ગુજરાત

gujarat

છોટાઉદેપુર જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો, નસવાડીની શાળાના મેદાનમાં ભરાયા પાણી

By

Published : Sep 29, 2021, 2:33 PM IST

છોટા ઉદેપુરમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. જેથી વાહન વ્યવહાર કલાકો સુધી બંધ રહ્યો હતો. અને વધુ એક મુશ્કેલી સર્જાઇ હતી નસવાડીની શાળાના મેદાનમાં પાણી ભરાઈ જતાં વિધાર્થીઓ પરત ફર્યા હતા.

છોટા ઉદેપુર જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો, નસવાડીની શાળાના મેદાનમાં ભરાયા પાણી
છોટા ઉદેપુર જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો, નસવાડીની શાળાના મેદાનમાં ભરાયા પાણીછોટા ઉદેપુર જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો, નસવાડીની શાળાના મેદાનમાં ભરાયા પાણી

  • છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં છેલ્લા 24 કલાક દરમિયાન 95 મીમી વરસાદ
  • નસવાડી તાલુકામા ગત રાત્રિ દરમિયાન ધોધમાર
  • નસવાડીમાં 15 હજાર ચોરસ ફૂટ મેદાનમાં હાઈસ્કૂલના મેદાનમાં ભરાયા પાણી

છોટાઉદેપુર: વરસાદને લઈને અશ્વિન નદીમાં પાણી આવ્યું હતું. જેને લઇને કુકાવટી થી વાઘિયા જવાનો લો લેવલ નો કોઝવે પાણી મા ગરકાવ થતા ખેડૂતો ,પશુપાલકો , ગ્રામજનોને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે નસવાડીમાં 15 હજાર ચોરસ ફૂટ મેદાનમાં હાઈસ્કૂલના મેદાનમાં ભરાયા પાણી ભરાતા વિદ્યાર્થીઓને શાળામા અંદર જવાની મુશ્કેલી ઊભી થતાં શાળાએ આવેલા વિદ્યાર્થીઓ ને ઘરે પરત જવાનો વારો આવ્યો હતો.

છોટા ઉદેપુર જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો, નસવાડીની શાળાના મેદાનમાં ભરાયા પાણી

આ પણ વાંચો:છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ, રોડ ઉપર કેડ સમા પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો

આ અંગે અવાર નવાર તાલુકા ,જિલ્લા તંત્ર ને રજૂઆત કરવા છતાં હાઈસ્કૂલના મેદાનમાં ભરાતા પાણીનો નિકાલ નહી કરાયો જેણે લઈને શાળાનાં મેદાનમાં વારંવાર પાણી ભરાઈ જાય છે. છોટા ઉદેપુર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો:છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી પંથકમાં ધોધમાર વરસાદ

  • છોટા ઉદેપુર 51 મીમી 2.04 ઇંચ
  • જેતપુર પાવી 03 મીમી
  • સંખેડા. 58 મીમી 2.32ઇંચ
  • નસવાડી. 97 મીમી 3.88 ઇંચ
  • બોડેલી. 50 મીમી 2 ઇંચ
  • કવાંટ. 59મીમી 2.36 ઇંચ

ABOUT THE AUTHOR

...view details