છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ, રોડ ઉપર કેડ સમા પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો

author img

By

Published : Sep 21, 2021, 9:51 PM IST

Rain news

છોટા ઉદેપુરમાં મંગળવારે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં વરસાદને કારણે રસ્તાઓ પર કેડ સમા પાણી ભરાયા હતા. જેથી વાહન વ્યવહાર કલાકો સુધી બંધ રહ્યો હતો.

  • છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ
  • વરસાદના કારણે રોડ પર કેડ સમા પાણી વહેતાં થયા
  • રસ્તો જામ થતાં કલાકો સુધી રહ્યો વાહન વ્યવહાર બંધ રહ્યો

છોટા ઉદેપુર: જિલ્લામાં મંગળવારે ભારે વરસાદના કારણે કોતરો ભરાતા સંખેડા તાલુકાના હરેશ્વર ગામના રોડ પર કેડ સમા પાણી વહેતાં થયા છે. સંખેડા તાલુકાના ગોલાગામથી વાઘોડિયા રોડ પર હરેશ્વર ગામે પાણી ભરાતા રસ્તો જામ થતાં કલાકો સુધી રહ્યો વાહન વ્યવહાર બંધ રહ્યો હતો.

છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ

જેતપુર પાવીનાં 19 ગામોને સાવચેત રહેવાની સૂચના અપાઈ

હરેશ્વર ગામના કેટલાક ઘરોમાં પણ પાણી ભરાયા તો હરેશ્વર ગામે સ્કૂલેથી ઘરે જતાં છોકરાઓ પણ રસ્તામાં અટવાયા હતા. સંખેડા તાલુકાથી વાઘોડિયા રાત્રિ શિફ્ટમાં નોકરી જતા કેટલાક લોકો વાહન વ્યવહાર બંધ હોવાના કારણે ઘરે પરત ફર્યા હતા. આજે સાંજ સુધીમાં સૂખી ડેમમાં 95 ટકા પાણીનો સંગ્રહ થતાં 147.50 મીટરની જળ સપાટી નોંધાઇ છે. મહત્તમ જળ સપાટી 147.82 મીટર હોય પાણીની આવકમાં વધારો થાય તો સુખી ડેમમાંથી પાણી છોડવાની શકયતાં છે. તંત્ર દ્વારા જેતપુર પાવીનાં 19 ગામોને સાવચેત રહેવાની સૂચના પણ આપવામાં આવી છે.

છોટા ઉદેપુર જિલ્લામાં સવારનાં 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યાં સુધીનો વરસાદ

જિલ્લાવરસાદ (mm)
છોટા ઉદેપુર11
જેતપુર પાવી 121
સંખેડા 41
નસવાડી48
બોડેલી 134
કવાંટ 73
  • આ ઉપરાંત નર્મદા જિલ્લામાં પણ મંગળવારે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાનો કરજણ ડેમ પણ ઓવરફ્લો થયો છે. કરજણ ડેમની આજની જળ સપાટી 113.80 મીટર થઈ છે અને ડેમનું રૂલ લેવલ 113.75 મીટર છે. રૂલ લેવલ જાળવવા ડેમમાં આજે સવારે 1 ગેટ ખોલીનો દરવાજા ખોલી 17402 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવામાં આવ્યું હતું. આજે કરજણ નદીમાં તબક્કાવાર 40 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે, જેથી કરજણ નદી બે કાંઠે વહેશે. કરજણ નદીના 8 જેટલા કાંઠા વિસ્તારમાં આવતા ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે.
  • તો ભાવનગર જિલ્લામાં પણ મંગળવારે બપોરે બે દિવસના અસહ્ય બફારા બાદ મહુવા શહેરમાં મેઘરાજાની પધરામણી થઈ હતી અને વાતાવરણ ઠંડક પ્રસરી હતી. ગ્રામ્ય વિસ્તારની જો વાત કરવામાં આવે તો તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ થયો હોવાથી ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી હતી. તાલુકાના તમામ જળાશયો છલક સપાટી પર પહોંચ્યા એટલે કહી શકાય ખેતી માટે પાણીની સમસ્યા દૂર થઈ છે.
  • આ સાથે જ ખેડા જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાએ બીજી ઇનિંગની ધમાકેદાર શરૂઆત કરી છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોધાયો છે. ડાકોર મંદિર બહાર પાણી ભરાતા યાત્રીઓ અટવાયા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.