ગુજરાત

gujarat

Gujarat Corona Update: 24 કલાકમાં 8934 પોઝિટિવ કેસ નોંધાયા, 34 દર્દીના થયા મૃત્યુ

By

Published : Feb 2, 2022, 10:36 PM IST

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના કેસ(Corona cases in Gujarat) નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 8934 લોકો કોરોનાથી સંક્રમિત(Corona positive case) થયા છે અને 34 લોકો કોરોના સામે જંગ હારી ગયા છે.

Gujarat Corona Update: 24 કલાકમાં 8934 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 15,177 દર્દીઓ કોરોનાને માત આપી, 34 દર્દીના મૃત્યુ
Gujarat Corona Update: 24 કલાકમાં 8934 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 15,177 દર્દીઓ કોરોનાને માત આપી, 34 દર્દીના મૃત્યુ

ગાંધીનગર :ગુજરાત રાજ્યમાં કોરોના એ છેલ્લા બે વર્ષનો રેકોર્ડ (Gujarat Corona Update)તોડયો છે કોરોના ની પ્રથમ અને બીજી લહેર માં વધુમાં વધુ 14 હજાર જેટલા પોઝિટિવ કેસ એક દિવસમાં નોંધાયા હતા ત્યારે ૨૫ હજારની આસપાસ પોઝિટિવનો આંકડો જતાં હવે ત્યાર બાદ છેલ્લા કેટલાય દિવસથી સતતકેસમાં ઘટાડોજોવા મળી રહ્યો છે ત્યારે આજે ફેબ્રુઆરીની 2 તારીખે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8934 કોરોના પોઝિટિવ કેસ (Corona positive case)નોંધાયા છે. જેમાંથી 15,177 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે ફર્યા છે. આજે 34 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે જેમાં અમદાવાદમાં 10 દર્દીના મૃત્યુ આંક સાથે સૌથી વધુ મૃત્યુ અમદાવાદમાં નોંધાયા છે જ્યારે રાજકોટ 04 બરોડામાં 03, સુરતમાં 02, જામનગર 01, ભાવનગર કોર્પોરેશનમાં 1 મૃત્યુ નોંધાયું છે.

આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કેસની યાદી

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ(Gujarat Health Department ) દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કેસ સામે આવ્યા છે જેમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 3309 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 265 , બરોડા શહેરમાં 1512 અને રાજકોટમાં 320 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 15,177, દર્દીઓએ કોરોનાને માત આપી છે.

આ પણ વાંચોઃCorona Case In Jamnagar: જામનગરમાં કોરોનાનો હાહાકાર, 2 બાળકો સહિત 5ના મોત

આજે 2,73,065 નાગરિકોને રસીકરણ થયું

2 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં કુલ 2,73,065 નાગરિકોને રસી આપવામાં આવી છે જ્યારે 18 થી 45 વર્ષ થી વયના 25,614 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો જ્યારે 65,796 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ઉપરાંત 15 થી 18 વર્ષના 20,004 બાળકો રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે 97,885 બાળકોને બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. ઉપરાંત 40,685 નાગરિકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 9,86,55,466 નાગરિકોને રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 69,187

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યનાઆરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 69,187 જેટલા એક્ટિવ કેસ છે જેમાં 246 વેન્ટિલેટર પર અને 68,941 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,545 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે.જ્યારે અત્યાર સુધીમાં કુલ 10,98,199, દર્દીઓએ કોરોના ને માત આપી છે. જ્યારે ગુજરાત માં રિકવરી રેટ 93.23 ટકા સુધી પહોંચ્યો છે.
આ પણ વાંચોઃCorona Case In Banaskantha: ડીસામાં ધોરણ 10 અને 12ના 10 વિદ્યાર્થીઓ થયા કોરોના પોઝિટિવ

ABOUT THE AUTHOR

...view details