ગુજરાત

gujarat

Botad Crime: બોટાદમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સજા

By

Published : Feb 8, 2023, 7:12 PM IST

બોટાદમાં સગીરા સાથે વર્ષ 2021માં દુષ્કર્મ આચરનારા નરાધમ આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. સાથે જ કોર્ટે આરોપીને 5,000 રૂપિયાનો દંડ પણ કર્યો છે.

Botad Crime: બોટાદમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સજા
Botad Crime: બોટાદમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સજા

બોટાદઃજિલ્લામાં સગીરા સાથે થયેલા દુષ્કર્મ કેસમાં સગીરાને આખરે ન્યાય મળ્યો છે. બોટાદ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે (સ્પે. પોક્સો કોર્ટ) નરાધમ દુષ્કર્મીને 20 વર્ષની સજા ફટકારી છે. સાથે જ ભોગ બનનારી સગીરાને 5 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.

આ પણ વાંચોAhmedabad Crime : નિકોલમાં સગીરા પર દુષ્કર્મ ગર્ભપાત અને ઇનકારનો આંખ ઉઘાડતો બનાવ, આરોપી યુવકની ધરપકડ

આરોપી મુળ અમદાવાદનોઃ સમગ્ર હકીકતની વાત કરીએ તો, બોટાદમાં રહેતા અને ભોગ બનનારી સગીરાના માતાપિતા બોટાદ ખાતે મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા. ત્યાં આરોપી મન્ગો ઉર્ફે પિન્ટુ ચંદુભાઈ સોલંકી કે, જે મૂળ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રતનપર ગામનો રહેવાસી છે. તે પણ સગીરાના માતાપિતા સાથે કામ કરતો હતો. એટલે પરિવાર સાથે તેની ઓળખાણ થઈ હતી. તે તેમના ઘરે એક બે વખત જમવા પણ આવ્યો હતો.

આરોરી મન્ગો ઊંઘમાંથી ઊઠી સગીરાને લઈ ગયોઃ25 મે 2021ના રોજ ભોગ બનનાર તથા તેમના માતાપિતા અને આરોપી મન્ગો ઉર્ફે પિન્ટુ બધા જ લોકો રાત્રિના 8 વાગ્યે ભોગ બનનાર સગીરાના ઘરે જમીને સુતા હતા. ત્યારબાદ રાત્રે બારેક વાગ્યે પીડિત સગીરાના માતાપિતા ઊંઘમાંથી ઊઠીને જોયું તો તેમની પુત્રી ઘરમાં નહતી. ત્યારબાદ માતાપિતાએ સગીરાની ઘરની આસપાસ તપાસ શરૂ કરી હતી. ઘરની બાજુમાં આવેલી વાડમાં તપાસ કરતાં સગીરા ત્યાં હતી. જ્યારે તેની માતા તેને મળવા ગઈ તો તે રડવા લાગી હતી.

પરિવારે કરી સગીરાની પૂછપરછઃ પરિવારે સગીરાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી મન્ગો ઉર્ફે પિન્ટુ ચંદુભાઈ સોલંકી તેનું મોઢું દબાવી તેને ઘરની પાછળ લઈ ગયો હતો. ત્યાં તેણે સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. જોકે, સગીરાના માતાપિતાએ આરોપીને શોધ્યો પણ તે ક્યાંય મળ્યો નહતો. ત્યારે આ મામલા પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે ફરિયાદ નોંધી હતી.

આ પણ વાંચોAsaram Rape Case : આસારામની સજા માટે વકીલની આખરી દલીલ, સજાને લઈ સસ્પેન્સ

કોર્ટે ફટકારી સજાઃ આ કેસમાં બોટાદ પોલીસે ચાર્જશીટ કરી હતી અને આ કામમાં કોર્ટમાં 17 જેટલા સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા. જ્યારે કુલ 29 દસ્તાવેજી પૂરાવા રજૂ કરવામાં આવ્યા હતા. તેમ જ સાહેદોની જુબાનીથી આરોપી સામેનો કેસ પૂરવાર થયો હતો. આ કેસમાં જિલ્લા સરકારી વકીલ કે. એમ. મકવાણાની દલીલો નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી હતી અને એડિશન એન્ડ સેશન્સ જજ વી. બી. રાજપૂતે આરોપી મન્ગો ઉર્ફે પિન્ટુભાઈ ચંદુભાઇ સોલંકીને 20 વર્ષની સખત કેદની સજા અને 5,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ઃ

ABOUT THE AUTHOR

...view details