ગુજરાત

gujarat

Dahod Crime News : દાહોદના ગુણા ગામના ખેતરમાં ગાંજાનું વાવેતર, 139 છોડ સાથે બે આરોપીઓની અટકાયત

By

Published : Aug 17, 2023, 2:42 PM IST

Updated : Aug 17, 2023, 2:50 PM IST

દાહોદ જિલ્લાના પીપલોદ નજીક આવેલા ગુણા ગામના ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર પકડાયું છે. આ મામલે ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતોની દાહોદ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે.

Dahod Crime News : દાહોદના ગુણા ગામના ખેતરમાં ગાંજાનું વાવેતર, 139 છોડ સાથે બે આરોપીઓની અટકાયત
Dahod Crime News : દાહોદના ગુણા ગામના ખેતરમાં ગાંજાનું વાવેતર, 139 છોડ સાથે બે આરોપીઓની અટકાયત

દાહોદ : દાહોદ જિલ્લાના નજીક ગુણા ગામે બે ખેતરમાંથી ગાંજાના લીલા વાવેતર કરેલા 139 છોડને પકડી પાડવામાં આવ્યાં હતાં. દાહોદ પોલીસે બુધવારે બાતમી આધારે ગાંજાનું વાવેતર પકડવા સાથેે બે ખેતર માલિકની અટકાયત કરી છે. ત્યારબાદ 9.950 કિલોગ્રામનો મુદ્દામાલ કબજે લઇ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે. ખેતરમાં ગાંજાનું વાવેતર કરનારા ખેડૂતના નામ ગોપાલભાઈ મણીલાલ બારીયા તથા કિરીટભાઈ ભૂધરભાઈ બારીયા છે. તેમની સામે એનડીપીએસ એકટ 1985ની કલમ 20(એ)(1)(2) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે.

દાહોદ પોલીસે રેડ કરતા ખેતરમાં ઘણા લીલા છોડ ગાંજાનાં મળી આવ્યા હતા. જેની આજુ બાજુ 5 કિલોમીટર સુધી પોલીસે સર્ચ ઓપરેશન કર્યું હતું. જેમાં બાજુના બે ખેતરમાંથી પણ ગાંજાનાં લીલા છોડ મળી આવ્યા હતા. એ અન્વયે સ્થળ પર એફએસએલને બોલાવીને તમામ છોડનું પરીક્ષણ કરાયું હતું. જેમાં એફએસએલ પરીક્ષણ બાદ તમામ છોડ ગાંજાનું હોવાનું જાણવા મળેલ હતું. આમ આરોપી ગોપાલભાઈ મણીલાલ બારીયાના ખેતરમાંથી ગાંજાના લીલા છોડ કુલ નંગ 19 જેનું વજન 2કિલો 600 ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા 26,000 અને બીજા આરોપીના ખેતરમાંથી ગાંજાના લીલા છોડ કુલ નંગ 120 જેનું વજન 7 કિલો 350 ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા73500 આમ બંને આરોપી સાથે મળી કુલ 139 ગાંજાના છોડવા મળી એસઓજીએ 99,500નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે...રાજદીપસિંહ ઝાલા(ડીએસપી, દાહોદ)

અન્ય પાકની વચ્ચે ગાંજાનું વાવેતર: આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિ‌તી મુજબ ઍસઓજી પીઆઇ એસ. એમ. ગામેતીને બાતમી મળી હતી કે પીપલોદ નજીક આવેલા ગુણા ગામે કોલીયાર ફળિયામાં રહેતા ગોપાલ મણિલાલ બારીયા તથા કિરીટ ભૂધરભાઈ બારીયા તેમના માલિકોના ખેતરમાં રતાળુ, આદું, હળદર, શણના વાવેતરની આડમાં ગાંજાનું વાવેતર કર્યુ છે. દાહોદ એસઓજીએ પોતાની ટીમ સાથે ગુણા ગામના આ ખેતરમાં દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. ત્યારે ખેતરમાં વાવેલા અન્ય પાકના વાવેતરની વચ્ચે ગેરકાયદે ઉગાડેલા 139 લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા.

  1. ખેડામાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર ઝડપાયું, પોલીસે કરી કાર્યવાહી
  2. ડીસાના રાણપુર ગામેથી SOGએ 40 લાખના ગાંજા સાથે ત્રણ આરોપીની કરી અટકાયત
  3. ભાવનગરમાંથી ૧૫ લાખથી વધુ કિંમતના ગાંજાનું વાવેતર ઝડપાયું
Last Updated : Aug 17, 2023, 2:50 PM IST

ABOUT THE AUTHOR

...view details