ગુજરાત

gujarat

President Draupadi Murmuji : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન 'NeVA'નું ઉદ્ઘાટન કર્યુ

By ETV Bharat Gujarati Team

Published : Sep 13, 2023, 5:29 PM IST

આજે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા 'રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન'-NeVAનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ હાજર રહ્યા હતા.

ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિએ Neva એપ્લિકેશન લોન્ચ કરી
ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિએ Neva એપ્લિકેશન લોન્ચ કરી

ગાંધીનગરઃ ઈ-એસેમ્બલીનું ઉદ્ઘાટન એક મહત્વપૂર્ણ પગલું છે. જે આ ગૃહને ડિજિટલ હાઉસમાં પરિવર્તિત કરશે. રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન (NeVA)દ્વારા આ ગૃહના સભ્યો સંસદ અને દેશની અન્ય વિધાનસભાની શ્રેષ્ઠ પદ્ધતિઓ શીખી અને અપનાવી શકે છે. “ એક રાષ્ટ્ર એક એપ્લિકેશન ”ના માધ્યમથી ગુજરાત વિધાનસભાની કામગીરીમાં વધુ ઝડપ અને પારદર્શિતા આવશે. ગૃહની સમગ્ર પ્રક્રિયા પેપરલેસ હોવાથી પર્યાવરણનું પણ રક્ષણ થશે.

2047 સુધીમાં ગુજરાત અને ભારતને સમૃદ્ધ કરીશુઃ ઈ-વિધાન ધારાસભ્યોને લોકો સાથે જોડાયેલા રહેવામાં વધુ મદદ કરશે. સંસદીય શિષ્ટાચાર અને ગરિમા જાળવી રાખીને તેઓ આ ગૃહમાં લોક કલ્યાણની ચર્ચા કરવા માટે એક નવું ધોરણ સ્થાપિત કરશે. ગુજરાતને વધુ સમૃદ્ધ રાજ્ય બનાવવા ઉપરાંત વર્ષ 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવામાં પણ મહત્વપૂર્ણ રહેશે.

માનવ સંશાધનની ભૂમિકાઃ કોઈપણ રાજ્યની આર્થિક પ્રગતિમાં માનવ સંશાધન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેના વિકાસ માટે લોકોને સારી આરોગ્ય વ્યવસ્થા, ગુણવત્તાયુક્ત શિક્ષણ, વીજળી અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવી મહત્વપૂર્ણ છે. ગુજરાત સરકારે આ પાસા પર સંપૂર્ણ ધ્યાન આપ્યું છે. સરકારના પ્રયાસોથી કન્યા શિક્ષણ, શિક્ષક-વિદ્યાર્થી ગુણોત્તર, નોંધણી ગુણોત્તર અને જાળવણી દરમાં સુધારો થયો છે.

ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સઃ પર્યાવરણીય સંરક્ષણ અને ઊર્જા આત્મનિર્ભરતા માટે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન પછી ભારતના નેતૃત્વમાં ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ એક બીજું મહત્વનું પગલું છે. ગુજરાત માટે આ એક સારી તક છે જે ઊર્જાના નવીન અને બિન-પરંપરાગત સ્ત્રોતોને પ્રોત્સાહન આપે છે.

ગુજરાત અનેક માપદંડોમાં દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે. ગુજરાત સૌથી મોટું દૂધ ઉત્પાદક રાજ્ય છે.રૂફ ટોપ સોલર પાવર જનરેશન અને વિન્ડ એનર્જી પ્રોડક્શનમાં ગુજરાત અવ્વલ છે...દ્રોપદી મુર્મુ (રાષ્ટ્રપતિ, ભારત)

ગુજરાત વિધાનસભા ડિજિટલ હાઉસ બનવાના આ ઐતિહાસિક અવસરને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પેપરલેસ ગવર્મેન્ટના અભિગમને વાસ્તવિક રૂપ આપતો અવસર છે, સરકારની ફાઈલો હવે ઓનલાઇન પ્રોસેસ થાય છે અને આવી વિવિધ વિભાગોની ૧૦ લાખથી વધુ ફાઈલો પ્રોસેસ કરીને પેપરલેસ ગવર્મેન્ટની દિશામાં ગુજરાતે નક્કર કદમ ભર્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર ભાઈના નેતૃત્વમાં G-૨૦ની સફળ યજમાની ભારતે કરી છે, તેમના માર્ગદર્શનમાં ભારત વિશ્વગુરુ બનવા તરફ અનેક નવા આયામો સાથે આગળ વધી રહ્યું છે...ભુપેન્દ્ર પટેલ (મુખ્ય પ્રધાન, ગુજરાત)

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન હેઠળ 'વન નેશન, વન એપ્લિકેશન'ના ઉદ્દેશ્ય સાથે પેપરલેસ વિધાનસભાનો પ્રોજેક્ટ છે. આ ત્રીજા સત્રથી નેવા એપ્લીકેશનના અમલીકરણ સાથે આ વિધાનસભા હવે ફિઝિકલમાંથી ડિજિટલ થઈ ગઈ છે. નેવા દ્વારા ધારાસભ્યો વિધાનસભા સાથે ઓનલાઈન જોડાઈ શકશે અને જાહેર મુદ્દાઓની ચર્ચા સરળતાથી અને ઝડપથી કરી શકશે. નેવા જનપ્રતિનિધિઓને 'ડિજિટલ બ્રિજ' તરીકે જનતા સાથે જોડવાનું કામ કરશે. વિધાનસભાની કામગીરીને લગતા તમામ દસ્તાવેજો ડિજિટલ ફોર્મેટમાં રજૂ થવાના કારણે દર વર્ષે લગભગ 25 ટન કાગળની બચત થશે...શંકરભાઈ ચૌધરી (અધ્યક્ષ, ગુજરાત વિધાનસભા)

  1. Gujarat Assembly : ગુજરાતના ધારાસભ્યો હવે આંગળીના ટેરવે ચલાવશે વિધાનસભા
  2. Gujarat Assembly : વિધાનસભા બનશે પેપર લેસ, ધારાસભ્યોને હવે ટેબલેટના માધ્યમથી કામગીરી કરવાની રહેશે

ABOUT THE AUTHOR

...view details