ગુજરાત

gujarat

આહવામાં નવનિર્મિત Sakhi One Stop Centerની ડાંગ કલેક્ટરે મુલાકાત કરી

By

Published : Jun 6, 2021, 7:31 PM IST

અનેક મુશ્કેલી અને સમસ્યાઓનો સામનો કરતી મહિલાઓની તમામ સમસ્યાઓનુ સમાધાન કરતા આહવાના Sakhi One Stop Centerની તાજેતરમાં ડાંગ કલેક્ટર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.

Sakhi One Stop Center
Sakhi One Stop Center

  • આહવાના Sakhi One Stop Centerની ડાંગ કલેક્ટર દ્વારા મુલાકાત
  • ડાંગ કલેક્ટર ભાવિન પંડ્યાએ કરી Sakhi One Stop Centerનીમુલાકાત કરી
  • મહિલાઓની વિવિધ સમસ્યાઓના સમાધાનનુ સરનામુ Sakhi One Stop Center- ડાંગ કલેકટર

ડાંગ : રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવાની ગાંધી કોલોની ખાતે નવનિર્મિત ભવનમા શરૂ કરાયેલા Sakhi One Stop Centerની સેવા અને સુવિધાઓનો તાગ મેળવતા કલેક્ટર ભાવિન પંડ્યાએ અહીં સેવા આપતા કર્મયોગીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી હતી. આ દરમિયાન દહેજ પ્રતિબંધક અધિકારી એસ. ડી. સોરઠીયાએ કલેક્ટર સહિતના ઉચ્ચાધિકારીઓને આવકારી સેન્ટરની ગતિવિધિઓની જાણકારી પૂરી પાડવામાં આવી હતી.

સમાજની જરૂરિયાતમંદ મહિલાઓ માટે ઉપયોગી - ડાંગ કલેક્ટર

સમાજની જરૂરિયાતમંદ મહિલાઓ માટે ખૂબ જ ઉત્કૃષ્ટ સુવિધાઓ સાથે સજ્જ આ સેન્ટર દ્વારા પૂરી પાડવામા આવતી સેવાઓની સરાહના કરી ડાંગ કલેક્ટર ભાવિન પંડ્યાએ સેવકર્મીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અહીંની સેવાઓને અસરકારક રીતે જરૂરિયાતમંદો સુધી પહોંચાડી, સેન્ટર સ્થાપનનો સરકારનો ઉદ્દેશ પૂર્ણ કરવાની પણ તેમણે આ વેળા હિમાયત કરી હતી.

ડાંગ કલેક્ટર સાથે અન્ય વહીવટી કર્તાઓ ઉપસ્થિત રહ્યા

Sakhi One Stop Centerની કલેક્ટરની આ મુલાકાત વેળા નિવાસી અધિક કલેક્ટર ટી. કે. ડામોર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી કાજલ ગામીત પણ ઉપસ્થિત રહ્યા હતા. ડાંગ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચિરાગ જોશી તથા કેન્દ્ર સંચાલક સંગીતા ખુરકુટિયાએ પૂરક વિગતો રજૂ કરી હતી.

આહવામાં નવનિર્મિત Sakhi One Stop Centerની ડાંગ કલેક્ટરે મુલાકાત કરી

Sakhi One Stop Center મહિલાઓ માટે ખૂબ જ ઉપયોગી

ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર પુરસ્કૃત અને રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં શરૂ કરાયેલા Sakhi One Stop Center દ્વારા મહિલાઓને અનેકવિધ સેવાઓ પૂરી પાડવામા આવી રહી છે. જાહેર કે ખાનગી સ્થળો ઉપરાંત કાર્યસ્થળો કે ઘર કુટુંબોમા શારીરિક, માનસિક હિંસાનો ભોગ બનેલી મહિલાઓ, કોઈ પણ જાતના જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાય, કે વૈવાહિક દરજ્જો, શિક્ષણ, કે ઉંમરના ભેદભાવ વગર Sakhi One Stop Centerની સેવાઓ લઈ શકે છે.

ડાંગ જિલ્લાની જરૂરિયાતમંદ મહિલાઓની સમસ્યાના સમાધાનના સરનામારૂપ 'સખી' નો લાભ કલેક્ટરનો અનુરોધ

અહીં તજજ્ઞ કાઉન્સલર્સ દ્વારા પીડિત મહિલાઓને સામાજિક પરામર્શ સાધી જરૂર પડ્યે તબીબી, પોલીસ, કે કાયદાકીય સહાય પૂરી પાડવામા આવે છે. જરૂર પડ્યે પીડિતાઓને આશ્રયની સુવિધાઓ પણ આપવામા આવે છે. ડાંગ જિલ્લાની જરૂરિયાતમંદ મહિલાઓની સમસ્યાના સમાધાનના સરનામારૂપ Sakhi One Stop Centerનો લાભ લેવા ડાંગ કલેક્ટર ભાવિન પંડ્યાએ અનુરોધ કર્યો છે.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details