ગુજરાત

gujarat

રાજ્યમાં ગેરકાયદેસર બાંધકામ થશે કાયદેસર, વિધાનસભામાં ગુજરાત અનઅધિકૃત બાંધકામ નિયમિત બિલ સર્વાનુમતે પસાર

By

Published : Dec 21, 2022, 11:08 AM IST

ગાંધીનગરમાં 15મી વિધાનસભાનું એક દિવસીય સત્ર (Gujarat Assembly Special Session 2022) મંગળવારે યોજાયું હતું. આ દિવસે ગુજરાત અનઅધિકૃત બાંધકામ નિયમિત બિલ સર્વાનુમતે (Unauthorized constructions regularization bill) પસાર કરવામાં આવ્યું હતું. એટલે હવે રાજ્યના શહેરમાં વસતા સામાન્ય માનવીના હિતમાં અનનિધિકૃત બાંધકામો નિયમિત કરી શકાશે.

રાજ્યમાં ગેરકાયદેસર બાંધકામ થશે કાયદેસર, વિધાનસભામાં ગુજરાત અનઅધિકૃત બાંધકામ નિયમિત બિલ સર્વાનુમતે પસાર
રાજ્યમાં ગેરકાયદેસર બાંધકામ થશે કાયદેસર, વિધાનસભામાં ગુજરાત અનઅધિકૃત બાંધકામ નિયમિત બિલ સર્વાનુમતે પસાર

રાજ્યપાલની મંજૂરીથી વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો

ગાંધીનગર15મી ગુજરાત વિધાનસભાના એક દિવસીય સત્રમાં (Gujarat Assembly Special Session 2022) સર્વાનુમતે ગુજરાત અનઅધિકૃત બાંધકામ નિયમિત બિલ પસાર (Unauthorized constructions regularization bill) કરવામાં આવ્યું હતું. એટલે હવે આ બિલ અંતર્ગત 17 ઓક્ટોબર 2022થી 4 મહિનામાં બાંધકામો નિયમિત કરવા માલિકે ઈ નગર પોર્ટલ (e nagar portal) પર અરજી કરવાની રહેશે અને ફી ભરવા માટે બે માસની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.

BU પરવાનગી સમક્ષ માન્યતા મળી રહે તે માટે આવશ્યક પગલાની જરૂરશહેરી વિકાસ વિભાગના પ્રધાન ઋષિકેશ પટેલ (Rishikesh Patel Gujarat Minister) જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખાસ કરીને શહેરી વિસ્તારોમાં બાંધકામની મંજૂરી સિવાયના બાંધકામમાં પ્રકાર અને તેનો વ્યાપ જણાવવા કરાયેલા સેમ્પલ સરવેમાં રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, સત્તા મંડળો તેમ જ નગરપાલિકા (Municipalities of Gujarat State) વિસ્તારમાં મોટા પ્રમાણમાં મકાન બાંધકામો મંજૂરી વિનાના જણાતા હતા. આથી બાંધકામોની સંખ્યાનો વ્યાપ તથા સેમ્પલ સરવેને વિગતે ધ્યાનમાં લેતા મંજૂરી ન મળે હોય તેવા તમામ બાંધકામોને બીયુ પરવાનગી સમક્ષ માન્યતા મળી રહે તે માટે કોઈ ચોક્કસ પગલાં લેવા આવશ્યક હતા.

રાજ્યપાલની મંજૂરીથી વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતોવધુમાં તેમણે જણાવ્યું હતું કે, તમામ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જૂના કાયદાની જોગવાઈ તેમ જ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના નિર્દેશ અનુસાર સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં લઈને gujrat regulations of unauthorised development ordinance 2022 લાવવાની આવશ્યકતા ઊભી થઈ હતી. આ અંગે તાત્કાલિક સમય વિધાનસભા ચત્ર કાર્યરત્ ન હોવાથી 16 ઓક્ટોબર 2022ના રોજ રાજ્યપાલની મંજૂરી મેળવીને 17 ઓક્ટોબર 2022ના રોજ વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો.

ઈ નગર પોર્ટલ પર અરજી કરવી પડશેરાજ્યની તમામ મહાનગરપાલિકાઓ (Municipalities of Gujarat State) શહેરી વિકાસ સત્તા મંડળો અને નગરપાલિકાઓ વિસ્તારમાં 1 ઓક્ટોબર 2022 પહેલાં થયેલા પણ અનધિકૃત બાંધકામો નિયમિત કરી શકાશે. વટહુકમની તારીખ 17 ઓક્ટોબર 2022થી 4 માસમાં આ બાંધકામોન નિયમિત કરવા મકાન માલિકે કબજેદારોએ ઈ નગર પોર્ટલ (e nagar portal) પર અરજી કરવાની રહેશે. આ ઉપરાંત માર્જિન, બીલ્ડ ઑફ, મકાનની ઊંચાઈ, ઉપયોગમાં ફેરફાર, કવર પ્રોજેક્શન,પાર્કિંગ કોમન પ્લોટ, સેનેટરી સુવિધાઓની ફી લઈ નિયબદ્ધ થઈ શકશે.

ફી ભરવાની સમય મર્યાદા 2 મહિના તો અરજીની તારીખ પછી 6 માસમાં અનઅધિકૃત બાંધકામ કોઈ પણ શરત સાથે કે સિવાય નિયમ બાદ કરવા અંગેનો હુકમ કરવાનો રહેશે. જ્યારે ફી ભરવાની સમય મર્યાદા 2 માસની રહેશે. જો અપીલ અધિકારીને જરૂર લાગશે તો બીજા 60 દિવસ અપીલ કરવા માટે આપી શકે છે.

અનઅધિકૃત બાંધકામ નિયમન કરવા માટેની ફી50 ચોરસ મીટર સુધી ફી દર 3,000 રૂપિયા, 50થી 100 ચોરસ મીટર સુધી 6,000, 100 ચોરસ મીટરથી 200 ચોરસ મીટર સુધી 12,000 રૂપિયા અને 300 ચોરસ મીટરથી વધુના બાંધકામ પર 18,000 રૂપિયા તેમ જ વધારાના 150 દર ચોરસ મીટર પર ફીડર રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત અપૂર્તિ સેનેટરી સુવિધાઓના ખિસ્સામાં નક્કી કરેલ ઉપરાંત 7,500 ચૂકવવાના રહેશે.

અધ્યક્ષની નિમણૂક કરાઈવિધાનસભાની એક દિવસીય સત્રમાં ગુજરાત ( Gujarat Assembly Special Session 2022) વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની (Gujarat Assembly Speaker Shakar Chaudhary) નિમણૂક કરવામાં આવી હતી. જ્યારે વિજેતા થયેલા ધારાસભ્યોનો શપથવિધિ પણ યોજાઈ હતી. તેમાં આજ રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ (Municipalities of Gujarat State), શહેરી વિકાસ સત્તા મંડળો અને નગરપાલિકો વિસ્તારમાં 1 ઓક્ટોબર 2022 પહેલાના થયેલા અનઅધિકૃત મકાનોમાં નિયમિત કરી શકાશે. તેનું બિલ સર્વાનુમતે (Gujarat Assembly Special Session 2022) પસાર કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details