ગુજરાત

gujarat

પ્રાથમિક સુવિધા નહી તો મત નહી: ભાવનગરના આ ગામમાં મતના બહિષ્કારના પોસ્ટરો લાગ્યા

By

Published : Nov 16, 2022, 1:05 PM IST

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) નજીક આવી રહી છે. ત્યારે દરેક પક્ષ દ્રારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. પરંતુ એક ગામના લોકોએ તો મતનો બહિષ્કારના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. પ્રાથમિક સુવિધા નથી મળતી હોવાનો કકળાટ અને વારંવાર રજૂઆત છતાં નિવેડો નહિ આવતા મતદાનના બહિષ્કારનો નિર્ણય કર્યો છે.

પ્રાથમિક સુવિધા નહી તો મત નહી: ભાવનગરના આ ગામમાં મતના બહિષ્કારના પોસ્ટરો લાગ્યા
પ્રાથમિક સુવિધા નહી તો મત નહી: ભાવનગરના આ ગામમાં મતના બહિષ્કારના પોસ્ટરો લાગ્યા

ભાવનગર શહેરના ચિત્ર ફુલસર વોર્ડમાં (Fulsar Karmanagara) આવેલા ફુલસર ગામમાં (village of Bhavnagar) મતના બહિષ્કારનાપોસ્ટરો લાગ્યા છે. સ્થાનિકોએ હસતા મોઢે મત આપ્યા બાદ હવે હસતા મોઢે કોઈ પક્ષ કામ કરતું નથી તેવું ત્યાંના સ્થાનિકલોકોનું કહેવું છે. જવાબદાર તંત્રમાં રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ ત્રણહીનમાં નહિ આવતા અંતે નિર્ણય લેવામાં આવ્યા છે. અને ગામમાં મતદાનનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

પ્રાથમિક સુવિધા નહી તો મત નહી: ભાવનગરના આ ગામમાં મતના બહિષ્કારના પોસ્ટરો લાગ્યા

બહિષ્કારની ચીમકી ભાવનગર જિલ્લામાં ચૂંટણીનો (Gujarat Assembly Elections 2022) માહોલ છે ત્યારે મફતનગર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવે મતદાનનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. મફતનગરમાં કોઈએ મત માંગવા નહિ આવવાના બેનર લગાવ્યા છે. મતના બહિષ્કારના લાગ્યા બેનરો શહેરમાં ભાવનગર પશ્ચિમ 105 વિધાનસભા વિસ્તારમાં ચિત્ર ફુલસર વોર્ડમાં આવતા ફુલસરના મફતનગરમાં નેતાઓ અને રાજકીય લોકોને નહીં પ્રવેશતાની સાથે બેનરો લગાવ્યા છે. બેનરમાં મતનો બહિષ્કાર સાથે બેનર લગાવવામાં આવ્યા છે. સ્થાનિકોએ પોતાની પ્રાથમિક સુવિધા નહિ મળતી હોવાના કકળાટ અને વારંવાર રજુઆત છતાં નિવેડો નહિ આવતા મતદાનના બહિષ્કારનો નિર્ણય કર્યો છે.

અનેક સમસ્યાઓફુલસર કર્મચારીનગરના (Fulsar Karmanagara) મફતનગરમાં રોડ,પાણી અને ગટરની સમસ્યા છે. અમે મેયર કમિશનર સુધી રજૂઆત છતાં કોઈ નિવેડો આવ્યો નથી. અમે લોકોએ અહીંયા નક્કી કર્યું છે, કે અમે મતનો બહિષ્કાર કરશું. એટલે બેનર લગાવ્યા છે અમારી વાત કોઈ સાંભળતું નથી. અમે બેનર એટલે માર્યા છે કેમકે અમારે ત્રણ મહિનાથી ગટર ઉભરાય છે. કેટલીક વખત રજુઆત છતાં કોઈ આવતું નથી. અમારે ગટરનું કામ બાકી છે. રોડનું કામ બાકી છે પાણી મોટર મુકો તોજ આવે છે. ગત વખતે અમે હસતા હસતા મત દેવા આવ્યા હતા. તો તમારે હવે તો અમને હસતા હસતા કામ કરી દેવું જોઈએને. અમારું કામ નહીં થાય ત્યાં સુધી અમે મત આપીશું નહિ તેવું સ્થાનિકો દ્રારા કહેવામાં આવ્યું હતું.

કોઈ પરિણામ આવ્યું નથીકેટલા સ્થાનિકો અને મફતનગરની સમસ્યા શુભાવનગર પશ્ચિમ વિધાનસભા હેઠળ ચિત્ર ફુલસર વોર્ડના ફુલસર ગામમાં આશરે મફતનગરમાં 2 હજારની વસ્તી છે. આ દરેક વસ્તી ધરાવતા લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હોવાના બેનરો લાગ્યા છે. સ્થાનિકોને ગટર ખુલ્લી હોવાના કારણે દુર્ગંધ સતાવી રહી છે. તો પાણી પણ ડોહળું આવી રહ્યું છે. રસ્તાના ઠેકાણા નથી. વારંવાર રજુઆત મેયરનો કરવા છતાં અને મેયર જ વોર્ડના નગરસેવક હોવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી. સ્થાનિકોએ હવે જ્યાં સુધી સમસ્યા હલ નહિ થાય ત્યાં સુધી મતદાનના બહિષ્કાર કરવામાં આવશે તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details