ગુજરાત

gujarat

Bhavnagar Crime: જાણીતા ડૉ. જયેશ પંડ્યાના ઘરેથી ચાંદીની વસ્તુની ચોરી કરનારા ઝડપાયા

By

Published : May 24, 2023, 1:47 PM IST

ભાવનગરના તબીબ જયેશ પંડ્યાના ઘરમાંથી ચાંદીની વસ્તુઓ ચોરાઈ છે. આ કેસમાં પોલીસે બે વ્યક્તિની ધરપકડ કરી લીધી છે.

Bhavnagar Crime: જાણીતા ડૉ. જયેશ પંડ્યાના ઘરેથી ચાંદીની વસ્તુની ચોરી કરનારા ઝડપાયા
Bhavnagar Crime: જાણીતા ડૉ. જયેશ પંડ્યાના ઘરેથી ચાંદીની વસ્તુની ચોરી કરનારા ઝડપાયા

ભાવનગર: મહારાષ્ટ્રના પુનામાં રહેવા ગયેલા ડોકટર જયેશ પંડ્યાના ભાવનગરમાં આવેલા ઘરમાંથી ચોરી થતા નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. જેમાં ચોર પાસેથી મોટાભાગની વસ્તુ કબ્જે કરી લેવાઈ છે. બંધ મકાનમાં અજાણ્યા શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચીને ચોરી કરી છે. સાત લાખની ચોરીની ફરિયાદ થતાં પોલીસે યુદ્ધના ધોરણે તપાસ ચાલુ કરી હતી. જ્યારે એક ફરાર આરોપીને પકડવા તપાસ હાથધરી છે.

તાળું તોડીને ચોરી: ડોકટરના ઘરમાં ગત તારીખ 16 તારીખ આસપાસ ચોરી થઈ હતી. ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં નાનભા શેરીમાં રહેતા ડોક્ટર જયેશભાઈ પંડ્યા ભાવનગરના બાળકોના નિષ્ણાત અને પ્રખ્યાત ડોક્ટર છે. જો કે હાલમાં તેમના ભાવનગરના હોસ્પિટલમાં અન્ય ડોક્ટરો હોસ્પિટલ ચલાવી રહ્યા છે. આથી જયેશભાઈ પંડ્યાએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રના પૂના ખાતે રહેવા પહોંચ્યા છે. ત્યારે ભાવનગરમાં કાળાનાળા વિસ્તારમાં આવેલા નાનભા શેરીના તેમના રહેણાંકી બંધ મકાનમાં અજાણ્યા શખ્સોએ દરવાજાના મુખ્ય આકડીયાનું તાળું તોડીને ઘરમાં રહેલા કબાટની ચીજ વસ્તુઓની ચોરી કરી નાસી ગયા હતા. જેને પગલે જયેશભાઈ પંડ્યા ભાવનગર પહોંચીને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે સાત લાખની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

"આજથી પાંચ દિવસ પહેલા ડોક્ટર જયેશ પંડ્યાના ઘરમાંથી દરવાજાના તાળા તોડી કબાટમાંથી સાત લાખની ચોરી કરી ગયેલા હતા. જેના અનુસંધાને પોલીસે તપાસ કરતા બે આરોપીને અટકાયત કરવામાં આવી છે.તેના રિમાન્ડ માંગવામાં આવ્યા છે. જ્યારે ત્રીજા આરોપીને પકડવાનો બાકી છે. આ લોકોની એમઓ બંધ મકાનોની રેકી કરવામાં આવતી અને ત્યારબાદ દિવસ કે રાત માણસો ન હોય ત્યારે ચોરી કરતા હતા" -- આર આર સિંઘલ (Dysp,ભાવનગર)

ચક્રો ગતિમાન કર્યા: પોલીસે પૂછતાછ અને પોતાની બાતમીદારોના આધારે કુંભારવાડા મોતીતળાવના બે શખ્સો હોવાનું શોધવામાં સફળ રહી હતી. આથી પોલીસે શકના આધારે કુંભારવાડા મોતીતળાવમાં રહેતા મનોજ ઉર્ફે ચીમન મહેશભાઈ ગોહેલ 19 વર્ષીય તેમજ અસલમ ઉર્ફે ભંગારી ફિરોજ સૈયદ 18 વર્ષીય મોતી તળાવ વાળાને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. જ્યારે વધુ એક ફરાર હોય જે નાસીર ઉર્ફે નાગ લીયાક્ત હુસેન રફાઇ મોતીતળાવ વાળાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલા શખ્સોના રિમાન્ડ મેળવવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

શુ ચોરાયું ડોકટરના ઘરમાંથી: ભાવનગરના બાળકોના નિષ્ણાત ડોક્ટર જયેશભાઈ પંડ્યાના ઘરમાં થયેલી ચોરીને પગલે પોલીસે ઝડપી બે શખ્સો પાસેથી મુદ્દામાલ રિકવર કર્યો છે. પોલીસે ઝડપેલા બે શખ્સો પાસેથી ચાંદીની ચીજ વસ્તુઓ કબજે લીધી છે. જેમાં ચાંદીનો જગ એક, ઊભું ડીવેટીયુ, પૂજાની ડીશ, નાનો ડીવેટીયુ, મુખવાસ દાની, વાટકા ત્રણ, અગરબત્તી સ્ટેન્ડ એક, નાની કંકાવટી,બાળકોને રમવાનો ઘૂઘરો, નાના બાળકની કડલી 10, બીલીપત્ર, મોટો જુડો, નાનો જુડો,બંગડી, મોટા સિક્કા ચાર, કેડનો કંદોરા નંગ 6, ચાંદીનો હાર, લકી ત્રણ,પોચા ચાર, છડા ચાર, અગરબત્તી સ્ટેન્ડ એક, ગ્લાસ 8, લોટી, વાટકા 6, નાની વાટકી એક, ચાંદીને બે લગડી મળીને 9.589 કિલોગ્રામ અને એક રીક્ષા કબ્જે લેવામાં આવ્યા છે. જો કે પોલીસ એ ત્રણેય શખ્સો સામે ધોરણસર ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

  1. Bhavnagar Crime : બસોમાં પ્રવાસીઓને બેભાન કરી લૂંટતો ફરાર કેદી ઝડપાયો, અધધ ગુનાઓને અંજામ આપ્યો
  2. Bhavnagar Crime : ઘરમાં ઘૂસીને એકલતાનો લાભ લઇ દુષ્કર્મ કરનાર વિધર્મી ઝડપાયો, મહુવામાં બન્યો હતો બનાવ
  3. Bhavnagar News : સોલીડવેસ્ટના 12 કર્મચારીઓએ ફેરવી તોળ્યું, માફીપત્ર આપી આવેશમાં આવી આક્ષેપ કર્યાનું સ્વીકાર્યું

ABOUT THE AUTHOR

...view details