્રિલ અને મે મહિનામાં જોવા મળે છે. લોકો ઘરની બહાર પણ નીકળી શકતા નથી. તેવી પરિસ્થિતિ બપોરે 1 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી જોવા મળે છે, સરકાર દ્વારા એવો ક્લેમ કરવામાં આવે છે નલ સે જળ યોજનાથી તમામ ઘરોમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવ્યું છે. ત્યારે ઉનાળામાં જીવનનું અમૃત એવું પીવાના પાણી માટેનો કકળાટ થશે કે નહીં તે માટે જુવો ETV ભારતનો વિશેષ અહેવાલ.

ગુજરાતના જળાશયોમાં પાણીનો કેટલો સ્ટોક : સૌપ્રથમ એ જોઇએ કે ગુજરાતના જળાશયોમાં પાણીનો જથ્થો કેટલો ઉપલબ્ધ છે. 16 ફેબ્રુઆરી 2023ના ડેટા અનુસાર જાણી શકાય છે કે ઉત્તર ગુજરાતના ડેમોમાં 54.61 ટકા, દક્ષિણ ગુજરાતમાં 76.51 ટકા, મધ્ય ગુજરાતમાં 58.11 ટકા, કચ્છમાં 49.43 ટકા, સૌરાષ્ટ્રના ડેમોમાં 44.46 ટકા અને રાજ્યની જીવાદોરી એવા સરદાર સરોવર ડેમમાં 72.13 ટકા જળરાશિ ઉપલબ્ધ છે. મહત્ત્વની બાબત એ છે કે સરદાર સરોવર ડેમને બાદ કરતાં ફક્ત 65.30 ટકા પાણીનો જ લાઈવ સ્ટોક છે.

આ પણ વાંચો Sujalam Suflam Yojna 2023 : સીએમ ભૂપેન્દ્ર પટેલે વહેલી શરુ કરાવી સુજલામ સુફલામ યોજના, મુદત વધારી માટીનો ભાવ પણ વધાર્યો

સૌરાષ્ટ્રના જિલ્લામાં પાણીનો કકળાટ થશે : ગુજરાતમાં દર ઉનાળામાં સૌરાષ્ટ્રના જિલ્લામાં પાણીનો કકળાટ જોવા મળે છે. જેમાં મુખ્યત્વે અમરેલી જિલ્લો, રાજકોટ જિલ્લો, જૂનાગઢ જિલ્લાના ગરમી વિસ્તારમાં પાણી પણ 2 થી 4 દિવસના અંતરમાં આવે છે. ત્યારે સૌરાષ્ટ્રના ડેમની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો N.W.R.W.S. અને કલ્પસર વિભાગમાંથી મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્રના 11 ડેમમાંથી 9 ડેમમાં 50 ટકાથી ઓછા પ્રમાણમાં પાણીનો લાઈવ સ્ટોક છે. જેમાં અમરેલીમાં 34.04 ટકા, બોટાદમાં 19.79 ટકા, દેવભૂમિ દ્વારકા 19.44 ટકા, જામનગરમાં 34.27 ટકા, જૂનાગઢ 42.67 ટકા, મોરબી 35.40 ટકા પોરબંદર 31.68 ટકા, રાજકોટ 43.25 ટકા,સુરેન્દ્રનગર 22.96 જ પાણીનો સ્ટોક ફેબ્રુઆરીના મધ્યાંતરમાં નોંધાયો છે. ત્યારે આખરે જયારે ઉનાળો આવશે ત્યારે પાણીનો કકળાટ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ કોર્પોરેશનમાં અત્યારથી જ પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે.

પાણીનો જથ્થો જે પણ હોય તેમાં યોગ્ય વિતરણ વ્યવસ્થાનો અભાવ કનડતો હોય છે

ઉત્તર ગુજરાતમાં પાણી ઓછું :ઉત્તર ગુજરાતની પાણીની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો અરવલ્લી, બનાસકાંઠા મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાનો સમાવેશ થાય છે. ત્યારે સૌથી ઓછા પાણીની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં ફક્ત 33.96 ટકા પાણી જ છે. જ્યારે અરવલ્લીમાં 61.92 ટકા મહેસાણામાં 58.24 ટકા અને સાબરકાંઠામાં 57.5 ટકા પાણીનો લાઈવ સ્ટોક સરકારી ચોપડે નોંધાયો છે. આમ ઉનાળાની સિઝનમાં ઉત્તર ગુજરાતમાં પણ પાણીનો કકળાટ જોવા મળી શકે છે.

આ પણ વાંચો Water Problem: રાજકોટ છે મહાનગર પણ પાણીની સમસ્યા ગામડાથી પણ જાય એવી, 2 દિવસે એક વાર આવે છે પાણી

નર્મદાની કેનાલ પાથરી પણ પાણીનો કકળાટ હજુ યથાવત : રાજ્ય સરકાર દ્વારા કચ્છ સુધી નર્મદા કેનાલનું નેટવર્ક પાથરવામાં આવ્યું છે અને સરદાર સરોવર ના માધ્યમથી જેવાડા સુધીમાં પાણી સપ્લાય કરવામાં આવે છે.તેમ છતાં ગુજરાતમાં અને એક જગ્યા ઉપર પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે જ્યારે સૌથી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનો કકળાટ સામે આવી રહ્યો છે. ઉનાળામાં આવનારા દિવસોમાં પાણીનો કકળાટ સામે આવશે.

અપક્ષ ધારાસભ્ય શું કહે છે : જ્યારે પાણીના કકળાટ બાબતે અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ETV સાથે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું હતું કે પાણી વિતરણના આગોતરા આયોજન માટે 2 દિવસ સરપંચ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. અમારો પ્રદેશ સૂકો પ્રદેશ છે. પીવાના પાણીની સમસ્યા સર્જાય છે, સરકારી યોજના છે પણ લાભ પ્રાપ્ત થતો નથી. એટલે ગ્રામ પંચાયતના બજેટમાંથી પાણીના ટેન્કર લાવવા પડે છે. જ્યારે અઠવાડિયામાં 2 થી 3 દિવસ જ પાણી આવે છે.

શું કહ્યું હતું પાણી પુરવઠાપ્રધાન કુંવરજી બાવળીયાએ? : 13 ડિસેમ્બર 2022ના રોજ પાણીની વ્યવસ્થા બાબતે કુંવરજી બાવળિયાએ ETV સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ગામડાઓ સુધી પીવાના પાણી માટેની કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વિશેષ આયોજન કરવામાં આવશે. જ્યારે જે વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં પાણી માટે ટેન્કર રાજ છે ત્યાં ટેન્કર રાજ દૂર કરીને પીવાનું પાણી પહોંચાડવામાં આવશે. કોઈપણ ગામડામાં પીવાના પાણીની સમસ્યા રહેશે નહી.

ABOUT THE AUTHOR

...view details