ગુજરાત

gujarat

Gujarat Budget 2023: યુવાઓને નવી ઊંચાઈ, કલ્યાણકારી યોજના સાથેનું બજેટ

By

Published : Feb 24, 2023, 2:49 PM IST

આજે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં બજેટ પોથીમાં મોઢેરાના સૂર્ય મંદિરને સ્થાન આપવામાં આવ્યું છે.રાજ્ય સરકાર દ્વારા પહેલા જ્યારે પણ બજેટ રજૂ થયો કરવામાં આવ્યું હતું. ત્યારે બેગમાં બજેટ લઈને આવવામાં આવતું હતું. પરંતુ છેલ્લા બે વર્ષથી રાજ્ય સરકાર દ્વારા બજેટ પોથીમાં બજેટ લઈને આવવામાં આવે છે.

Gujarat Budget 2023: યુવાઓ નવી ઊંચાઈ, કલ્યાણકારી યોજના સાથેનું બજેટ
Gujarat Budget 2023: યુવાઓ નવી ઊંચાઈ, કલ્યાણકારી યોજના સાથેનું બજેટ

ગાંધીનગર: નાણાકીય વર્ષ 2023-24 નું બજેટ આજે 11 કલાકે વિડજનસભા ગૃહમાં રજૂ થવાનું છે. ત્યારે 9.45 કલાકની આસપાસ રાજ્યના નાણાં વિભાગ અને નાણાં પ્રધાન કનું દેસાઈ બજેટ પોથી લઈને વિધાનસભા ગૃહ પહોંચ્યા હતા. જ્યારે આ વર્ષના બજેટ પોથીમાં મોઢેરાના સૂર્ય મંદિરને સ્થાન આપવામાં આવ્યું છે.

યુવાઓ નવી ઊંચાઈ, કલ્યાણકારી યોજના સાથેનું બજેટ

શુ કહ્યું કનું દેસાઈએ:રાજ્યના નાણાંકીય 2023-24 ના બજેટ બાબતે નાણાપ્રધાન કનું દેસાઈએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃત કાર્ડમાં ભારતની વિકસિત દેશે ત્યારે સૌ પ્રથમ ગુજરાત રાજ્ય મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને તેમની ટીમની આગેવાની હેઠળ ગુજરાત વિકસિત રાજ્ય બને તે અંતર્ગત આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. આ બજેટ આવનાર પાંચ વર્ષના વિઝન સાથે તૈયાર કરવામાં આવ્યું છે. લોકો માટેનું બજેટ છે લોકોની કલ્યાણકારી યોજનાઓ અને ભવિષ્યમાં આપણા યુવા ધનને કેવી રીતે આગળ વધારી શકાય તેને અનુલક્ષીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો Pillars of Gujarat Budget 2023 : કનુ દેસાઇના બજેટમાં 5 આધારસ્થંભ, કયા છે સમજો

ગુજરાતના વિકાસની પોથી:રાજ્ય સરકાર દ્વારા પહેલા જ્યારે પણ બજેટ રજૂ થયો કરવામાં આવ્યું હતું. ત્યારે બેગમાં બજેટ લઈને આવવામાં આવતું હતું. પરંતુ છેલ્લા બે વર્ષથી રાજ્ય સરકાર દ્વારા બજેટ પોથીમાં બજેટ લઈને આવવામાં આવે છે. જ્યારે ગયા વર્ષની બજેટની થિમને ફરી આ બજેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. ગયા વર્ષે વારલી પેન્ટિંગ સાથે શરૂ થયેલ હસ્તકલા સાથેના બજેટ પોથીમાં ખાટલી ભારતથી ગૂંથીને પોથી પર ગુજરાત અંદાજપત્ર લખવામાં આવ્યું છે.

આ પણ વાંચો Gujarat Budget 2023: ગુજરાતમાં ગેસ સસ્તો, PNG અને CNG ગેસના વેટમાં ઘટાડો કરાયો

પોથીમાં સ્થાન:ગુજરાત બજેટની પોથીમાં ગુજરાત સરકારના મુખ્ય ક્ષેત્રના પ્રતીકોને પણ બજેટ પોથીમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના નકશામાં કૃષિ અને પશુપાલન ઉદ્યોગો પાણી પુરવઠા ઉર્જા આરોગ્ય શિક્ષણ અને પ્રવાસન ક્ષેત્રોની ડિઝાઇન દર્શાવવામાં આવી છે. આમ સંસ્કૃતિ સ્થાપત્ય અને સૌથી ઉર્જાનો સમન્વય એવા મોઢેરાના સૂર્યમંદિરને પણ બજેટ પોથીમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે મોઢેરા માં ગામ સંપૂર્ણ સૌર ઉર્જા થી કાર્યરત થતું ગામ છે. ત્યારે સૂર્ય મંદિરને પોથીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details