ETV Bharat / state

Gujarat High Court: સિદ્ધપુર સરકારી હોસ્પિટલને લઈને હાઇકોર્ટે સરકારને નોટિસ પાઠવી, પૂર્વ આરોગ્યપ્રધાને કરી હતી અરજી

author img

By

Published : Jun 5, 2023, 9:32 PM IST

પૂર્વપ્રધાન જય નારાયણ વ્યાસ દ્વારા સિદ્ધપુર કોલેજની મેડિકલ ખરાબ સ્થિતિ અંગે જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. તેમાં આજે ગુજરાત હાઇકોર્ટે સરકારને નોટિસ પાઠવી છે તેમજ રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ કર્યો છે. આ કેસમાં વધુ સુનાવણી 16 જૂનના રોજ હાથ ધરવામાં આવશે.

Gujarat High Court
Gujarat High Court

હાઇકોર્ટે સરકારને નોટિસ પાઠવી,

અમદાવાદ: પૂર્વ આરોગ્યપ્રધાન જય નારાયણ વ્યાસ દ્વારા સિધ્ધપુરની મેડિકલ કોલેજ અને હોસ્પિટલની દયનીય પરિસ્થિતિને લઈને ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરાઈ હતી. જેમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી મેડિકલ કોલેજ અને હોસ્પિટલની જાળવણી બિલકુલ યોગ્ય રીતે થતી નહીં હોવાની ફરિયાદ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.

સિદ્ધપુર કોલેજની મેડિકલ ખરાબ સ્થિતિ
સિદ્ધપુર કોલેજની મેડિકલ ખરાબ સ્થિતિ

કાર્યવાહી કરવાના આદેશ: આ સમગ્ર મામલે સરકારી વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે સિદ્ધપુરની જનરલ હોસ્પિટલમાં 12 સીટ કુલ 11 સીટ ભરી દેવામાં આવી છે જ્યારે માત્ર એક જ સીટ ખાલી છે. કેન્સર હોસ્પિટલમાં આઠમાંથી સાત સીટ ભરવામાં આવી છે અને ત્યાં પણ એક જ જગ્યા ખાલી છે તો એ ઉપરાંત કિડની હોસ્પિટલમાં પણ કુલ છ જગ્યા ખાલી છે જેને ભરવા માટે નોટિસ અપાવી દેવામાં આવી છે. આ સમગ્ર વિગત અંગે સરકાર દ્વારા કોર્ટને જાણકારી આપવામાં આવી હતી. આ સાથે જ બીજી જે પણ બાબતો છે તેમાં પણ કાર્યવાહી કરવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે.

સિદ્ધપુર કોલેજની મેડિકલ ખરાબ સ્થિતિ
સિદ્ધપુર કોલેજની મેડિકલ ખરાબ સ્થિતિ

" વર્ષ 2012માં સિદ્ધપુરમાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ બનાવવામાં આવી છે. જે પણ હજી સુધી કાર્યરત થઈ નથી. એ હોસ્પિટલની સ્થિતિ ત્યાં સુધી ખરાબ છે કે હોસ્પિટલના બારી બારણા પણ વ્યક્તિઓ દ્વારા લઈ જવામાં આવ્યા છે તે ખૂબ જ ખંડેર હાલતમાં છે એટલું જ નહીં વકીલ દ્વારા હોસ્પિટલ અંગેના ફોટોગ્રાફ્સ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા." મકબુલ મન્સૂરી, અરજદારના વકીલ

શું છે સમગ્ર કેસ: પૂર્વ આરોગ્યપ્રધાન જય નારાયણ વ્યાસ દ્વારા સિદ્ધપુરની મેડિકલ કોલેજ અને હોસ્પિટલની ખરાબ સ્થિતિ મુદ્દે એક જાહેર હિતની અરજી હાઇકોર્ટમાં દાખલ કરાઈ હતી. જેમાં 2012માં બનેલી કરોડો રૂપિયાના ખર્ચે આ હોસ્પિટલમાં બિલકુલ પણ જાળવણી થતી નથી. હોસ્પિટલના સારવાર તેમજ અયોગ્ય વ્યવસ્થાના કારણે દર્દીઓને છેક અમદાવાદ સુધી સારવાર લેવા આવું પડે છે. આ સાથે જ જય નારાયણ વ્યાસે રાજકીય અદાવતને કારણે હોસ્પિટલમાં યોગ્ય જાળવણી નથી એવું પણ આક્ષેપ કર્યા હતા. આ સમગ્ર મામલે સુનાવણી બાદ હાઇકોર્ટે આ મુદ્દે સરકારને નોટિસ પાઠવી છે અને સમગ્ર મામલે રિપોર્ટ રજૂ કરવા માટે પણ આદેશ આપ્યા છે.

  1. Gujarat High Court News : 14 નાળા વસ્તાર ડિમોલિશન મામલે ગુજરાત હાઇકોર્ટમાં બાંહેંધરી આપતી ભાવનગર મનપા
  2. Gujarat High Court News : નવી શિક્ષણનીતિ સામે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચૂકાદો, વાલીને રાહત મળી
  3. Gujarat High Court: હાઇકોર્ટના નિર્દેશ બાદ સરકારે પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમો જાહેર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.