- વાપીમાં જજ પર આરોપીએ ચપ્પલ ફેંક્યું
- નવસારી જેલમાં 3 વર્ષથી સજા કાપી રહેલ કેદી ની ગંભીર હરકત
- ચપ્પલ ફેંકનાર આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ
વાપી : વાપી કોર્ટ ખાતે નવસારી જેલમાંથી કોર્ટ કાર્યવાહી માટે આવેલ એક ઘરફોડ ચોરીના ગુન્હામાં 3 વર્ષથી સજા કાપી રહેલ અપરાધીએ કોર્ટમાં સુનાવણી દરમ્યાન ઉશ્કેરાઈ જઇ મહિલા જજ પર ચપ્પલ ફેંક્યું હતું. આ ગંભીર ઘટના બાદ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોર્ટમાં બુધવારે બપોરે નવસારીમાં છેલ્લા ત્રણ વર્ષથી સજા કાપી રહેલ એક ઘરફોડ ચોરીના રીઢા અપરાધીને મહિલા જજ સમક્ષ રજુ કર્યો હતો. ઘરફોડ ચોરીના ગુન્હામાં સજા કાપી રહેલ આ અપરાધિની કોર્ટમાં મહિલા જજ સમક્ષ સુનાવણી ચાલી રહી હતી. ત્યારે અચાનક જ આવેશમાં આવી ગયેલા કેદીએ પોતાના પગમાં પહેરેલ ચપ્પલ મહિલા જજ પર ફેંક્યું હતું.
આ પણ વાંચો : વડાપ્રધાન આજે રાજસ્થાનમાં પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજી સંસ્થાનું ઉદ્ઘાટન કરશે, 4 મેડિકલ કોલેજોનો શિલાન્યાસ કરશે
ચપ્પલ ફેંક્યા બાદ વધુ કોઈ હુમલો કરે તે પહેલાં પકડી લીધો
અચાનક બનેલી ઘટનાથી મહિલા જજ સહિત કોર્ટરૂમમાં હાજર વકીલો, પોલીસ સ્ટાફ પણ ગભરાઈ ગયો હતો. અને નવસારી જેલમાંથી કેદી પાર્ટી સાથે કોર્ટ રૂમમાં લાવેલ ઘરફોડ ચોરીના આરોપીને પકડી લીધો હતો. મહિલા જજ પર ચપ્પલ ફેંક્યું હોય તે બાદ વધુ કોઈ હુમલો કરે તે પહેલાં પોલીસે તેને દબોચી લઈ કોર્ટરૂમની બહાર લઈ ગઈ હતી.