ગુજરાત

gujarat

SK Langa Land Scam : એસ.કે લાંગાના હુકમો રદ કરવા કોંગ્રેસની માગણી, વિધાનસભાના પગથિયે બેસી વિરોધનો અવાજ ઉઠાવ્યો

By ETV Bharat Gujarati Team

Published : Sep 14, 2023, 2:14 PM IST

ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રના બીજા દિવસે ગુરુવારે કોંગ્રેસે એસ.કે લાંગાના જમીન કૌભાંડ મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો. એસ.કે લાંગાના હુકમો રદ કરવા કોંગ્રેસની માગણી છે.

SK Langa Land Scam : એસ કે લાંગાના હુકમો રદ કરવા કોંગ્રેસની માગણી, વિધાનસભાના પગથિયે બેસી વિરોધનો અવાજ ઉઠાવ્યો
SK Langa Land Scam : એસ કે લાંગાના હુકમો રદ કરવા કોંગ્રેસની માગણી, વિધાનસભાના પગથિયે બેસી વિરોધનો અવાજ ઉઠાવ્યો

લાંગાના હુકમો રદ કરવા કોંગ્રેસની માગણી

ગાંધીનગર: ગાંધીનગરના તત્કાલીન કલેકટર એસ કે લાંગાએ પોતાના કાર્યકાળ દરમિયાન કરોડો રૂપિયાની જમીનોનું કૌભાંડ કર્યું છે. ત્યારે 18 મેના રોજ ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશન ખાતે લાંગા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવવામાં આવેલી છે જેમાં કાર્યવાહી થતાં હાલ એસ.કે લાંગા અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. જે ખેડૂતોની જમીન ગઇ છે તેમને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહના પગથિયે વિરોધ પ્રદર્શન કર્યું હતું. એસ.કે લાંગાએ કલેકટર તરીકે જે હુકમ કર્યા હોય તે રદ કરવાની માગણી કરી છે.

સી. જે ચાવડાએ શું કહ્યું?:કોંગ્રેસના ધારાસભ્યોએ કરેલ વિરોધ દરમિયાન કોંગ્રેસના દંડક અને ધારાસભ્ય સી.જે. ચાવડાએ ઈટીવી સાથેની વાતચીતમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગાંધીનગર જિલ્લાના મુલાસના ગામે જમીનનું કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેમાં તત્કાલીન કલેકટર એસ.કે. લાંઘાએ 20,000 કરોડ રૂપિયાના જમીનમાં કૌભાંડ કરવામાં આવ્યું છે.

'ખેડૂતોની જમીન ગઈ છે અને વચેટિયાઓ લાભ લઇ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર આ બાબતે ખાસ પગલાં ભરે. હાઇકોર્ટમાં જઈને તત્કાલીન કલેકટર દ્વારા કરેલા તમામ હુકમને રદ કરીને તેમની સાથે રહેલા અધિકારીઓની પણ તપાસ કરવામાં આવે અને ખેડૂતોને પોતાની જમીન પરનો હક્ક પરત મળે તેવી માગ કરવામાં આવી છે.'-સી.જેચાવડા (કોગ્રેસ ધારાસભ્ય)

એસ કે લાંગા જમીન કૌભાંડ શું હતું : ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ.કે લાંગાએ કરેલ કૌભાંડ બાબતે સેકટર 7 પોલીસ સ્ટેશનમાં કરેલ ફરિયાદ મુજબ ધૈવત ધ્રુવ નામના વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ.કે લાંગાએ પોતાની સત્તા દરમિયાન પોતાના તથા જે તે વખતના તત્કાલીન ચીટનીશ તથા આરએસી અને તેમના મળતીયાઓને આર્થિક ફાયદા માટે પૂર્વ આયોજિત કાવતરૂ રચીને જમીનના ખોટા હુકમો કર્યા અને સરકારમાં ભરવાનું થતું પ્રીમિયમ નહીં ભરાવી સરકારને આર્થિક નુકસાન કર્યું છે. ઉપરાંત બિનખેડૂતને ખેડૂત તરીકે દર્શાવી તેમજ નવી શરતની જમીનને જૂની શરત તથા ખોટા પુરાવા ઉભા કરી ખોટા ડોક્યુમેન્ટ બનાવી તેનો ખરા ઉપયોગ કરી પોતે નિવૃત્ત થયા બાદ દસ્તાવેજ પર સહી કરી હોવાની ફરિયાદ લેખિતમાં કલેક્ટર ઓફિસના ચિટનીસે નોંધાવી છે. આમ નિવૃત આઈએસ અધિકારી એસ કે લાંગા તથા તેમના પરિવારજનોના નામે અપ્રમાણસર મિલકત હોવા નહીં ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. હાલ ધૈવત ધ્રુવ પોતે ગાંધીનગર કલેકટર કચેરીમાં ચિટનીશ તરીકે ફરજ બજાવી રહ્યા છે.

17 મહિના સુધી ગાંધીનગર કલેકટર હતાં : ગાંધીનગર કલેકટર તરીકે એસ કે લાંગાએ ગાંધીનગરમાં 06 એપ્રિલ 2018 થી 30 સપ્ટેમ્બર 2019 સુધી કાર્યરત રહ્યા હતાં. જેમાં ફરિયાદ મુજબ એસ કે લાંગાએ કાર્યકાળ દરમિયાન અનેક મહેસૂલના નિર્ણય કર્યાં હતાં. જે બાબતે ખાતાકીય રાહે તપાસ કરવામાં આવી હતી. જેમાં ખાતાકીય તપસ કરી પૂર્ણ કર્યા બાદ તાપસ અધિકારી વિનય વ્યાસાએ લેખિતમાં પૂર્વ કલેકટર, ચિટનીશ અને RAC વિરુદ્ધ પગલાં લેવાની ભલામણ કરવામાં આવી હતી. જ્યારે પોલીસ ફરિયાદ બાદ ગાંધીનગર પોલીસ દ્વારા એસ કે લાંગાની આબુથી ધરપકડ કરવામાં આવી હતી. જેમાં 14 દિવસ સુધી અલગ અલગ મુદ્દે રીમાન્ડ લેવામાં આવ્યા હતાં અને હાલ અમદાવાદ સાબરમતી જેલમાં એસ કે લાંગા દિવસો વિતાવી રહ્યા છે.

નિયમોનું ઉલ્લંઘન કરીને જમીનમાં ભ્રષ્ટાચાર : સેકટર 7 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ પૂર્વ IAS અધિકારી એસ કે લાંગાએ નિયમોની એસીતેસી કરીને અનેક જમીનોમાં ગેરરીતિ કરી હોવાનો ઉલ્લેખ પણ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો. બિન ખેતી ફાઈલ પીએ દ્વારા નોંધ કર્યા વગર બદઇરાદાપૂર્વક પૂર્વ કલેક્ટરએ પોતાના પાસે લાંબા સમય સુધી રાખી મુકેલ હતી, અને કેટલાક કિસ્સાઓમાં ફાઈલમાં ઇન્વર્ડ પણ કરવામાં આવ્યું નથી. નિવૃત્તિ સમયે તેઓએ સંખ્યાબંધ ફાઈલો છેલ્લા દિવસોમાં મંગાવીને બિનખેતી કરેલાનો પણ ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. જ્યારે નિવૃત્ત થયા બાદ પણ જૂની તારીખોમાં નિર્ણય કરેલા કિસ્સા પણ ગાંધીનગર કલેકટર ઓફિસમાં સામે આવ્યા છે. આમ મોટાભાગના કેસોમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ હાલના ચિટનીસ દ્વારા સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.

2 ઘટનાની તપસ પુરી, 25 તપાસ બાકી : એસ કે લાંગાની ધરપકડ બાબતે ગાંધીનગર રેન્જ આઈજી ચૂડાસમાએ 12 જુલાઈના રોજ નિવેદન આપ્યું હતું કે પોલીસને પૂર્વ કલેકટર એચ કે લાંગા વિરુદ્ધમાં એક લાખ જેટલા પેપરો પ્રાપ્ત થયા છે કે જેમાં હાલમાં ગાંધીનગરના મુલસણા અને પેથાપુર ગામના પેપરની જ તપાસ કરવામાં આવી છે. જેમાં પ્રાથમિક અંદાજિત 20 કરોડ રૂપિયાનું સરકારને નુકસાન કર્યું છે અને 25 કેસની તપાસ હજુ પણ બાકી છે. ત્યારે કરોડો રૂપિયાની સરકારને જે આવક થવી જોઈએ તે થઈ ન હોવાનું સામે આવશે. આ તમામ ઘટનામાં પૂર્વ કલેક્ટર લાંગાએ જમીનના ખોટા એને હુકમ કરીને સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. જ્યારે 1 લાખથી વધુ પેપર તપાસ કરવાની કામગીરી કાર્યરત છે.

  1. Gandhinagar News : પૂર્વ કલેકટર એસ કે લાંગાની 300 એકર જમીન, જૂનાગઢ અમદાવાદમાં બંગલાઓ, બોગસ ખેડૂત હોવાનું પણ ખુલ્યું
  2. Gandhinagar News : 10,000 કરોડ રૂપિયાનું કૌભાંડના નિર્ણય તત્કાલીન CM રૂપાણીની મિટિંગમાં : અમિત ચાવડા
  3. Gandhinagar News : કલેકટરે નિવૃત્તિ બાદ સહી કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ આર્ચયું હોવાની ફરીયાદ

ABOUT THE AUTHOR

...view details