ગુજરાત

gujarat

Diu municipal councilors joined BJP : રાજકારણમાં જાતિવાદનો કોણે કર્યો સ્વીકાર? દીવમાં કોંગ્રેસને કેવો પડ્યો ફટકો જાણો

By

Published : May 7, 2022, 6:41 PM IST

Updated : May 7, 2022, 6:52 PM IST

Diu municipal councilors joined BJP : રાજકારણમાં જાતિવાદનો કોણે કર્યો સ્વીકાર? દીવમાં કોંગ્રેસને કેવો પડ્યો ફટકો જાણો

દીવ નગરપાલિકામાં (Diu Municipality) કોંગ્રેસના 7 સદસ્ય (Diu Congress)અચાનક ભાજપમાં (Diu municipal councilors joined BJP ) જતાં રહ્યાં છે. જેને લઇને દીવમાં (Diu BJP)રાજકીય માહોલ ગરમાયો છે. 13 સદસ્યો ધરાવતી નગરપાલિકામાં આ પક્ષપલટાથી ભાજપનું સંખ્યાબળ 10નું થવા જઈ રહ્યું છે.

દીવ- કોંગ્રેસમાં (Diu Congress)આજે થયેલા ભંગાણને કારણે દીવનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. આજે કોંગ્રેસના સાત સદસ્યો દીવ અને દમણના પ્રભારી વિજ્યાબહેન રાહતકરની હાજરીમાં કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા છે. દીવ નગરપાલિકા 13 સભ્યોનું સંખ્યાબળ ધરાવે છે. ગત સામાન્ય ચૂંટણીમાં 13 પૈકી 10 સદસ્યો કોંગ્રેસના અને 03 સદસ્યો ભાજપના (Diu BJP)ચૂંટણી જંગ જીતવામાં સફળ રહ્યા હતાં. ત્યારે હવે ચૂંટણીના વર્ષમાં કોંગ્રેસના 7 સદસ્યોએ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. તેને લઈને દીવ નગરપાલિકામાં ભાજપનું સંખ્યાબળ 10 થવા જઈ રહ્યું છે.

આ પક્ષપલટાથી ભાજપનું સંખ્યાબળ 10નું થવા જઈ રહ્યું છે

જાતિવાદને કારણે ભાજપમાં થયાં શામેલ? -પાછલા 25 વર્ષથી દીવ નગરપાલિકામાં કોંગ્રેસના સદસ્ય તરીકે ચૂંટાઇ આવતા હરેશ પાચા કાપડીયાએ ભાજપમાં સામેલ થવાને લઈને નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ, કેન્દ્ર સરકારની વિકાસ યોજનાઓ અને સૌથી ચોંકાવનારું કારણ દીવમાં જાતિવાદને કારણે તેઓને ભાજપમાં સામેલ થવું પડ્યું છે એવો ચોંકાવનારી વાત કહી હતી. હરેશ પાંચા કાપડીયાનો આ સ્વીકાર (Diu BJP)ભાજપ રાજકારણમાં જાતિવાદના સમીકરણને પ્રોત્સાહન અને હવા આપી રહી છે તેવું સ્પષ્ટ જોવા મળ્યું છે. આગામી જૂન મહિનામાં સામાન્ય ચૂંટણીઓ છે ત્યારે ચૂંટણી પૂર્વેના એક મહિના અગાઉ સંઘ પ્રદેશ દીવ નગરપાલિકામાં ભાજપ જાતિવાદના આધારે પણ કોંગ્રેસમાં (Diu Congress) ભંગાણ પાડવામાં સફળ રહી છે. આ જાતિવાદનું રાજકારણ આગામી જૂન મહિનામાં યોજાનાર સામાન્ય ચૂંટણીમાં( Diu Municipality) કેવું પરિણામ આપે તે સમય બતાવશે.

આ પણ વાંચોઃ હજીરા ટુ દીવ ક્રૂઝમાં દારૂ અને જૂગાર મામલે વિવાદ, પોલીસના આંખ આડા કાન

નગરપાલિકાના પ્રમુખ હિતેશ સોલંકી પર કેન્દ્રીય એજન્સીઓની થઈ હતી તપાસ - વર્તમાન નગરપાલિકાના સસ્પેન્ડેડ પ્રમુખ હિતેશ સોલંકી (Diu Municipality EX President Hitesh Solanki )પર ચૂંટણીના પરિણામો બાદ સીબીઆઈ અને આઇટી જેવી કેન્દ્રીય એજન્સીઓની તપાસ અને તેમના નિવાસસ્થાન અને તેમના વ્યાપારી એકમો પર રેડ કરવામાં આવી હતી. કેન્દ્રીય એજન્સીઓની તપાસનો ધમધમાટ એક મહિના સુધી સતત જોવા મળ્યો હતો. પરંતુ સીબીઆઈને હિતેશ સોલંકી વિરુદ્ધ કોઈપણ પુરાવો હાથ ન લાગતા બહાર આવ્યા હતાં. પરંતુ આઇટી વિભાગે તેમના પર આવક કરતાં વધુ સંપત્તિનો કેસ લગાવીને કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ નગરપાલિકા, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને દમણ-દીવ માટે ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો

આગામી ચૂંટણીમાં અસર પડશે?-આજે ભાજપે કોંગ્રેસના (Diu Congress) 7 સદસ્યોને આગામી ચૂંટણીને ધ્યાને લઇને કેસરિયો (Diu BJP)કરાવવામાં સફળતા મેળવી છે. પરંતુ દીવના જનમાનસે આ પ્રકારના રાજકીય કાવાદાવાઓને અગાઉ પણ સ્વીકાર કર્યો નથી. ત્યારે આગામી દિવસોમાં આજનો પક્ષપલટો ભાજપને સામાન્ય ચૂંટણીમાં કેવો ફાયદો કરાવી આપશે તે ચૂંટણી બાદના પરિણામો બતાવી આપશે.

Last Updated :May 7, 2022, 6:52 PM IST

ABOUT THE AUTHOR

...view details