ગુજરાત

gujarat

Gandhinagar News : સરકારી કર્મચારીઓ પર થયેલી ફરિયાદનો નિકાલ કરવા CMનો આદેશ, 1250નો આંકડો આવ્યો સામે

By

Published : Jun 7, 2023, 8:35 PM IST

રાજ્યના સરકારી કર્મચારી અને અધિકારીઓ વિરુદ્ધ થયેલી ફરિયાદનો નિકાલ કરવા મુખ્યપ્રધાને આદેશ કર્યો છે. ગુજરાતમાં કુલ 1250 ખાતાકીય તપાસ કાર્યરત હોવાનો આંકડો સામે આવ્યો છે. આ ઉપરાંત હવે ગુજરાતના કોઈપણ ગ્રામ્ય વિસ્તારમાં થતી કામગીરીને સીધી સમીક્ષા મુખ્યપ્રધાન પોતાના ડેસ્કબોર્ડથી કરી શકશે.

Gandhinagar News : સરકારી કર્મચારીઓ પર થયેલી ફરિયાદનો નિકાલ કરવા CMનો આદેશ, 1250નો આંકડો આવ્યો સામે
Gandhinagar News : સરકારી કર્મચારીઓ પર થયેલી ફરિયાદનો નિકાલ કરવા CMનો આદેશ, 1250નો આંકડો આવ્યો સામે

સરકારી કર્મચારીઓ પર થયેલી ફરિયાદનો નિકાલ કરવા મુખ્યપ્રધાનનો આદેશ

ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓ માટે એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતના અનેક વિભાગોમાં કર્મચારીઓ અને અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ અને ખાતાકીય તપાસ કાર્યરત હોય છે, ત્યારે આવી ખાતાકીય તપાસ પૂર્ણ કરવા માટે રાજ્યના મુખ્યપ્રધાન પટેલે મુખ્ય સચિવને સૂચના આપી છે. આ ઉપરાંત ગુજરાતમાં કુલ 1250 ખાતાકીય તપાસ કાર્યરત હોવાનો આંકડો પણ રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જાહેર કર્યો હતો.

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષથી પડતર 1250 ખાતાકીય તપાસ પ્રાથમિક તપાસ પૂર્ણ કરવા માટે રાજ્ય સરકારે આજે કેબિનેટ બેઠકમાં આદેશ આપ્યો છે. તાત્કાલિક ધોરણે સરકારી કર્મચારીઓ પર થયેલી ફરિયાદ અંતર્ગત તેનું નિકાલ આવે તે રીતનો સૂચન રાજ્યના મુખ્ય સચિવને આપવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં 1725 જેટલી પડતર ખાતાકીય તપાસને નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા તેમજ સંબંધિત અધિકારી કર્મચારીને છેલ્લા દિવસ એટલે કે વહી નિવૃત્તિના દિવસ પહેલા આરોપનામું અને ચાર્જશીટ અપાય તે પણ સુનિશ્ચિત કરવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સૂચન કર્યું હતું.- ઋષિકેશ પટેલ (પ્રવક્તા પ્રધાન)

સીએમ ડેસ્ક બોર્ડ હવે ગ્રામ્ય વિસ્તાર સુધી જશે :બોર્ડ બાબતે લીધેલ નિર્ણય અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સીએમ ડેસ્કબોર્ડમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ મોનીટરીંગ કરવામાં આવે છે, પરંતુ હવે આનો વ્યાપ વધારીને ગુજરાતના ગ્રામ્ય વિસ્તાર સુધી લઈ જવામાં આવશે. આમ ગુજરાતના કોઈપણ ગ્રામ્ય વિસ્તારમાં થતી કામગીરીને સીધી સમીક્ષા મુખ્યપ્રધાન પોતાના ડેસ્કબોર્ડથી કરી શકશે. ઉલ્લેખનીય છે કે, સીએમ ડેસ્કબોર્ડમાં પહેલા જિલ્લા અને તાલુકા માટેની જ માહિતી અને સરકારી સામગ્રી ઉપલબ્ધ હતી જેમાં હવે ગ્રામ્ય વિસ્તારોનો પણ સમાવેશ કરવામાં આવશે.

  1. Transplant Operation : અંગોના ટ્રાન્સપ્લાન્ટ મામલે સરકારનો કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય
  2. Surat News: સુરતમાં ખાદ્ય પદાર્થમાં સેમ્પલ ફેલ થવાના મામલે ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ સીએમને પત્ર લખ્યો
  3. Gujarat High Court: સિદ્ધપુર સરકારી હોસ્પિટલને લઈને હાઇકોર્ટે સરકારને નોટિસ પાઠવી, પૂર્વ આરોગ્યપ્રધાને કરી હતી અરજી

ABOUT THE AUTHOR

...view details