ETV Bharat / state

B M Sandeep visit Junagadh : લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને સૌરાષ્ટ્રના કોંગ્રેસ પ્રભારી બી એમ સંદીપે લીધી જૂનાગઢની મુલાકાત

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 23, 2023, 6:14 PM IST

લોકસભા ચૂંટણીને ધ્યાન રાખીને કોંગ્રેસે સંગઠનાત્મક કામગીરી શરૂ કરી છે. સૌરાષ્ટ્રના નવા નિમાયેલા પ્રભારી બી. એમ. સંદીપે આજે જૂનાગઢમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને લોકસભા બેઠક પરના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. જેમાં કોંગ્રેસ લોકસભાની ચૂંટણી રણનીતિપૂર્વક ચૂંટણી લડીને સૌથી ચોકાવનારું પરિણામ આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

B M Sandeep visit Junagadh : લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને સૌરાષ્ટ્રના કોંગ્રેસ પ્રભારી બી એમ સંદીપે લીધી જૂનાગઢની મુલાકાત
B M Sandeep visit Junagadh : લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને સૌરાષ્ટ્રના કોંગ્રેસ પ્રભારી બી એમ સંદીપે લીધી જૂનાગઢની મુલાકાત

કોંગ્રેસે સંગઠનાત્મક કામગીરી શરૂ કરી

જૂનાગઢ: સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી જૂનાગઢની મુલાકાતે આવ્યાં હતાં. સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી અને એઆઈસીસીના કોંગ્રેસના સદસ્ય બી. એમ. સંદીપ આજે જુનાગઢની મુલાકાતે આવ્યા હતાં. લોકસભા બેઠક પરના કાર્યકર્તા અને આગેવાનો સાથે સર્કિટ હાઉસમાં બેઠક યોજી હતી. જેમાં તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યોની સાથે લોકસભા બેઠક પર સંગઠનમાં કામ કરતા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં. બી એમ સંદીપે આગામી લોકસભાની ચૂંટણીમાં ખાસ કરીને જૂનાગઢ લોકસભા બેઠક કઈ રીતે ભાજપ પાસેથી પરત આંચકી શકાય તેને લઈને કાર્યકર્તાઓ અને અગ્રણી નેતાઓ સાથે બેઠક કરીને લોકસભાની ચૂંટણી પૂર્વે પ્રચાર રણનીતિના શ્રીગણેશ કર્યા હતાં.

  • Attended Junagadh District Congress leaders meeting in Junagadh Gujarat, discussed about organisational issues , Failures of BJP Government and preparation for parliament election DCC President Bharat ji, Ex Minister Chandika Ben Chudasamaj ji, MLA Arvind Ladani ji , Office… pic.twitter.com/Eol1Ue8jkA

    — B M Sandeep (@BMSandeepAICC) September 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ઇન્ડિયા પર આપ્યું નિવેદન : કેન્દ્રમાં સંયુક્ત વિપક્ષના ઉમેદવાર તરીકે બી. એમ. સંદીપે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે સંગઠનના તમામ સાથી પક્ષો વચ્ચે સતત બેઠક ચાલી રહી છે. હજુ પણ આવનારા દિવસોમાં કેટલીક બેઠકોનું આયોજન થશે જેમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે સર્વ સંમત એક ઉમેદવાર ઉતારવામાં આવશે. ત્યારબાદ કોઈપણ લોકસભાની સીટ પર ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ કયો પક્ષ ક્યાંથી ચૂંટણી લડશે તેને લઈને કોઈ અંતિમ નિર્ણય કરવામાં આવશે. પરંતુ હાલ તમામ વિપક્ષી દળોનું સંગઠન ભાજપ સામે એક મત થઈને ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો છે.

માઇક્રો મેનેજમેન્ટને લઈને તૈયારી પૂર્ણ : આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી કોંગ્રેસ સંગઠનના જોર પર લડવા જઈ રહી છે. બી. એમ. સંદીપે સ્વીકાર્યું છે કે ગુજરાતમાં પક્ષનું સંગઠન અન્ય રાજ્યોની સરખામણીએ ચોક્કસપણે થોડું નબળું છે. તેમાં પ્રાણ ફૂંકવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે તેના સારા પરિણામો પણ મળી રહ્યા છે. પ્રદેશ પ્રમુખની સાથે નેતા વિપક્ષ અને ધારાસભ્યો અત્યારથી આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને ભાજપને કઈ રીતે હરાવી શકાય તે માટેની રણનીતિ પર કામ કરી રહ્યા છે. જેમાં પક્ષ તમામ પ્રકારની માઇક્રો મેનેજમેન્ટ વ્યવસ્થાઓને પણ મજબૂત બનાવીને ભાજપ સામે આગામી લોકસભાની ચૂંટણીના રણમેદાનમાં જોવા મળશે.

જૂનાગઢ સીટ પર કોંગ્રેસને વિજયી આશાવાદ : બી. એમ. સંદીપે લોકસભાની સામાન્ય ચૂંટણીમાં સતત બે વખતથી ખૂબ જ મોટા અંતરથી ચૂંટણી હારી રહી છે. કોંગ્રેસ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં સંગઠન જ્ઞાતિ જાતિનું સમીકરણ સાધીને પાછલા દસ વર્ષથી ભાજપ પાસે સતત જોવા મળતી જુનાગઢ લોકસભા બેઠક જીતવાને લઈને બેઠકમાં કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે ખૂબ જ તંદુરસ્ત વાતાવરણમાં ચર્ચાઓ થઈ છે. આગામી દિવસોમાં જૂનાગઢ લોકસભા બેઠક જીતવાને લઈને પક્ષના તમામ કાર્યકર અત્યારથી સક્રિય છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

  1. ભારત જોડો અભિયાન અંતર્ગત મટવાડથી દાંડી પદયાત્રા યોજાઈ, કોંગ્રેસના પ્રભારી બી એમ સંદીપ જોડાયાં
  2. Gujarat Congress North Zone : ગાંધીનગર લોકસભા જીતવા તમામ પાસા તૈયાર, અત્યારે ડિકલેર નહી કરીએ : રામકિશન ઓઝા
  3. Women Reservation Bill : શું મહિલા આરક્ષણ બિલ રાજકારણમાં નેપોટિઝમનો અંત લાવશે કે રાજકારણીઓની પત્ની-દીકરીઓનો અધિકાર બની રહેશે ?
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.