ગુજરાત

gujarat

Gujarat Budget 2023: આત્મનિર્ભરતા અને અમૃતકાળનું બજેટ:મુખ્યપ્રધાન

By

Published : Feb 24, 2023, 12:19 PM IST

ગુજરાતનું આજ વાર્ષિક બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે દેશ આ વર્ષની અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યું છે.રાજ્યની જનતા જે પાર્ટી પર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જે વિશ્વાસ મુક્યો છે.ભરોસો જળવાઈ રહે તેવું બજેટ હશે.

Budget 2023: આત્મનિર્ભરતા અને અમૃતકાળનું બજેટ:મુખ્યપ્રધાન
Budget 2023: આત્મનિર્ભરતા અને અમૃતકાળનું બજેટ:મુખ્યપ્રધાન

Budget 2023 આત્મનિર્ભરતા અને અમૃતકાળનું બજેટ :મુખ્યપ્રધાન

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા 2023માં આજ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. જેમાં રાજ્યના નાણાં પ્રધાન કનું દેસાઈ દ્વારા આજ બજેટ રજૂ કરવામાં આવશે.આ વખતના બજેટમાં 20 ટકા વધારા સાથે બજેટ રજૂ થઈ શકે છે. ગામડા અને શહેરી વિસ્તારનું સાકળતું બજેટ હોઈ શકે છે.

આગળ વધી શકાય તેવું બજેટ:મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી પર જનતાનો જે વિશ્વાસ છે. અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જે વિશ્વાસ છે.એ ભરોસો જળવાઈ રહે અને આત્મનિર્ભરતા અને તરફ અમૃતકાળમાં કેવી રીતે આગળ વધી શકાય તેવુ બજેટ જરૂરીછે.

આ પણ વાંચો Gujarat Budget 2023: નાણાપ્રધાન કનુ દેસાઈ 11 વાગે રજૂ કરશે બજેટ,નવી યોજના પર રહેશે નજર

રાહત આપતું બજેટ:આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભા નવી સરકાર બન્યા બાદનું આજ પ્રથમ બજેટ દેશમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે.ગૌરવંતુ ગુજરાત અને ભારત વિશ્વગુરુ બનાવાની કલ્પના છે.તે રીતે દરેક સેકટરમાં ખેડૂત અને વેપારી,નાના વેપારી, માધ્યમ વર્ગને રાહત આપતું આ બજેટ જેને લઈ કનું દેસાઈ અને ભુપેન્દ્ર પટેલ આજ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો Gujarat Budget Update : આ અમૃતકાળનું બજેટ - CM ભૂપેન્દ્ર પટેલ

બીજી વખત બજેટ રજૂ કરશે:રાજ્યના નાણાં પ્રધાન બીજી વખત ગુજરાત રાજ્યનું બજેટ રજૂ કરશે.આજ સવારે 11 વાગે ગૃહમાં બજેટ રજૂ કરશે.આ વર્ષ બજેટમાં 20 ટકાના વધારા સાથે બજેટ રજૂ કરવામાં આવે તેવું શક્યતાઓ પણ જોવા મળી રહી છે.આ બજેટમાં રાજ્યના તમામ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી માટે અલગ જોગવાઈ કરવામાં આવી શકે છે.ગતરોજ વિધાનસભાન પ્રથમ દિવસે રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી દ્વારા ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ સરકારી પરીક્ષા પેપર લીકને લઈને પણ એક બિલ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. જોકે, મોટાભાગના ગુજરાતીઓની નજર બજેટ પર રહેલી છે. ખાસ કરીન નવી યોજના અને એજ્યુકેશન સેક્ટર પર સૌની નજર રહેલી છે. જોકે, આ વખતે મહિલા અને બાળ કલ્યાણ માટે નવી યોજના જાહેર થાય એવી પૂરી શક્યતાઓ છે.

ABOUT THE AUTHOR

...view details