ગુજરાત

gujarat

Gujarat Congress : લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ સળવળી, 2022ના તમામ ઉમેદવાર સાથે વિધાનસભા વિસ્તાર પ્રમાણે મુદ્દા જાણ્યાં

By ETV Bharat Gujarati Team

Published : Oct 6, 2023, 7:35 PM IST

લોકસભા ચૂંટણી 2024ની પૂર્વતૈયારીઓના સમયમાં ગુજરાત કોંગ્રેસમાં પણ સળવળાટ જોવા મળ્યો છે. અમદાવાદમાં રાજીવ ગાંધી ભવનમાં ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ઉતારવામાં આવેલા તમામ ઉમેદવારોને બોલાવવામાં આવ્યાં હતાં. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી છે.

Gujarat Congress : લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ સળવળી, 2022ના તમામ ઉમેદવાર સાથે વિધાનસભા વિસ્તાર પ્રમાણે મુદ્દા જાણ્યાં
Gujarat Congress : લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ સળવળી, 2022ના તમામ ઉમેદવાર સાથે વિધાનસભા વિસ્તાર પ્રમાણે મુદ્દા જાણ્યાં

લોકસભાની ચૂંટણીની તૈયારીઓ

ગાંધીનગર/અમદાવાદ : લોકસભાની ચૂંટણીના ગણતરીના મહિલાઓની જ વાર છે. વર્ષ 2024 ના માર્ચ મહિનામાં કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા લોકસભાની ચૂંટણીને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ સત્તાવાર રીતે શરૂ કરી છે. જેમાં ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીના ઉમેદવારોને ખાસ બેઠક માટે અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે બોલાવવામાં આવ્યા હતાં.

અમદાવાદમાં કોંગ્રેસે યોજી બેઠક : વર્ષ 2022ના વિધાનસભાના કોંગ્રેસના તમામ ઉમેદવારો અને જીતેલા 17 જેટલા ધારાસભ્યોને કોંગ્રેસ પક્ષે આજે તેમના મુખ્ય કાર્યાલય અમદાવાદ ખાતે સવારથી જ બોલાવ્યા હતા. ગુજરાતની 182 વિધાનસભા બેઠક પર કઈ રીતની પરિસ્થિતિ છે. સાથે જ સ્થાનિક કક્ષાએ કઈ કઈ સમસ્યાઓ લોકોને સતાવી રહી છે તે બાબતનો એક ખાસ રિપોર્ટ તૈયાર કરવાની સૂચના પણ આપવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે. આમ 182 જેટલા કોંગ્રેસના ઉમેદવારો આજે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે હાજર રહીને લોકસભાની ચૂંટણી બાબતની તૈયારીઓની શરૂઆત કરી હતી.

બેઠક બાબતે શું કહ્યું કોંગ્રેસ પક્ષે?ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના તમામ ઉમેદવારો અને વર્તમાન ધારાસભ્યોની બેઠક અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં યોજાઇ હતી. ત્યારે આ બાબતે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે...

ગુજરાતમાં આગામી લોકસભાની ચૂંટણીમાં તૈયારીના ભાગરૂપે પ્રમુખ શક્તિસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને પક્ષના સંગઠનનો વધુ મજબૂત બનાવવા માટે અને લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ લોકોને વિવિધ લોકોને જોડી શકાય તેવા નવતર પ્રયોગના ભાગરૂપે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને સ્થાનિક પરપોઝેશન અને લોકસભાના ઉમેદવારો હોય તેવા તમામ હોદ્દેદારોને જોડવાનો પ્રયત્ન કર્યો હતો.. જ્યારે 2022 માં જેટલા પણ ઉમેદવારો હતા તે તમામ લોકોને બોલાવીને તેમની સાથે તેમના વિસ્તારમાં પડતી તમામ તકલીફો અને સમસ્યાઓને પરિસ્થિતિ શું છે ત્યાં સંઘ કોંગ્રેસ સંગઠનની પરિસ્થિતિ શું છે અને આગામી લોકસભાની લઈને કઈ રીતે આગળ વધે છે તેવી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ સારું થઈ જશે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી... મનીષ દોશી ( પ્રવક્તા, ગુજરાત કોંગ્રેસ )

અગાઉ 4 ઝોનમાં નિરીક્ષકોએ કરી છે બેઠક: હમણાં થોડા દિવસ પહેલા આજે એઆઈસીસી દ્વારા નિયુક્ત કરેલ લોકસભા ચૂંટણી નિરીક્ષકોએ પણ અલગ અલગ ઝોનમાં બેઠકો કરીને વિધાનસભા અને લોકસભા ચૂંટણીની પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે ઉલ્લેખનીય છે કે ઉત્તર ઝોન સૌરાષ્ટ્ર ઝોન મધ્ય અને દક્ષિણ ઝોનના નિરીક્ષકો કે જેની નિમણૂક દિલ્હી એઆઈસીસી દ્વારા કરવામાં આવી છે તેઓએ પણ સંગઠન વધુમાં વધુ મજબૂત બને તે રીતનું પણ આયોજન અંગેનો રિપોર્ટ ટૂંક સમયમાં દિલ્હી કોંગ્રેસમાં રજુ કરશે.

  1. B M Sandeep visit Junagadh : લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને સૌરાષ્ટ્રના કોંગ્રેસ પ્રભારી બી એમ સંદીપે લીધી જૂનાગઢની મુલાકાત
  2. Bhavnagar News : ભાવનગર મનપામાં 9 કમિટીના ચેરમેનની નિમણૂકનું ગણિત, 2024ની કઇ રીતે અસર એ જાણો રાજકીય વિશ્લેષકના મતે
  3. Lok Sabha Election 2024 : જામનગરમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા, તંત્ર દ્વારા EVM ફર્સ્ટ લેવલનું ચેકિંગ

ABOUT THE AUTHOR

...view details