ગુજરાત

gujarat

આદિવાસી વિરોધી ભાજપ સરકારમાં જોડાયેલા પક્ષ પલટુ ધારાસભ્યને ડાંગ કોંગ્રેસનાં નેતાઓએ આડે હાથ લીધા

By

Published : Oct 20, 2020, 12:50 PM IST

ડાંગ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પેટા ચૂંટણીનો પ્રચાર જોરમાં છે.ત્યારે કોંગ્રેસનાં આદિવાસી નેતાઓ પણ હવે મેદાનમાં આવ્યા છે.કોંગ્રેસ કાર્યલયનાં ઉદ્ઘાટન પ્રસંગે આવેલ નેતાઓએ ભાજપ સરકાર આદિવાસીઓ વિરોધી હોવાની વાત કરી હતી. સરકારમાં બેઠેલા આદિવાસી પ્રધાન ગણપત વસાવા અને મંગળ ગાવીતને આડે હાથ લીધા હતા.

ડાંગ
ડાંગ

  • વિધાનસભાની પેટા ચૂંટણી ભારતીય જનતા પાર્ટીને પોતાની પ્રતિષ્ઠા બચાવવાનો જંગ
  • વડાપ્રધાનને ચૂંટણી સમયે આદિવાસીઓ યાદ આવે
  • ડાંગ જિલ્લામાં ચૂંટણી પ્રચાર અને સભાઓએ જોર પકડ્યુ

ડાંગ : જિલ્લાની વિધાનસભાની પેટા ચૂંટણી ભારતીય જનતા પાર્ટીને પોતાની પ્રતિષ્ઠા બચાવવાનો જંગ છે. જ્યારે કોંગ્રેસ પક્ષ માટે પોતાનો અસ્તિત્વ જાળવવાનો જંગ એવુ કહી શકાય. આદિવાસી પંથક ગણાતા ડાંગ જિલ્લામાં ચૂંટણી પ્રચાર અને સભાઓએ જોર પકડ્યું છે.

ચૂંટણી જળ જંગલ અને જમીન બચાવવાનો જંગ છે

કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા માટેની મથામણમાં લાગી ગયુ છે. જેના માટે દિલ્હીથી આવેલા દક્ષિણ ગુજરાતનાં પ્રભારી વિશ્વરંજન મોહંતીએ આહવા ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરીને મતદારો પાસે કઈ રીતે પહોંચીને રિઝવવા એનું કાર્યકરોને પ્રશિક્ષણ આપ્યુ હતુ. ભાજપ સાથે કઈ રીતે વધુ લીડ મેળવીને જીતી શકાય તેવી કાર્યકરોને હાકલ કરી હતી.આદિવાસી નેતા તરીકે જાણીતા વાંસદામાં ધારાસભ્ય અનંત પટેલે આ ચૂંટણી જળ જંગલ અને જમીન બચાવવાનો જંગ છે, એવુ કહી આદિવાસીઓ સાથે ગદ્દારીનો બદલો આપીશુ અને સૂટકેશ વાળાઓને ઘરે બેસાડીશુ.

ભાજપ સરકારમાં જોડાયેલ પક્ષ પલટુ ધારાસભ્યને ડાંગ કોંગ્રેસનાં નેતાઓએ આડે હાથ લીધા

હિન્દુસ્તાનનાં સંવિધાનને બચાવવાની લડાઈ

વડાપ્રધાનને ચૂંટણી સમયે આદિવાસીઓ યાદ આવે છે. હિન્દુસ્તાનનાં સંવિધાનને બચાવવાની લડાઈ છે. એવુ કહી લોકોને ભારતીય જનતા પાર્ટીને અપશબ્દોમાં સંબોધન કરીને ડબલમિનિંગમાં ઉચ્ચરણ કર્યું હતુ.આ પ્રસંગે વાંસદાનાં ધારાસભ્ય અનંત પટેલ અને માંડવીનાં ધારાસભ્ય આનંદ ચૌધરી તથા ડાંગ જિલ્લા પ્રભારી અજય ગામીત વલસાડના સાંસદ કિશન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લાના રાજકારણમાં ગરમાવો

બીજી તરફ કોગ્રેસનાં કદાવર નેતા ચંદર ગાવીતે સાપુતારાની તળેટી વિસ્તારમાં આવેલ માલેગામ ખાતે કોંગ્રેસી કાર્યકરોનો મનોબળ મજબૂત કરી પાર્ટી માટે કામ કરવાની હાંકલ કરતા જિલ્લાનાં રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે..

ABOUT THE AUTHOR

...view details