ગુજરાત

gujarat

રાજકોટ સિવિલ હૉસ્પિટલની ઘટના મુદ્દે આરોગ્ય પ્રધાને આપેલા જવાબથી અસંતુષ્ટઃ કોંગ્રેસ ધારાસભ્ય પૂંજા વંશ

By

Published : Sep 22, 2020, 4:41 PM IST

ગુજરાત વિધાનસભાના પાંચ દિવસીય ચોમાસું સત્રના બીજા દિવસે તાકીદની જાહેર અગત્યની બાબત ઉપર નિયમ 116 અંતર્ગત કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઇ વંશે રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીનું સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા માર મારતા, મૃત્યુ નીપજવા બાબત ધ્યાન દોર્યું હતું.

કોંગ્રેસ ધારાસભ્ય
કોંગ્રેસ ધારાસભ્ય

ગાંધીનગરઃ સિવિલ હૉસ્પિટલના કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહેલા કોરોના પોઝિટિવ દર્દીને હોસ્પિટલ સ્ટાફ અને સિક્યુરિટી સ્ટાફ દ્વારા માર મારતો હોવાનો વીડિયો વાઇરલ થતા તંત્રમાં દોડધામ મચી હતી. ગુજરાત વિધાનસભાના પાંચ દિવસીય ચોમાસું સત્રના બીજા દિવસે તાકીદની જાહેર અગત્યની બાબત ઉપર નિયમ 116 અંતર્ગત કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશે રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીનું સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા માર મારતા, મૃત્યુ થયું હતું જે બાબત ધ્યાન દોર્યું હતું.

કોંગ્રેસ ધારાસભ્ય પૂંજા વંશ : રાજકોટ સિવિલ હોસ્પિટલની ઘટના મુદ્દે આરોગ્ય પ્રધાને આપેલા જવાબથી અસંતુષ્ટ

આ બાબતે જવાબ આપતા આરોગ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, તે દર્દીની માનસિક સ્થિતિ ઠીક ન હતી અને તે પોતાને તેમજ બીજાઓને નુકસાન પહોંચાડી શકે તેમ હતું. તેથી સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા આ દર્દીને અંકુશમાં લેવાની કોશિશ કરવામાં આવી હતી. જેમાં કોઈક વ્યક્તિ દ્વારા આ વીડિયોને વાઇરલ કરવામાં આવ્યો હતો, પરંતુ તે દર્દી દ્વારા હોસ્પિટલમાં જે નુકસાન કરાયું તે વીડિયો જાહેર કરાયો નથી. ઉલ્લેખનીય છે કે, જે વ્યક્તિએ આ વીડિયો વાઇરલ કર્યો છે, તેની ઉપર કલમ 151 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે.

ધારાસભ્યે જણાવ્યું હતું કે, જો દર્દીની માનસિક સ્થિતિ ઠીક ન હતી, ત્યારે તેમને અંકુશમાં લેવાના પ્રયત્નો કરવા તે ઠીક છે, પરંતુ તેમને માર મારવો અને જેમાં તેનું મૃત્યુ થવું તે ખૂબ જ ગંભીર ઘટના છે. ત્યારે સરકારે આવી ઘટનાઓને છાવરવાની જગ્યાએ કડક પગલા લેવા જોઈએ. તેથી રાજ્યના નાગરિકોને સારવાર કરાવતી વખતે અપમાનિત થવું ન પડે. આ ઉપરાંત પુંજા વંશે જણાવ્યું હતું કે, તેમને આરોગ્ય પ્રધાન નીતિન પટેલના જવાબથી સંતુષ્ટ નથી.

જાણો શું છે સમગ્ર ઘટના -રાજકોટ સિવિલના કોરોના વોર્ડમાં ડૉક્ટર્સ દ્વારા પોઝિટિવ દર્દીને માર મરાતો હોવાનો વીડિયો વાયરલ

17 સપ્ટેમ્બર - રાજકોટઃ સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહેલા કોરોના પોઝિટિવ દર્દીને હોસ્પિટલ સ્ટાફ અને સિક્યુરિટી સ્ટાફ દ્વારા માર મારતો હોવાનો વીડિયો વાયરલ થતા તંત્રમાં દોડધામ મચી હતી. રાજકોટ શહેરમાં વાયરલ વીડિયો ચર્ચાનો વિષય બન્યો હતો, પરંતુ સમગ્ર મામલે સુપરિન્ટેન્ડેન્ટ પંકજ બુચે સ્પષ્ટતા કરી જણાવ્યું હતું કે, જે વીડિયો વાઇરલ થયો છે, તે 9 સપ્ટેમ્બરનો છે. તેમજ આ કોરોના પોઝિટિવ દર્દી પ્રભાશંકર પાટીલ માનસિક રીતે પીડિત હોવાથી તે કોવિડ સેન્ટરમાં પોતાના કપડા કાઢી નાખતો હતો. તેમજ તેને સારવાર માટે નાકમાં રાખેલી નળી પણ વારંવાર કાઢી નાખતો હતો. હોસ્પિટલ સ્ટાફ દ્વારા તેને રોકવાના પ્રયાસો કરાયા હતા. જેનો વીડિયો વાયરલ થયો છે. જો કે, આ અંગે સઘન તપાસ કરવાના પણ આદેશ જાહેર થયા છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની પણ વાત કરી છે.

ABOUT THE AUTHOR

...view details