સુરત: ટેક્સટાઇલ નગરી સુરત એમ્બ્રોડરી ક્ષેત્રે પણ દેશભરમાં જાણીતું થયું છે. વિવિધ પ્રકારની એમ્બ્રોડરી માત્ર ફેશનેબલ વસ્ત્રોમાં જ નહીં. પરંતુ ભગવાનના વાઘા બનાવવામાં પણ ઉપયોગી થઈ રહી છે. જગત મંદિર દ્વારકામાં મંદિરે ધજા ચડાવવાનું જેટલું અનન્ય મહત્વ છે. તેટલું જ મહત્વ ભગવાન શ્રીકૃષ્ણના વાઘાને એટલે કે વસ્ત્રોને લઈને પણ છે. દેશભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ ગુજરાતી વેપારીઓ પાસે અલગ અલગ હેન્ડ વર્કના વાઘા તૈયાર કરાવી ભગવાનને અર્પણ કરે છે. જેમાં સુરત શહેર પણ બાકાત નથી. દ્વારકાધીશના દર્શન માટે ભાવિ ભક્તો અભિલાષી હોય છે લીલા રંગના વાઘામાં ભગવાન દ્વારકાધીશના દર્શન આ દિવસે લોકો કરી શકશે.
હેમંતભાઈ ત્રીજી પેઢીના વેપારી: શહેરના સગરામપુરા વિસ્તારની છાપગર શેરીના હેમંતભાઈ છાપગરના પરીવારે 54 વર્ષ પહેલા ભગવાન દ્વારકાધીશને સાચી જરીનો મુગટ અર્પણ કર્યો હતો. ત્યારથી પૂજારીઓ થકી ભક્તો હેમંતભાઈનો સંપર્ક કરે છે. તેમની પાસે વસ્ત્રો તૈયાર કરાવે છે. હેમંતભાઈ ત્રીજી પેઢીના વેપારી છે અને તેમની પાસે અલગ અલગ વર્ક પ્રમાણે ભક્તો વસ્ત્રો તૈયાર કરાવે છે. રૂપિયા 25000 થી શરૂ કરીને લાખો રૂપિયા સુધીના વસ્ત્રો તેઓ તૈયાર કરે છે.
આ પણ વાંચો દ્વારકાના નાથને પણ ગરમી લાગી, વિશેષ ચંદનના વાધા તૈયાર કરવામાં આવ્યા
10 થી 12 દિવસનો સમય: આ અંગે હેમંતભાઈ છાપગરેએ જણાવ્યું હતું કે, ભગવાન દ્વારકાધીશના આ વસ્ત્રો તૈયાર કરવામાં 10 થી 12 દિવસનો સમય લાગ્યો છે. જેમાં ૪ વ્યક્તિઓએ તાંબાના તાર થી સંપૂર્ણ હેન્ડવર્ક કર્યું છે. તેમાં મશીનનો ઉપયોગ કરાયો નથી. આ વાઘા અંદાજે 50 હજાર થી વધુ કિંમતના છે અને તેને સિલ્કના કાપડ ઉપર તૈયાર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો Ramakrishna Mission: રામકૃષ્ણ મિશનની 125મી જયંતી નિમિતે રાજકોટમાં ધર્મસભાનું આયોજન
50 થી વધુ વાઘા બનાવ્યા છે: જેમાં ચાર હાથનું પહેરણ, પગની મોજડી , ઉપેરણુ, ખેસ, લહેંગો- ઘાઘરી, પેટીકા, પીછવાઈ અને ઝભલું છે. આગલા દિવસે મંગળવારે જે ભક્તોએ મારી પાસે વસ્ત્રો બનાવડાવ્યા છે તેઓ દ્વારકામાં તેનો વરઘોડો પણ કાઢશે અને ત્યારબાદ વસ્ત્ર મંદિરમાં જમા કરાવાશે. અત્યાર સુધીમાં અમે દ્વારકાધીશના 50 થી વધુ વાઘા બનાવ્યા છે અને અંદાજે 6થી 7 જન્માષ્ટમીના વાઘા પણ બનાવ્યા છે.