ગુજરાત

gujarat

Dwarkadhish Temple : દ્વારકાધીશ જગત મંદિરે જેઠ પૂર્ણિમાએ થઇ ખુલ્લા પડદે સ્નાન વિધિ, પરંપરા જાણો

By

Published : Jun 5, 2023, 4:35 PM IST

જગત મંદિર દ્વારકાધીશ મંદિરમાં જેઠ સુદ પૂનમના દિવસે સવારે શ્રીજીને ખુલ્લા પડદે સ્નાન કરાવવાની વિધિ સંપન્ન કરાવવામાં આવી હતી. દ્વારકાધીશને આમરસ અને અઘોર કુંડના પવિત્ર પાણીથી સ્નાન અભિષેક કરાવાયો હતો. આ સાથે જલ યાત્રા મનોરથની ધામધૂમપૂર્વક ઉજવણી થઇ હતી.

Dwarkadhish Temple : દ્વારકાધીશ જગત મંદિરે જેઠ પૂર્ણિમાએ થઇ ખુલ્લા પડદે સ્નાન વિધિ, પરંપરા જાણો
Dwarkadhish Temple : દ્વારકાધીશ જગત મંદિરે જેઠ પૂર્ણિમાએ થઇ ખુલ્લા પડદે સ્નાન વિધિ, પરંપરા જાણો

વર્ષમાં બે જ વાર થતી ખુલ્લા પડદે સ્નાન વિધિ

દેવભૂમિ દ્વારકા : દેવભૂમિ દ્વારકામાં આવેલા જગત મંદિર દ્વારકાધીશ ખાતે જેઠ સુદ પૂનમના દિવસે ખૂબ જ ઉત્સાહઅને ભક્તિસભર માહોલ જોવા મળ્યો હતો. રાજાધિરાજ દ્વારકાધીશના જગત મંદિરમાં જેઠ સુદ પૂનમના દિવસેં જલયાત્રા મનોરથની પરંપરા હોય છે તેને લઇને મનોરથ કરાવનાર અને અન્ય ભક્તજનોમાં અનેરો આનંદ છવાયો હતો. ત્યારે સવારે શ્રીજીને ખુલ્લા પડદે આમ રસ અને અઘોર કુંડના પવિત્ર પાણીથી સ્નાન અભિષેક કરાવી જલ યાત્રા ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઇ હતી.

વર્ષમાં બે વખત જ થાય છે : દ્વારકામાં પવિત્ર પૂર્ણિમાના દિવસે જલયાત્રાની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષમાં ફકત બે જ વખત દ્વારકાધીશની મૂર્તિનું ખુલ્લા પડદે સ્નાન કરવામાં આવે છે જેને નિહાળવા ભક્તો ખૂબ જ આતુરતાથી રાહ જોતાં હોય છે.ખુલ્લા પડદે દ્વારકાધીનના સ્નાન અને જલયાત્રાનો દિવસ આવતાં રવિવારે ખૂબ જ મોટી સંખ્યામાં આ એકમાત્ર દિવસનો આગવો લહાવો લેવા માટે ભક્તો શ્રીજીના દર્શન કરવા પધાર્યા હતાં.

જયેષ્ઠા શુક્લ પૂર્ણિમાના દિવસે ભગવાન દ્વારકાધીશ મંદિરની પરંપરા પ્રમાણે વર્ષમાં બે વાર ભગવાનના ખુલ્લા પડદે અભિષેકના દર્શન તમામ ભક્તોને કરાવવામાં આવે છે. આ માટે જેઠ સુદ ચતુર્દર્શીના દિવસે સાંજે મંદિરના તમામ પૂજારી પરિવારના પુરુષો, સેવારત સેવકો દ્વારા અઘોરકુંડમાંથી જળ ભરીને છડીનો પોકાર કરતાં કરતાં ભગવાનના નિજ ગર્ભગૃહમાં રાખવામાં આવે છે. આ જળનો જેઠ સુદ પૂનમના ખુલ્લા પડદે જ્યેષ્ઠાભિષેક કરાવાય છે. આ ઉપરાંત વિશેષમાં ભગવાનને ગંગાજળ, યમુના જળ, ઔષધિઓયુક્ત જળથી પણ અભિ્ષેક કરાવવામાં આવે છે...મહેશભાઇ (પૂજારી દ્વારકાધીશ મંંદિર)

મંગલા આરતી બાદ થઇ વિધિ :જલયાત્રાની પૂર્વ સંધ્યાએ જલયાત્રાની તૈયારીરૂપે પૂજારી પરિવાર દ્વારા જગતમંદિરેથી વાજતે ગાજતે ચાંદીના બેડા જારીજી લઈ ભદ્રકાલી મંદિર પરિસરમાં આવેલા અધોરી કુંડમાંથી જલ ભરવા ગયેલ હતાં. અઘોરી કુંડના પવિત્ર જળને માટીના કુંડમાં પવિત્ર દ્રવ્યો સાથે રાખવામાં આવેલું હતું. આ જળનું પૂજારી પરિવાર દ્વારા સાથે જેઠ સુદ પૂર્ણિમાની સવારે મંગલા આરતી કરાયા બાદ દ્વારકાધીશને ખુલ્લા પડદે સ્નાનવિધિ શરુ કરવામાં આવી હતી. જેમાં આમ રસ તેમજ અઘોર કુંડના પવિત્ર પાણી દ્વારા અભિષેક સ્નાન કરાવવામાં આવ્યું હતું.

જલયાત્રા મનોરથ : જલયાત્રા મનોરથમાં સાંજે નિજ મંદિર ગર્ભગૃહ પાસે પવિત્ર જળથી પૂજારી પરિવારના પુરુષો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે પવિત્ર જલથી કુંડ (હોજ) ભરવામાં આવ્યો હતો અને શ્રીજીના બાલ સ્વરૂપ ગોપાલજીને જૂઇ ,ચમેલી ,મોગરા સહિતના ફુલશણગાર કરી નાવમાં બેસાડવામાં આવ્યાં હતાં અને જલ યાત્રા ઉજવણી કરતાં ભક્તજનોને નાવ મનોરથના દર્શન થયાં હતાં. ઉજવણીના ભાગરૂપે સાંજે 7 વાગ્યે ભગવાન દ્વારકાધીશના મંદિરના ગર્ભગૃહમાં મોટો પાણીનો કુંડ બનાવી તેમાં નાવ મનોરથ ઉજવવામાં આવ્યો હતો. બાદમાં શ્રીજીને સાંજે ઉત્થાપન બાદ જલયાત્રા મનોરથ રાખવામાં આવ્યો હતો.

  1. Dwarkadhish Temple Viral Video: દ્વારકાધીશ જગત મંદિરના વિવાદિત વીડિયો મામલે મંદિર વહિવટદારે પુજારીઓને નોટીસ ફટકારી
  2. Fuldol Festival In Dwarka: દ્વારકાધીશ જગતમંદિરમાં ધામધૂમથી ફૂલડોલ ઉત્સવ ઉજવાયો
  3. Dwarkadhis Vastrapooja: મહા સુદ ત્રીજના દિવસે ભગવાન દ્વારકાધીશને ચઢનારા વાઘા સુરતમાં તૈયાર થયા

ABOUT THE AUTHOR

...view details