હજીરા ટુ દીવ ક્રૂઝમાં દારૂ અને જૂગાર મામલે વિવાદ, પોલીસના આંખ આડા કાન

author img

By

Published : Nov 2, 2021, 9:20 PM IST

હજીરા ટુ દીવ ક્રૂઝમાં દારૂ અને જૂગાર મામલે વિવાદ, પોલીસના આંખ આડા કાન

મુંબઇ મેડેન પાંચમી નવેમ્બરથી હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ ( Cruise ) શરૂ કરી રહી છે. હવે સુરતીઓ માટે ગોવા ઉપરાંત ક્રૂઝની સફર પણ વિકલ્પ તરીકે મળી રહેશે. અગત્યની વાત એ છે કે ડ્રાય સ્ટેટ ગુજરાતના સુરતના લોકો જ્યારે આ ક્રૂઝમાં જશે તો દરિયા વચ્ચે તેમને બિયર, વ્હિસ્કી, વાઇન અને વોડકા સહિતનું લીકર મળશે. એટલું જ નહીં, ક્રૂઝમાં કસિનો, નાઇટ ક્લબ, રેસ્ટોરન્ટ અને હોટલ જેવી પણ સુવિધા મળશે.

  • સુરતીઓ માટે ગોવા ઉપરાંત ક્રૂઝની સફર પણ વિકલ્પ તરીકે મળી રહેશે
  • મુંબઇ મેડેન પાંચમી નવેમ્બરથી હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ શરૂ કરી રહી છે
  • ક્રૂઝમાં કસિનો, નાઇટ ક્લબ, રેસ્ટોરન્ટ અને હોટલ જેવી પણ સુવિધા મળશે
  • સાત મહિના બાદ ફરીથી ક્રૂઝ સેવા શરૂ

સુરત : આ ક્રૂઝમાં ( Cruise ) ગેમિંગ લાઉન્જ, VIP લાઉન્જ, એન્ટરટેઈનમેન્ટ ઓન ડેક વગેરે જેવી અત્યાધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. અગાઉ 31 માર્ચ, 2020થી હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ શરૂ થઈ હતી. પણ એપ્રિલ મહિનાથી કોરોના વાયરસના કેસોની સંખ્યામાં સતત વધારો થતા ક્રૂઝ બંધ કરવાની ફરજ પડી હતી. જોકે સાત મહિના બાદ ફરીથી ક્રૂઝ સેવા શરૂ થનાર છે. ક્રુઝની અંદર બિયર, વ્હિસ્કી, વાઇન અને વોકડા જેવી લીકર મળશે. ઉલ્લેખનીય છે કે જ્યારે સુરતીઓ દમનથી સુરત આવતા હોય છે. ત્યારે જો તેઓ નશામાં મળે તો પોલીસ એકશન લેતી હોય છે. પરંતુ દીવથી સુરત ક્રુઝમાં આવનાર યાત્રીઓ જો દારૂના નશામાં હશે તો શું તેમની ઉપર કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે અંગે સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે હાલ તેઓને આ ક્રુઝ અંગેની જાણકારી નથી. ક્રૂઝની અંદર શું સેવા હશે તે અંગે પણ તેઓ માહિતગાર નથી. તેથી તેઓએ આ અંગે શું કહેવાય થશે તે જણાવ્યું નહોતું.

ડીઝલના ભાવવધારા ફેરમાં પણ વધારો થયો

ક્રૂઝપહેલા હાલ
હજીરા-દીવ રૂ. 900 રૂ. 1200
હજીરા-દીવ-સુરત રૂ. 1700 રૂ. 2400
હજીરા-હાઇ સી-હજીરા રૂ. 900 રૂ. 1000
દીવ-હાઇ સી-દીવ રૂ. 900રૂ. 1000

વિવિધ ભાવ પત્રક

VIP લોન્ચના રૂ. 3000, પ્રિમિયન સિંગલ-કેબિનના રૂ. 5000 અને પ્રિમિયમ ડબલ કેબિનના રૂ. 7000 ફેર છે. જો કે, આ ફેર સુરત-દીવનું છે. એ જ રીતે હજીરા-દીવ-હજીરાનું VIP લોન્ચનું રૂ. 6000, પ્રિમિયમ સિંગલ કેબિનનું રૂ. 8500, પ્રિમિયમ ડબલ કેબિનનું રૂ. 12,000 છે.

હજીરાથી રાતે 22:00 કલાકે ઉપડીને હાઇ સીમાં જશે

ક્રૂઝ ( Cruise ) પાંચમી નવેમ્બરે હજીરાથી 18:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે એટલે કે છઠ્ઠી નવેમ્બરે 8:30 કલાકે દીવ પહોંચાડશે. જ્યાંથી સાતમી નવેમ્બરે 12:00 કલાકે ઉપડી મોડી રાતે આઠમી નવેમ્બરે હજીરા 2:00 કલાકે પહોંચાડશે. આમ, ક્રૂઝ 14 કલાકની મુસાફરી કરાવશે. ક્રૂઝ સુરતના હજીરા એસ્સાર પોર્ટથી ઉપડશે. એવી જ રીતે હજીરા-હાઇ સી-હજીરાની વાત કરીયે તો હજીરાથી રાતે 22:00 કલાકે ઉપડીને હાઇ સીમાં જશે અને બીજા દિવસે વહેલી સવારે 6:00 કલાકે ફરી હજીરા પહોંચાડશે. આ સાથે દીવ- હાઇ સી-દીવની દીવથી 21:00 કલાકે ઉપડીને હાઇ સીમાં જઇને બીજા દિવસે 6:00 કલાકે ફરી દીવ આવશે.

હજીરાથી ગોવા, મુંબઇ, અલીબાગ, ઓખા અને માંડવીની પણ ક્રૂઝ શરૂ થઈ શકે

આગામી દિવસોમાં હજીરા પોર્ટ પર ક્રૂઝ, રો રો પેક્સ સહિતની જહાજોની લાંબી લાંબી લાઇનો જોવા મળશે. કારણ કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર અગામી 10 વર્ષમાં હજીરાને મુખ્ય પોર્ટ બનાવશે એટલે કે સૌરાષ્ટ્રને સુરતથી મુંબઇ સાથે જોડશે. હજીરા-દીવ બાદ ગોવા, મુંબઇ, અલીબા હગ, ઓખા અને માંડવીની પણ ક્રૂઝ ( Cruise ) સેવા શરૂ થાય તો નવાઇ નહીં.

આ પણ વાંચો : સ્મૃતિમાં સચવાયેલી એ સુગંધનો તરોતાજા સ્વાદઃ બેસનના લાડુ, ઘરે બનાવવા આ રહી રેસિપી

આ પણ વાંચો : ગુજરાતમાં ધનતેરસનાં દિવસે વ્હિકલનાં વેચાણમાં નોંધાયો ધટાડો...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.