ગુજરાત

gujarat

દાદરાનગર હવેલીના લાયન સફારી પાર્કમાં પ્રવાસીઓને થશે 3 નવા સિંહના દર્શન

By

Published : Jan 10, 2023, 1:29 PM IST

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં (Union Territory Dadra Nagar Haveli) આવેલા વાસોણા લાયન સફારી પાર્કમાં હવે પ્રવાસીઓને નવી ભેટ મળશે. અહીં તેઓ હવે એક સિંહ અને 2 સિંહણના દર્શન કરી શકશે. આ માટે જૂનાગઢથી (Lion sighting at Silvassa Vasona Lion Safari) 2 સિંહ લાવવામાં આવ્યા છે.

દાદરાનગર હવેલીના લાયન સફારી પાર્કમાં પ્રવાસીઓને થશે 3 નવા સિંહના દર્શન
દાદરાનગર હવેલીના લાયન સફારી પાર્કમાં પ્રવાસીઓને થશે 3 નવા સિંહના દર્શન

પ્રવાસીઓ હવે અશોકા નામના સિંહને અને મીરા નામની સિંહણને પણ જોઈ શકશે

વાસોણાપ્રવાસીઓ માટે હોટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન ગણાતા સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં (Union Territory Dadra Nagar Haveli) આવેલા વાસોણા લાયન સફારી પાર્કમાં (Silvassa Vasona Lion Safari) સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓ હવે એક સિંહ અને 2 સિંહણના દર્શન (Lion sighting at Silvassa Vasona Lion Safari) કરી શકશે. 6 જાન્યુઆરીએ અહીંના સફારી પાર્કમાં રાજકોટ અને જૂનાગઢથી લાવેલા વધુ 2 સિંહ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

સિંહ આકર્ષણ ઊભું કરશે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના આ લાયન સફારી પાર્ક વાસોણા ખાતે (Lion sighting at Silvassa Vasona Lion Safari) જૂનાગઢથી એક સિંહ અને રાજકોટથી સિંહણને મગાવી પાર્કમાં વસાવવામાં આવ્યા છે. આ પાર્કમાં નવા આવેલા બંને મહેમાનો પ્યોર બ્રિડના છે, જે પ્રવાસીઓમાં અનેરું આકર્ષણ ઊભું કરશે.

પ્રવાસીઓ હવે અશોકા નામના સિંહને અને મીરા નામની સિંહણને પણ જોઈ શકશેપ્રવાસીઓ માટે હોટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન ગણાતા કેન્દ્રશાસિતપ્રદેશ દાદરા નગર હવેલીમાં (Union Territory Dadra Nagar Haveli) આવેલા વાસોણા લાયન સફારી પાર્કમાં સિંહદર્શન કરવા એ પ્રવાસીઓ (Lion sighting at Silvassa Vasona Lion Safari) માટે અનોખો અનુભવ રહ્યો છે. ત્યારે આ પાર્કમાં પહેલા એક ગિરજા નામની સિંહણને જોવા આવનારા પ્રવાસીઓ હવે અશોકા નામના સિંહને અને મીરા નામની સિંહણને પણ જોઈ શકશે અને તેમને કેમેરામાં કેદ કરી શકશે. આ નવા મહેમાનોને 6 જાન્યુઆરીએ ફોરેસ્ટ સચિવ સહિતના આધિકારીઓની હાજરીમાં સફારી પાર્કમાં મુક્ત કરવામાં આવ્યા હતાં.

લાયન સફારી પાર્કમાં હવે ગિરજા સિંહણ સાથે કુલ 3 સિંહ પ્રાણીઆ અંગે ખાસ ઉપસ્થિત રહેલા દાદરા અને નગર હવેલીના ફોરેસ્ટ, એન્વાયર્નમેન્ટ એન્ડ વાઈલ્ડ લાઈફ સચિવ રવિ ધવને જણાવ્યું હતું કે, પૂનમના દિવસે કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન દ્વારા એક સિંહ અને એક સિંહણની જોડીને સફારી પાર્કમાં વસાવવામાં આવી છે. તેમાં સિંહનું નામ અશોકા છે. તે 5.5 વર્ષનો છે. તેને ગુજરાતના જૂનાગઢના સક્કરબાગ (sakkarbaug zoo junagadh) ખાતેથી લાવવામાં આવ્યો છે. જ્યારે સિંહણનું નામ મીરાં છે. તે 11 વર્ષની અને તેને રાજકોટથી અહીં લાવવામાં આવી છે. આ જોડીના આગમન બાદ લાયન સફારી પાર્કમાં હવે ગિરિજા સિંહણ સાથે કુલ 3 સિંહપ્રાણી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ પણ વાંચોસિંહ પરિવારનું સ્કલ્પચર બન્યું આકર્ષણનું કેન્દ્ર

સોમવારે ઉપવાસ કરાવાય છેવાસોણા લાયન સફારી પાર્કમાં (Silvassa Vasona Lion Safari) આવેલા આ સિંહ-સિંહણની માવજત અને દેખરેખ અંગે કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, DDDNHના પ્રશાંત રાજગોપાલને જણાવ્યું હતું કે, આ ત્રણેય પ્રાણીઓને સપ્તાહમાં સોમવાર સિવાયના તમામ દિવસે ખોરાકમાં મુંબઈથી મગાવામાં આવતું ભેંસનું માસ અપાય છે, જે પ્રત્યે દીઠ 8 કિલો મુજબ અપાય છે. જ્યારે સોમવારે ઉપવાસ કરાવાય છે. એ ઉપરાંત વેટરનરી તબીબો દ્વારા સમયસર ચકાસણી કરી વેકસીન આપવામાં આવે છે.

આ પણ વાંચોગીરના ડાલામથ્થાને લગતો પ્રોજેક્ટ લાયનની જાહેરાત, માલધારી, રોજગારી અને પર્યટનને મળશે વેગ

સફારી પાર્કમાં પ્રાણીઓ મુક્ત ને પ્રવાસીઓ પાંજરામાંમાં કેદઉલ્લેખનીય છે કે, વર્ષ 2002માં શરૂ કરાયેલા લાયન સફારી પાર્ક () 20 હેકટરમાં ફેલાયેલ છે. જેને ફરતે ડબબલ ફેંસીંગ છે. જેમાં રહેલા સિંહ પ્રાણીઓની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે 2 ગેટ રાખવામાં આવ્યા છે. આ પાર્કમાં દર વર્ષે 50થી 60 હજાર લેખે છેલ્લા 10 વર્ષમાં 5.50 લાખ જેટલા પ્રવાસીઓ ભારતના વિવિધ રાજ્યોમાંથી મુલાકાતે આવી ચુક્યા છે. સફારી પાર્કમાં સિંહ દર્શન માટે આવતા પ્રવાસીને મોડિફાઇડ કરેલ બસ જેવા વાહનમાં લઈ જવામાં આવે છે. જે 30 મિનિટનો રાઉન્ડ છે. દર શનિ-રવિ માં પ્રવાસીઓનો ધસારો વધુ હોય છે. ત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે અહીં સફારી પાર્કમાં પ્રાણીઓ મુક્ત છે. અને તેને નિહાળવા આવતા પ્રવાસીઓએ વાહનોરૂપી પાંજરામાં માં કેદ થઈ ને જવું પડે છે.

ABOUT THE AUTHOR

...view details